SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ શારદા દર્શન ન્યાલ થઈ જાય. અવિવધામણી આપવા જવા માટે તૈયાર ન થાય? દેવ દેવીની દાસીઓ પુત્ર જન્મ પછી તરત વસુદેવ રાજાને વધામણું આપવા માટે દોડી. કેઈ વસુદેવને વધામણી આપવા ગઈતો કઈ કૃષ્ણ વાસુદેવને વધામણી આપવા ગઈ. પિતા વસુદેવ રાજા છે અને કૃષ્ણજી ત્રણ ખંડના સ્વામી વાસુદેવની પદવી પામેલા છે. એટલે તેમને પણ વધામણી આપવી જોઈએ ને? દાસીઓએ વાસુદેવ રાજા પાસે જઈ બે હાથ જોડીને કહ્યું, હે મહારાજા! નવ માસ અને સાડા સાત રાત્રી પૂર્ણ થયા પછી દેવકી દેવીએ અતિ સુકુમાલ અને તેજસ્વી દેવકુમાર જેવા પુત્રરત્નને જન્મ આપ્યો છે. એ શુભ સમાચાર અમે આપને નિવેદિત કરીએ છીએ. તમારે જય થાઓ,વિજયથાઓ, ને કલ્યાણ થાઓ. પુત્ર જન્મનાં સમાચાર આપી વસુદેવ રાજાને જય વિજય શબ્દોથી વધાવ્યા. પુત્ર જન્મના સમાચાર સાંભળીને વાસુદેવ મહારાજા તેમજ કૃષ્ણ વાસુદેવના આનંદને પાર ન રહ્યો. અને હર્ષિત થઈને મીઠા શબ્દોથી તેમજ સુગંધિત પુષ્પની માળાઓ તેમજ કિંમતી આભૂષણે આપીને દાસીએના સત્કાર-સન્માન કર્યા. એટલું જ નહિ પણ તે દાસીઓને દાસીપણાના કામથી મુક્ત કરીને એના દીકરાના દીકરા આનંદપૂર્વક બેઠાં બેઠાં ખાય તે પણ ખુટે નહિ એટલું દ્રવ્ય આપ્યું. આ રીતે પુત્ર જન્મની વધામણી આપવા આવનાર દાસીઓને સત્કાર સન્માન કરીને વિદાય આપી. આટલું બધું દ્રવ્ય મળવાથી દાસીએ વિચાર કરવા લાગી કે જે પુત્રના જન્મની વધામણું આપવા ગયા તેમાં આપણને રાજાએ ન્યાલ કરી દીધા તો એ આત્મા કે પવિત્રને પુણ્યવાન હશે! એ મોટે થતાં કે પ્રતાપી થશે ! વાસુદેવ રાજા અને કૃષ્ણ વાસુદેવ બંનેના હર્ષને પાર નથી. વસુદેવનો પુત્ર છે ને કૃણને નાનો ભાઈ છે. બંનેના હૈયાં હર્ષથી નાચી ઉઠયાં છે. હર્ષમાં આવેલા કૃષ્ણ વાસુદેવે કૌટુંબિક પુરૂષને બેલાવીને આજ્ઞા કરી કે હે દેવાનુપ્રિયે ! તમે આપણી આખી દ્વારકા નગરીને ખૂણે ખૂણેથી કચરો વાળીને સાફ કરાવે, શીતળ પાણી છટા, અને નગરની દરેક ભી તેને ગશીર્ષ ચંદન આદિ સુગંધિત પદાર્થો વડે લીધે. કૃષ્ણ વાસુદેવ પિતાના લઘુભાઈને જન્મોત્સવ ખુબ ધામધૂમથી ઉજવે છે. તેમાં કેટલી તૈયારીઓ કરે છે. તેમણે માણસને કહ્યું કે તમે આખી દ્વારકા નગરી સાફ કરાવીને લીંપીગૂંપીને તૈયાર કરાવે, મંગલ વાજિત્રે વગડા, ગીત ગવડા, દવજાપતાકા અને રણે બંધાવીને નગરી શણગાર. ચોગ્ય સ્થાન ઉપર મંગલ કળશ મૂકી ને આખી નગરીને ધૂપ દ્વારા સુવાસિત બનાવે. કેદીઓને મુક્ત કરે. જેમને જન્મની કેદ છે તે બધાને માફી આપીને કાયમ માટે મુક્ત કરે, અને વેચાતી ચીજોની કિંમતમાં ઘટાડો કરો. આ પ્રમાણે કૌટુંબિક પુરુષને આજ્ઞા કરી. ત્યારબાદ નગરમાં વસતા મુખ્ય શ્રેષ્ઠ પુરુષને બેલાવ્યા ને કહ્યું કે હે મહાનુભા! આપણે દશ દિવસ સુધી ઉત્સવ ઉજવવાનું છે તે તમે પુત્ર જન્મના ઉતસવ માટે જે જે વિધિઓ થાય છે તે બધી વિધિઓ શરૂ કરો એટલે કે બજારમાં વેચાણ માટે તમે જે વસ્તુઓ લાવે તે વસ્તુઓ ઉપરને જે ટેકસ પડે છે તે
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy