SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૪ શારદા દર્શન પ્રેમચંદ કે પૂછ્યું એટલે, શી શરત છે ! ત્યારે કૃષ્ણચ`દે કહ્યુ` જો એક મહિનામાં તમે પૈસા પાછા ન આપી શકે તે આપના શરીરના કોઇપણુ ભાગમાંથી સવાશેર માંસ મારા હાથે કાપી લઇશ. જો આ શરત આપને મ`જીર હોય તે ખુશીથી પાંચ લાખ રૂપિયા લઈ જાઓ. પ્રેમચંદ શેઠે વિચાર કર્યો કે આણે તે મીઠું' ખેલીને મારા મૂળ ઉખાડવાની વાત કરી, પણ હું પાછે। પડુ તેમ નથી. મારી પાસે પૈસા નથી એમ થાતુ છે? મહિના પૂરા થતાં પહેલાં હું પાંચને ખદલે દશ લાખ રૂપિયા ખડા કરી દઈશ, માટે એની શરત મ’ઝુર કરવામાં બિલકુલ વાંધા નથી, અત્યારે મારુ' કામ ચાલશે તેા આખરૂ જળવાઇ રહેશે, એમ વિચાર કરીને પ્રેમચંદ્ગુ શેઠે કહ્યું . ભલે શેઠ, આપની શરત મુજબ હું એક મહિનામાં નાણાં ભરી ન શકું તા મારા શરીરમાંથી સવાશેર માંસ ખુશીથી કાઢી લેજો, ત્યારે કૃષ્ણ'દે કહ્યું એમ માઢાનાં વચન કામ નહિ લાગે તમારા હાથે કાગળમાં લખી આપે. પ્રેમચંદ શેઠે એ મુજખ લખાણુ કરી આપ્યું ને પાંચ લાખ રૂપિયા લઈ ને પેાતાની પેઢીએ આવ્યા ને હૂંડી ભરપાઈ કરી દીધી. દેવાનુપ્રિયા ! નાણાં કમાવા માટે કેટલી મુશ્કેલીઓ સહન કરવી પડે છે ! કેટલાને નમવુ પડે છે! કેટલી ભૂખ તરસ વેઠવી પડે છે! પણ જો આટલી નમ્રતા, આટલી મુશ્કેલીએ ધર્મ માટે સહન કરે। તાકમની ભેખડા તૂટી જાય. પણ આ જીવ પરાધીનપણે જેટલુ સહન કરે છે તેટલું. સ્વાધીનપણે સહન કરી શકતા નથી. ધન કમાવા માટે જીવ ફડકપટ કરે છે. માયાનુ સેવન કરે છે ને મરીને તિર્યંચ ગતિમાં જાય છે. તિય``ચમાં જીવ કેટલી ભૂખ તરસ સહન કરે છે! કેટલે એજો ખેંચે છે! એ બળદ, ગાય, ભેંસ વિગેરે તિ"ચાને પણ જયારે માર પડે છે ત્યારે તેની આંખમાં આંસુ આવી જાય છે પણ તેની દાદ કાઇ સાંભળતું નથી, આ તા આપણે નજરે જોઈએ છીએ ને! જો આવી દશા ન કરવી હાય તા માયાકપટ અને પાપને! ત્યાગ કરે। પ્રેમચ’ઢ શેઠનાં કર્માંના ઉદય થયા છે. એ માનતા હતા કે હું' કૃષ્ણચ'દ શેઠના પાંચ લાખ રૂપિયા મહિનામાં ભરપાઈ કરી દઈશ પણુ માનવી ધારે છે.કઇને અને છે કંઇ, માણસના મનની આશાએ ભાગ્યે જ પૂરી પડે છે. એક મહિનામાં પાંચ લાખ રૂ. ભરપાઈ કરી દેવાની શરત કરી હતી. એ મુજબ મહિના પૂરા થયા, પણ પ્રેમચંદ શેઠ પૈસા ભરી શકયા નહિ એટલે તેઓ ચિંતામાં ખમાર પડી ગયા. હવે હું શું કરીશ ? આ તરફ કપટી કૃષ્ણચંદ શેઠે માણસાને મેકલ્યાં કે આજે મહિના પૂરા થવાને છેલ્લેા દિવસ છે. રૂપિયા પાંચ લાખ ભરી જાએ, પણ પ્રેમચ`દ શેઠ પાસે એટલા પૈસા આવ્યાં નથી. કરવું શું? ખૂબ વિચાર કરીને શેઠે પેાતાના કિમતી ઝવેરાતની પેટી લઇને સુનીમને માલ્યા, અને કહેવડાવ્યું. આ દશ લાખનુ ઝવેરાત છે તેમાંથી પાંચ લાખ અને તેનું વ્યાજ ગણીને આપને જે પસંદ હાય તે લઇ લેજો. શેઠ ખૂબ ખમાર છે તેથી આવી શકે તેમ નથી. મુનીમે ત્યાં જઇને શેઠના સંદેશા આપ્યા પણ કૃષ્ણચંદ શેઠે ચરત મુજબ પાંચ લાખ રૂપિયા જોઈ એ. કહ્યું' કે મારે ઝવેરાત નથી જોઈતું મારે તે
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy