SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન રાજાના મન્મત્ત હાથીને વશ કર્યો હતે તે બધી વાતે અને બી લેકે પાસેથી તેની ખૂબ પ્રશંસા સાંભળી હતી પણ ગમે તેમ તોય બ્રાહ્મણભાઈને! બ્રાહ્મણને લાડવા ખાવા બહુ ગમે છે બાકી બીજી ખબર ન પડે. એણે વિચાર ન કર્યો કે ભલે, આ માણસ દેખાવમાં કુબડે છે પણ તેનામાં ગુણ કેટલાં છે? એ બ્રાહ્મણ કુંડિનપુરમાં આવ્યો ને દમયંતી તથા ભીમરાજાને કુબડાની વાત કરી અને પિતાને લાખ સોનામહોરો ભેટ આપીને રાજા પાસેથી પણ આટલું દ્રવ્ય અપાવ્યું. સૂર્ય પાક રસોઈ જમાડી, હાથીને તેણે વશ કર્યો હતો તે બધી વાત વિસ્તારથી કહી પણ સાથે કહ્યું–હે મહારાજા ! એ કુબડે નજરે દેખે ગમે તે નથી, આ સાંભળીને દમયંતીએ કહ્યું. પિતાજી! એમાં ગુપ્ત રહસ્ય છે, પણ આ બધા ગુણે નળરાજા સિવાય કે ઈનામાં નથી. માટે આપ કઈ પણ ઉપાયે તેમને અહીં તેડાવે તે તે ગમે તેવા રૂપમાં હશે તો પણ હું તેમને ઓળખી નાંખીશ. નળની શોધ માટે સ્વયંવરની બનાવટ” :- દમયંતીની વાત સાંભળીને ભીમરાજાએ કહ્યું-બેટા ! હું તારો બીજો સ્વયંવર રચું છું. તેવું બહાનું કાઢીને હું નજીકને દિવસ નક્કી કરીને દધિપણું રાજાને સ્વયંવરમાં પધારવાનું આમંત્રણ મોકલું છું. એટલા નજીકના સમયમાં જે દધિપણું રાજાને લઈને કુબડે આવે તે આપણે પણ સમજી લઈશું કે આ નળરાજા છે. કારણ કે નળરાજા સિવાય કેઈ અશ્વવિદ્યા જાણી શકો નથી. આ પ્રમાણે નક્કી કરીને ભીમરાજાએ એક હોંશિયાર ડૂતને દધિપણુ રાજા પાસે મોકલ્યો. દૂત દધિપણુ પાસે આવ્યો. આ સમયે કુબડે પણ ત્યાં જ બેઠા હતા. તે સમયે દૂતે દધિપણું રાજાને ભીમરાજાને સંદેશ આપતાં કહ્યું કે ભીમરાજાએ નળરાજાની ખૂબ તપાસ કરાવી પણ તેમને પત્તે લાગતું નથી. તેથી ચૈત્ર સુદ પાંચમના દિવસે સવારમાં દમયંતીને બીજે સ્વયંવર રચાશે. તે આપ જરૂર સ્વયંવરમંડપમાં પધારશે. આમ કહીને દૂત વિદાય થયે. દમયંતી માટે નળને પૂરો વિશ્વાસ” :- દમયંતીને બીજે સ્વયંવર રચાય છે. આ સમાચાર સાંભળીને કુબડાના મનમાં ખૂબ આશ્ચર્ય થયું કે શું સતી દમયંતી ફરીને લગ્ન કરશે? મને શ્રધ્ધા છે કે મારી દમયંતી કદી ફરીને લગન કરે જ નહિ. કદાચ સૂર્ય પશ્ચિમમાં ઉગે, ચંદ્રમાંથી અંગારા ઝરે ને સૂર્યમાંથી શીતળતા વરસે તે પણ મારી દમયંતી શીયળAતનું ખંડન ન કરે. મને ખાત્રી છે. છતાં કદાચ મોહરાજા બળવાન છે ને આમ બની જાય તે હું જોઉં છું કે મને જીવતાં દમયંતીની સાથે કે લગ્ન કરી શકે છે? શું જીવતાં સિંહની કેશવાળી કેઈ ખેંચી શકે છે? જીવતાં મણીધર નાગને મણ કઈ લઈ શકે છે? કે મારી દમયંતીને કેઈ પરણી શકે! બીજી બાજુ રાજા વિચારમાં પડી ગયા છે કે દમયંતીને બીજે સ્વયંવર થાય છે અને મને આમંત્રણ આવ્યું છે તે હું જાઉં, પણ હવે તે માત્ર છ પ્રહર બાકી છે. કયાં સુસુમારપુર અને કયાં કુંડિનપુર! આટલે દૂર છ પ્રહરમાં કયાંથી પહોંચી શકાય? આવા વિચારમાં રાજા ઉદાસ બની ગયા.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy