SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩: શારદા દર્શન પણ નીકળે જ. આ કેમ ને ? એટલે કૃષ્ણચંદ શેઠે કહ્યુ', સાહેબ! મારે માંસ નથી જોઈતું. પાંચ લાખ રૂપિયા જોઈ એ છે. આ સાંભળીને ખીરબલે કહ્યુ` શુ` ખેલે છે ? હવે રાતી પાઈ પણ નહિ મળે. હવે તે! સવાશેર માંસ જ લેવું પડશે. જો એમ નહિ કરે તે આ ન્યાયનું અપમાન કયુ' ગણાશે. બેલા, શું કરવું છે? ત્યારે કૃષ્ણચંદ શેઠે નિરાશ થઇને કહ્યું. સાહેબ ! મારે કંઇ નથી જોઈતું. મને જીવતા છોડી દો એટલે બસ. આ સાંભળીને ખાદશાહે કહ્યું. જુએ શેઠ! તમે આવા મેટા વહેપારી થઈ ને ખીજાના જાન લેવા માટે આવી કપટખાજી રમે છે. તે તમને શેાભતું નથી. હવે કદી આવા ધંધા કરશેા નહિ, અને સભા સમક્ષ પ્રેમચંદશેઠની માફી માંગે. બાદશાહના હુકમ થયે એટલે માફી માંગવી પડે. તેથી કૃષ્ણચંદ શેઠને પાંચ લાખ રૂપિયા જતા કરી પ્રેમચ’દશેઠ પાસે માફી માંગવી પડી. માફી માંગીને કૃષ્ણચંદ શેઠ ચાલ્યા ગયા. ખીરબલની બુધ્ધિથી પ્રેમચંદ શેઠના જાન બચી ગયા એટલે ખુશ થઇ ગયા અને પાંચ લાખ રૂપિયા ખીરબલને ઇનામમાં આપી દીધા. જુએ, ખંધુએ ! ખીરબલની બુધ્ધિ કેવી છે ! એણે યુક્તિ કરીને પ્રેમચંદ શેઠને બચાવી લીધા, પણ ટૂંકમાં એક વાત, જરૂર સમજી લેજો કે એમના પુણ્યના ઉદય હશે તેથી ખીરબલની યુક્તિથી ખચી ગયા. બાકી કની કેટમાંથી કે.ઇ છૂટી શકતું નથી. દેવકી રાણી ગમ નુ સુખપૂર્ણાંક પાલન કરતાં દિનપ્રતિદિન ધર્માં માં લીન બનતા જાય છે. તેમના શરીરની ક્રાંતિ પણ વધતી જાય છે. નવ માસ પૂર્ણ થવા આવ્યા છે. હવે તેઓ કેવા પુત્રને જન્મ આપશે તેના ભાવ અવસરે. ચરિત્ર:- કપટી દુર્ગંધને પાંડવાને સ્નાન, ભાજન કરાવીને કહ્યું કે હવે ચાલેા, આપણે સભા જોવા જઈ એ. જે માણસના મનમાં જેવા ભાવ હાય તેવુ' તેનું હૈયું તલસતું હોય છે. પાંડવા અત્યારે ખાસ કરીને સભા જોવા માટે આવ્યાં હતાં એટલે તેમને સભા જોવાનું મન હતુ' ને કૌરવાના દિલમાં કપટ હતું કે આપણે સભા જોવાના બહાને તેડાવ્યાં છે પણ જુગાર રમાડીને એમને લુ’ટી લઇએ, એટલે તેમણે પહેલેથી જ સભામાં બધી તૈયારીએ કરી રાખી હતી. આ દુર્યોધનના કહેવાથી બધા સભા જોવા માટે આવ્યા. પાંડવોએ સભામાં પ્રવેશ કો. સભાની રચના અને કામગીરી જોઈને ખુશ થયા. આ સભા ઘણી મેાટી હતી તેમાં કઈ જગ્યાએ સંગીતનાં મીઠાં સૂર સંભળાતાં હતાં, કેઇ જગ્યાએ નાટક ચાલતુ હતુ, અમુક જગ્યાએ જોવા લાયક વસ્તુએ ગાઠવી હતી, આ બધું જોતાં ખુશ થતાં પાંડવા આગળ ચાલ્યા. એ સભા જોતાં જાય છે ને વખાણ કરતાં જાય છે. ગુણવાન આત્માએ સંત્ર ગુણુને દેખે છે. અહીં પાંડવાને બિચારાને કયાં ખબર છે કે આ સભા એ સભા નથી પણ અમને ફસાવવા માટેનુ પિંજરૂ છે. તમારે ઉંદરને પકડવા હાય તા પિ'જરામાં રોટલીના ટુકડા ભરાવા છે ને ? શું ઉંદરને ખાવા રોટલી મૂકે છે? અને રોટલીનું દાન કરેા છે? “ના” એને પકડવા માટે, અહી' મેાટી સભા બનાવી હતી. તેમાં યુધિષ્ઠિર જેવા પવિત્ર પુરૂષનાં પગલાં થાય ને સભા પવિત્ર ખને તે દૃષ્ટિથી પાંડવાને આલાન્યા ન હતા. એમને ખેલાવવાની પાછળ મેલી રમત હતી, પણ પાંડવાને આ ક્રપટખાજીની ખબર ન હતી. એ તા સભા જોતા જાય છે ને દુર્યોધનની એ માઢું પ્રશ'સા કરતા જાય છે. સભા જોતાં જોતાં આગળ ચાલ્યા તે કાઇ ચાપાટ રમે છેને કેાઈ જુગાર રમે છે.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy