SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન ૫૧૩ થયા. સાથે આવેલું મહાજન અને અમલદારો આશ્ચર્યચક્તિ થઈ ગયા. અહા ! મહારાજાએ કરોડની આવક જતી કરી! ધન્ય છે રાજાની નિસ્પૃહ ભાવનાને! ધન્ય છે. તેમની ઉદારતાને! અને ધન્ય છે તેમની દયાને. સૌ રાજાને અંતરના આશીર્વાદ આપે છે કે મહારાજા! તમે દીર્ધાયુષ બને. - કુમારપાળ રાજામાં આવી તત્ત્વદષ્ટિ હતી તે આશીર્વાદ મેળવ્યા, પણ ધનની તૃણ હોત તે હાય મેળવત. રાજા કુબેરશેઠની માતા અને પત્નીને આશ્વાસન આપી અને આશીર્વાદ મેળવીને ચાલ્યા ગયા. થડા દિવસ પછી કુબેરશેઠ પરદેશથી જીવતાં આવ્યા ને તેમનાં વહાણ પણ મળી ગયા હતા. શેઠના આવવાથી એમની માતા અને પત્નીને તે ખૂબ આનંદ થયો. આખા નગરમાં શેઠના જીવતા આવવાના સમાચાર મળી ગયા. જે રાજાએ વિવેકને દીપક બૂઝવીને બધું ધન કબજે કર્યું હોત તે શેઠ વિચાર કરત? કુબેરશેઠની માતા અને પત્નીએ રાજાની . બધી વાત કરી એટલે શેઠ ખુશ થઈને લાખ રૂપિયા લઈને રાજાને ભેટશું કરવા ગયા, ત્યારે રાજાએ તેમને ખૂબ પ્રસન્નતાથી વધાવી લીધા. જીવનમાં પ્રત્યેક કાર્ય કરતાં જે તત્ત્વદષ્ટિ રાખવામાં આવે તે સુખ, શાંતિ અને શાબાશી મળે છે. આવી તત્ત્વદકિટ ધર્મ પ્રત્યે શ્રધ્ધા કરવાથી મળે છે. આપણ ચાલુ અધિકારમાં હરિણગમેલી દેવે અવધિજ્ઞાનમાં જોઈ ને કહ્યું કે હે કૃષ્ણ વાસુદેવ! દેવલોકમાંથી એક દેવ આયુષ્ય પૂર્ણ કરીને તમારા નાનાભાઈ તરીકે જન્મ લેશે. તમારે નાનાભાઈ થશે પણ એક વાત તમને કહી દઉં. સાંભળો. ___" से ण उमुक्क बाल भावे जाध जोवणगमण पत्ते अरहओ अरिहनेमिस्स अतिय પુરે નાવ gāgat ” એ તમારે નાનોભાઈ બાલ્યાવસ્થા છેડીને યુવાનીના પગથીયે પગ મૂકશે ત્યારે તે અરિહંત એવા નેમનાથ ભગવાનની વાણી સાંભળીને વૈરાગ્ય પામશે અને દીક્ષા લેશે. આ પ્રમાણે એક વખત કહ્યું. ત્યારપછી “દું વાસુદેવ दोच्चंपि तच्चपि एवं वयइ, वइत्ता जामेव दिस पाउब्भुए तामेव दिस पडिगए।" તે હરિણગમેલી દેવે કૃષ્ણ વાસુદેવને બીજી વખત કહ્યું કે હે દેવાનુપ્રિય! તમારે ભાઈ મોટે થતાં દીક્ષા લેશે, અને ત્રીજી વખત પણ એ પ્રમાણે કહ્યું અને દેવ જે દિશામાંથી આવ્યો હતો તે દિશા તરફ પાછે ચાલ્યા ગયે. તમારે તમારા દીકરા, દીકરી કે પત્નીને કેઈ કામ માટે ખાસ ભલામણ કરવી હોય તે તમે ખૂબ ભારપૂર્વક કહે છે ને કે જે, હોં ખ્યાલ રાખજે. આમ બનશે. એક વખત ન સમજે તે બીજી વખત અને ત્રીજી વખત કહે છે ને એ રીતે કૃષ્ણ વાસુદેવને ખૂબ ભારપૂર્વક દેવે ત્રણ ત્રણ વખત કહ્યું. અહીં દેવે ભવિષ્યવાણી સંભળાવી દીધી. જેમ ઉત્ત.સૂત્રના ૧૪મા અધ્યયનમાં છ જીવને અધિકાર છે. તેમાં જશા ભાર્યાને દેવે કહ્યું હતું કે તને બે પુત્ર જેલે જન્મશે શ,-૬૫ , ,
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy