SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન આત્મિક જ્ઞાનના ખજાનારૂપ મહાન શાસ્ત્ર રત્ન મળી જાય છે તેમાં જમ્બર ભાગ્યોદય લાગે રે ? બંધુઓ! પૈસાને ખજાને મળવાથી આંતરચક્ષુ ખૂલતા નથી. કલ્યાણને માર્ગ સૂજત નથી. જ્યારે શાસ્ત્રરૂપ મહાન ખજાને મળવાથી આંતરદષ્ટિ ખૂલે છે. કલ્યાણને માર્ગ સૂઝે છે, અને પરલોક સુખમય-ઉન્નતિમય કરે એવા શુભ અધ્યવસાયની લહેરીઓ હદયભૂમિ ઉપર વાવા માંડે છે. શાસ્ત્ર વારસાનું મહત્વ એટલા માટે બતાવવામાં આવે છે કે એના ઉપર અનન્ય શ્રદ્ધા થયા પછી અદૂભૂત તત્ત્વથી ભરેલા શાસ્ત્રનું વાંચન અને શ્રવણ કરવાથી આંતરદષ્ટિનો વિકાસ અને કલ્યાણ સાધવાની ભવ્ય પ્રેરણાઓ તથા શુભ અધ્યવસાયોને અમૂલ્ય લાભ મળે છે. આ જેવા તેવા ભાગ્ય નથી. અગિયાર અંગમાં આઠમું અંગ અંતગડ સૂત્ર છે. આ આઠમા અંગને પ્રારંભ કરતાં તેને તેના પૂર્વના અંગની સાથે શું સંબંધ છે? તે બતાવતાં કહે છે કે સાતમા ઉપાસકદશા નામના અંગમાં સંસારરૂપી અટવીમાં ભટકતા જેઓને આત્મા અત્યંત સંતપ્ત થઈ ગયો છે એવા સંયમ માર્ગમાં અસમર્થ ભના ઉપકાર માટે ભગવાને અનેક શ્રમણોપાસકના ચરિત્ર વર્ણન કરીને આગાર ધર્મને પ્રતિબંધ કર્યો. આ અંતગડ સૂત્રમાં અણગાર ધર્મને સ્વીકાર કરીને જે તે જ ભવમાં મોક્ષગામી છે તથા જેઓએ આયુષ્યના અંત સમયે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ધર્મદેશના દીધા વિના મુક્તિ મેળવી લીધી એવા આત્માઓને અધિકાર આવે છે. આપણે અંતગડ સૂત્રના આઠમાં અધ્યયનનું વાંચન કરવું છે. તેની મંગલ શરૂઆત થાય છે. તે જા તે સમgi વારંવા નારી” ભગવાન નેમનાથ વિચરતાં હતાં તે કાળ અને તે સમયની આ વાત છે. તે કાળ અને અત્યારના કાળમાં બહુ ફેર છે. તે કાળ અને આ કાળ જુદે છે. આજે માનવીના મન બદલાયા છે. માનવીના શરીરના બળ પણ ઘટયા છે ને ધરતીનાં રસ-કસ પણ ઘટયા છે. ઉત્સપિણીકાળના છ આરા અને અવસર્પિણુકાળના છ આરા હોય છે. તેમાં પહેલે આરે સુસમ સુસમ, બીજે સુસમ, ત્રીજો સુસમ દુસમ, ચોથો દુસમ સુસમ, પાંચમે દુસમ અને છઠ્ઠો દુસમ દુસમ નામે છે. તેમાં ફક્ત ઋષભદેવ પ્રભુ ત્રીજા આરામાં થયા. બાકીના ૨૩ તીર્થકરો ચોથા આરામાં થયા છે. તે અપેક્ષાએ ચોથા આરાની મહત્તા છે. આજે ખૂબ ધનવાન અને સુખી માણસ હોય તેને તમે શું કહે છે? આ તે ચેથા આરાને જીવે છે. એના ઘેર ધનના ઢગલા હેય પણ ધર્મનું નામ નિશાન ન હોય, રેજ કંદમૂળ ખાતે હોય છતાં શેઠીયાની ઓળખાણ આપતાં કહે છે સાહેબ! આમને ઓળખ્યાં? આ ફલાણા શેઠ. એના ઘેર ચેથા આરાની સુખ સાહ્યબી છે,
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy