________________
વવાણીયા (મોરબી) નિવાસી સ્વ, મેહનભાઈ વધ માનભાઈ દેસાઈ
વવાણીયા (મોરબી) નિવાસી શ્રીમતી લીલાવતીબેન મેહનલાલ દેસાઈ
આપે અમારામાં બાલપણમાં સંસ્કાર અને ચારિત્રનું ઘડતર કર્યું. દાન, શીયળ, તપ અને ત્યાગના સંસ્કારોનું સિંચન કરીને અમારામાં ધર્મ પ્રત્યેની શ્રદ્ધા દઢ બનાવી છે. આપે ગળથૂથીમાં ઘૂંટી ઘૂંટીને એ અમૃત પાયું કે “જે દે તે દેવ અને રાખે તે રાક્ષસ. ” ગમે તેટલી સંપત્તિ વચ્ચે પણ વિનય વિવેકને ભૂલવા નહિ. આપની આ સંસ્કારોને જીવનમાં વણી લીધા અને પુણ્યદયે જ્યારે સંપત્તિ મળી ત્યારે અમારી યથાશકિત તેને સદુપયોગ કરતા રહ્યા છીએ કે આપની શિખામણુ જીવનમાં બરાબર આચરણમાં મૂકી રહ્યા છીએ.
| લી. આપના જન્મ જન્મના ઋણી પત્રો, શ્રી નૌતમલાલ-અ, સૌ. જશુમતી શ્રી મનહરભાઈ-અ.સૌ. મંજુલા
શ્રી વિનયચંદ્ર-અ, સૌ. નિલા
જન્મ : સને ૧૯૫૦
સ્વર્ગવાસ : સને ૧૯૭૬ | ફુલ ગયું ફોરમ રહી ગઈ છવીસ વર્ષની યુવાન વયમાં ટૂંકી માંદગીમાં તમે અમને છોડીને ચાલ્યા ગયા, પણ તમારા મીઠા સ્મરણો, તમારી ઉગ્ર ભાવના, માતા પ્રત્યેનો પ્રેમ આજે પણ અમને તમારી યાદ અપાવે છે. તમારો શાંત અને પ્રેમાળ સ્વભાવ અમે બધા ભૂલી શકતા નથી.
લી. માતુશ્રી શાંતાબેન અમૃતલાલ શાહ અને બહેનો
સ્વ, પ્રકાશ અમૃતલાલ ..