________________
શાશા બ
કરીને દેવ ચાલ્યા ગયે. દમયંતીના સતીત્વને પ્રભાવ જોઈને રાજા અંજાઈ ગયા ને તેની ખૂબ પ્રશંસા કરી. હવે દમયંતીની ધમાં આવેલા હરિમિત્ર બ્રાહ્મણે દમયંતીના માસા માસીને કહ્યું કે તમે મને દમયંતીને લઈ જવાની રજા આપે. કારણ કે તેના મા-બાપ તે તેના વિગથી ગુરી ગુરીને અડધા થઈ ગયા છે. પાણી વિનાની માછલીની જેમ તરફડે છે. આ પ્રમાણે કહ્યું એટલે રાજા રાણીએ જવાની આજ્ઞા આપી, અને સાત કોડ સોનિયા દમયંતીને આપ્યાં. દમયંતી કહે કે મારે જરૂર નથી. રાજા રાણીએ ઘણું સમજાવ્યું પણ ના લીધા. છેવટે દાનમાં વાપરી નાંખજે તેમ કહ્યું. દમયંતીના સ્થાને તમે હેત તે શું કરત? (હસાહસ)
દમયંતીને સુંદર રથમાં બેસાડીને રક્ષણ માટે મેટી સેના આપી કંડિનપુરમાં ભીમરાજાને ત્યાં મેકલી. ભીમરાજાને સમાચાર મળ્યા કે આપની વહાલી પુત્રી દમયંતી આવી ગઈ છે. એટલે રાજા તેની સામે ગયાં. દમયંતી પણ પિતાના પિતાજીને આવતા જોઈને રથમાંથી નીચે ઉતરી પિતાજીના ચરણમાં પડી ગઈ ને માતા-પિતાને ભેટી પડી. એકબીજાની આંખમાં આંસુ આવી ગયાં. માતા-પિતાએ નળરાજાના સમાચાર પૂછયા ત્યારે દમયંતીએ માતા-પિતાને સઘળી હકીકત કહી સંભળાવી. ત્યારે ભીમરાજાએ કહ્યું, બેટા ! હવે તું ચિંતા ના કરીશ. અહીંયા શાંતિથી રહે ને ધર્મધ્યાન કર. મેં નળરાજાને અને તને શોધવા માટે ઘણાં માણસો મોકલ્યા છે. તેમાં તું મળી ગઈ. હવે નળરાજાની તપાસ કરાવું છું. દમયંતીની શોધ કરીને આવેલા બ્રાહ્મણને રાજાએ ખુશાલીમાં (૫૦૦) પાંચસો ગામ ભેટ આપ્યા. સાથે એમ પણ જાહેરાત કરાવી કે જે કોઈ મનુષ્ય નળરાજાને શોધી લાવશે તેને મારું અડધું રાજ્ય ભેટ આપીશ.
- હવે રાજ્ય લેવું કે ન ગમે? નળરાજાની શોધ ચારે બાજુ થઈ રહી છે. એક વખત સુસુમારપુરથી દધિપણે રાજાને દૂત કુંડિન પુર આવ્યા. કુંડિનપુરમાં ચોરે ને ચૌટે નળરાજાની વાત થતી હતી. એણે ભીમરાજાને વાતવાતમાં કહ્યું કે અમારા રાજા પાસે એક માણસ આવ્યું છે ને તે એમ કહે છે કે હું નળરાજાને માનીતે રસોઈ છું. મને નળરાજાએ સૂર્ય પાક રસોઈ બનાવતાં શીખવાડી છે. અમારા દધિપણુ રાજાને સૂર્ય પાક બનાવીને જમાડયા પણ ખરા. અમારા રાજાના તે ખૂબ માનીતા બની ગયા છે. દમયંતીએ આ વાત સાંભળીને પિતાજીને કહ્યું કે નળરાજા સિવાય સૂર્યપાક બનાવવાનું કેઈ જાણતું નથી. માટે મને લાગે છે કે તેઓ ત્યાં લેવા જોઈએ. હવે ભીમરાજા નળરાજાની તપાસ કરવા સુસુમારપુર કેને મેકલશે તે અવસરે.