________________
૪૨
શારદા દર્શન
મહેલે લઈ આવ્યો ને ગુપ્ત રીતે આ નવી રાણી શું કરે છે તે બતાવ્યું. રાણીની પ્રાર્થના અને અંતરના ઉદ્ગારે સાંભળીને બધી રાણીઓ સ્તબ્ધ બની ગઈ. અહો ! આપણે તેના ઉપર કેટલી ઈર્ષ્યા કરીએ છીએ ત્યારે એ આપણા ઉપર કેટલો બધે. નેહ અને આદર ભાવ રાખે છે. અંતે એ બધી રાણીઓ તેના ચરણમાં પડીને માફી માંગે છે, ત્યારે તે પટ્ટરાણીએ કહ્યું-બહેન! તમે મારા વડીલ છે, ગુણના ભંડાર છે, તમારે મારી માફી માંગવાની કે ચરણમાં પડવાનું ન હોય.
બંધુઓ ! આ દષ્ટાંત ઉપરથી આપણે એ સાર ગ્રહણ કરવાને છે કે ચિત્રકારની પુત્રી હોવા છતાં એનામાં કેવા ગુણે હતા! ગરીબની દીકરી પટરાણી પદ પામી છતાં પિતાના આત્માને કે ગુણેમાં સ્થાપી રાખ્યું હતું જેથી એને પસ્તાવાને વખત ન આવ્યું. બીજી રાણીએ તેના ઉપર બેટી ઈર્ષ્યા કરતી હતી પણ તેના ગુણેની પીછાણ થતાં બધાએ તેની માફી માંગી. એક ગુણી આત્મા ઘરમાં આવે તે બધાના જીવન સુધારે છે. આ ચિત્રકારની દીકરી હતી છતાં તેનામાં કેટલું ખમીર હતું! કેવી બુદ્ધિ અને ગુણે હતા. કૃણ વાસુદેવ આવા ગુણવાન અને વિનયવંત હતા, દેવકીમાતાને ઉદાસ જોઈને તેમના દિલમાં ખૂબ દુખ થયું. માતાને ઉદાસીનતાનું કારણ પૂછ્યું ને માતાએ ઉદાસીનતાનું કારણ દર્શાવ્યું. હવે કૃષ્ણજી દેવકીમાતાની ચિંતા દૂર કરવા માટે શું વિચાર કરશેને માતાનું મન શાંત કરવા માટે કેવું આશ્વાસન આપશે તેના ભાવ અવસરે.
ચરિત્ર – દમયંતી ભયંકર જંગલમાં નવકારમંત્રનું સ્મરણ કરતી ચાલી જાય છે. ત્યાં માર્ગમાં ભયંકર રાક્ષસ જે. ભલભલાની છાતી ફાટી જાય તે તે રાક્ષસ હતો પણુ દમયંતી તે નવકારમંત્રનું સ્મરણ કરતી ઉભી રહી. તે રાક્ષસ દમયંતીની સામે આવીને ઉભે રહ્યો ને પૂછયું કે તું કયાં જાય છે? ઉભી રહે, આજે તે મને ખૂબ ભૂખ લાગી છે. એટલે તને ખાઈને મારી ભૂખ મટાડીશ, ત્યારે દમયંતી સિંહણ ગર્જના કરે તેમ ગર્જના કરીને બેલી મને અડીશ તે તું ભસ્મ થઈ જઈશ. દમયંતીની ગર્જના સાંભળીને રાક્ષસના પગ ધ્રુજવા લાગ્યા. તે ચરણમાં પડીને કહે છે હે માતા! મેં તને ખાવાને વિચાર કરીને તારી ઘર અશાતના કરી છે. મને માફ કર. હવે હું તારા ઉપર પ્રસન્ન થયે છું. દમયંતીએ કહ્યું- હે રાક્ષસ! જે તું મારા પર પ્રસન્ન થયા હોય તે હું પૂછું તેને મને જવાબ આપ કે મારા પતિને મેળાપ મને કયારે ને કયાં થશે? રાક્ષસ કહે છે માતા! જે દિવસે તારો પતિ તને તજીને ગમે છે તે દિવસથી બરાબર બાર વર્ષે તારા પિતાને ત્યાં જ તારા પતિનું મિલન થશે. આ સાંભળીને તેને ખૂબ આનંદ થયો. બાર વર્ષ પછી પણ પતિ મળશે ને? દમયંતીએ તેને કહ્યું, મારા પતિના સમાચાર આપીને તે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. તું મારા ઉપર પ્રસન્ન થયો છું તે તારે હવે કઈ મનુષ્યને મારે નહિ તે નિયમ છે. ત્યાં રાક્ષસે નિયમ લીધે અને તેનું દિવ્યરૂપ પ્રકાશિત