________________
૪૮૮
શારદા દર્શન
અને ન્યાયી હતા. ઢઢેરો પીટાવીને ખૂબ તપાસ કરવા માંડી પણ કયાંય હીરાચંદ શેઠના રત્નોને ડાભલે મળતું નથી. પાંચ દિવસ વીતી ગયા પણ માલ મળે નહિ. રાજા ખૂબ ગુસ્સે થયા. પેલા રૂદ્રસેને જાણ્યું કે હવે મારા પાસા સવળા પડશે. એમ સમજીને એ તે ઉપ રાજા પાસે. સાહેબ! હું એક વાત કરું? રાજાએ કહ્યું કે શી વાત છે? મહારાજા! મિત્રના દેશનું પ્રકાશન કરવું તે મને એગ્ય નથી. કહેતાં મારી જીભ ઉપડતી નથી, પણ જે કાર્ય આ લોક અને પરલોક વિરૂધ્ધ છે તેવી અહિતકરપ્રવૃત્તિ કરીને મારો મિત્ર પિતાના આત્માને શત્રુ બને છે એ મારો મિત્ર કેવી રીતે બની શકે ? હું એવી મિત્રતા ચાહતે નથી. એવા મિત્રની ઉપેક્ષા ન કરવી જોઈએ. ભલે, મારા જીગરજાન મિત્રની વાત છે પણ લાચારીથી આપને કહું છું. બંધુઓ ! જુઓ, એક પવિત્ર માણસને હલકે પાડવા માટે કેવી બનાવટ ઉભી કરી ! સાચે સાચી વાત કરવામાં બનાવટ કરવી પડતી નથી પણ અંદર કપટ રાખીને સજજન માણસ ઉપર આરોપ મૂક હોય ત્યારે માણસને ખૂબ ચાલાકી કરવી પડે છે.
રાજાની પાસે ચાલાકી વાપરતે રૂકન :- રૂદ્રસેન કહે છે મહારાજા ! આ નગરમાં ચંદ્રસેન શ્રેષ્ઠી રહે છે તે માટે ખાસ મિત્ર છે. તેને ત્યાં હું રોજ સવારે જાઉં છું પણ આજે સવારે હું જઈ શક્યા ન હતા એટલે બપોરે ગયે, ત્યારે ચંદ્રસેન અને તેનો પુત્ર બંને મેડી ઉપર બેસીને ગુપ્ત મંત્રણ કરતા હતા કે હીરાચંદ શેઠની ડાભલે આપણને ઠીક મળી ગયે. હવે આપણે તેની વ્યવસ્થા કરી દઈએ. આમ વાત ચાલતી હતી તેથી આપને કહેવા આવ્યો છું. મિત્રની વાત મારાથી ન કહેવાય પણ કહેવા જેવું લાગ્યું એટલે કહું છું. હવે આપને ઠીક લાગે તેમ કરે. રૂદ્રસેનની વાત સાંભળીને રાજાને ખૂબ ગુસ્સો આવ્યા. તેમણે કહ્યું–ભાઈ! તું તેની વાત કરે છે? મારા રાજ્યમાં ચંદ્રસેન જે કઈ સદાચારી અને સત્યવાદી માણસ નથી. એકદી ચેરી કરે ખરો? ઉત્તમકુળમાં જન્મેલો ને સંસ્કારી માણસ નીતિ વિરૂધ્ધ કાર્ય કરે ? આ વાત મારા માનવામાં આવતી નથી, તારી ભૂલ થતી હશે. મારે તારી વાત સાંભળવી નથી. ચાત્યે જા અહી'થી.
રૂદ્રસેને કહ્યું-સાહેબ! આપ માને ન માન આપની મરજીની વાત છે, પણ મારી વાત સો ટકા સાચી છે. એ મારો મિત્ર છે. હું મુદ્દાસરની વાત કહું છું ને આપ કહે છે કે ઉચ્ચકુળમાં ઉત્પન્ન થયેલે માણસ આવું ન કરે. તે શું સારી ચીજમાં પણ ખરાબ ચીજ ઉત્પન્ન નથી થતી? જે તળાવમાં કમળ જેવા સુગંધીદાર પુષ્પ થાય છે તે તળાવમાં શું કીડા ઉત્પન્ન નથી થતા? હું પણ માનતા હતા કે ચંદ્રસેન સજન અને શાહુકાર છે પણ શું લફમી લેભ નથી કરાવતી ? છતાં મારી વાત આ૫ને સાચી ન લાગતી હોય તે આપણે એને કયાં ચાર ઠરાવી દીધું છે. એને ત્યાં તપાસ કરાવે. જે માલ મળે તે વાત સાચી માનજે. નહિતર શાહુકાર છે એ શાહુકાર જ છે ને ! રાજાના મનમાં થયું કે ચંદ્રસેન ચેરી કરે તે માણસ નથી. આ વાત મારા