SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન ૫૩૧ દુર્યોધને ખૂબ પ્રેમથી પાંચ પાંડવોનું સ્વાગત કરીને નગરમાં પ્રવેશ કરાવ્યું, ને કેટલે પ્રેમ હેય તેમ ભેટી પડ્યા. દુર્યોધનને પ્રેમ, સ્વાગત અને સન્માન જોઈને. ધર્મરાજાને ખૂબ આનંદ થો પણ એમને ક્યાં ખબર છે કે આ બધી માયાજાળ અમને ફસાવવા છે. નાહી ધોઈ રહ્યાં પછી કૌરવોએ પાંડને ખૂબ પ્રેમથી જમાડયા. હવે તેઓ પાંડને સભા જેવા માટે લઈ જશે ને ત્યાં કેવી રીતે જુગાર રમાડશે તેના ભાવ અવસરે કહેવાશે. યાપમાન ન ભાદરવા સુદ ૪ ને શુક્રવાર તા. ૧૬-૯-૭૭ અનંતજ્ઞાની ભગવતેએ ભગીરથ પુરૂષાર્થ કરી ઘાતી કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કર્યા પછી જગતનાં ને કલ્યાણને માર્ગ બતાવતાં કહ્યું કે હે ભવ્ય છે ! આ વિકટ સંસાર અટવીમાં જીવને ધર્મ જાણવાની ઈચ્છા થવી અને ધર્મની સામગ્રી પ્રાપ્ત થવી તે ખરેખર ખૂ૫ દુર્લભ છે. ધર્મનું શરણું અંગીકાર કરવું અને ધર્માત્માને સમાગમ થ એ કંઈ સહેલી વાત નથી. એ તે પુણ્યશાળીને પ્રાપ્ત થાય છે. સંસારમાં રચ્યાપચ્યા અને સંસારની વાસનાથી વાસિત થયેલ જીવને સંસારનાં સુખે, મેજશોખ, વૈભવ, સ્ત્રી, પુત્ર અને ધન દેલતમાં જેટલી પ્રીતિ છે તેટલી પ્રીતિ જે ધર્મ પર થાય અને ધર્મનું આચરણ કરે છે એ સમગ્ર દુઃખને અંત કરીને શાશ્વત સુખ મેળવી શકે છે. આ સંસારમાં સર્વ જી સુખ મેળવવા માટે દેડાદેડી કરે છે. અન્યાય, અનીતિ અને અધર્મનું આચરણ કરે છે, અસત્ય બોલે છે, છેતરપિંડી કરે છે પણ એ અજ્ઞાની જીવડાને ખબર નથી કે મારે આ પાપ કેવા ભેગવવા પડશે? આવા જીવને સમજાવતાં જ્ઞાની પુરુષે કહે છે કે આ જગતમાં સર્વ પ્રકારના સુખની પ્રાપ્તિ ધર્મથી થાય છે. આ સંસારમાં રાજાપણું, ચક્રવતિપણું ઈંદ્રપણું અને તીર્થંકરપદની પ્રાપ્તિ આ બધું ધર્મથી થાય છે. ધર્મનાં દિવ્ય પ્રભાવ આગળ કઈ પણ પદાર્થ કે સુખ દુર્લભ નથી. ઉત્તમકુળ, રૂ૫, સૌભાગ્ય આ બધું જીવ ધર્મથી મેળવી શકે છે. આ બધા ધર્મ રૂપી ! કલ્પવૃક્ષનાં મધુરાને મીઠા ફળ છે. ધર્મ એ અનાથ માટે નાથ સમાન, રોગી મનુષ્ય માટે વૈદ હકીમ સમાન, નિર્ધન માટે ધન સમાન, અને ગુણ રહિત માટે ગુણના ભંડાર સમાન છે. આ સંસાર રૂપી ભયંકર અટવીમાં અટવાતાં અને અજ્ઞાન રૂપી અંધકારમાં અથડાતાં જીવોને માટે ધર્મ એ માર્ગદર્શક છે. ધર્મ એ પિતાની માફક રક્ષક છે ને માતા સમાન પિષક છે. પત્નીની જેમ પ્રેમી છે ને બંધુની જેમ સનેહી છે. આવા ઉચ્ચ ધર્મનું સર્વ એ આદરપૂર્વક પાલન કરવું જોઈએ. આ ઉત્તમ માનવભવ પામીને જે મનુષ્ય ધર્મથી વિમુખ રહે છે તે અમૂલ્ય માનવભવને વ્યર્થ ગુમાવે છે,
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy