SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ થારા દર્શન ઉંઘતી છેડી દીધા પછી તેનું શું થયું તે વાત જાણે છે? આપ કેણ છો ને કયાંથી આવે છે? બ્રાહણે કહ્યું, હા, હું એ વાત જાણું છું. નળરાજાના ગયા પછી દમયંતીએ રાત્રીના છેલ્લા પ્રહરમાં એક સ્વપ્ન જોયું કે પિતે એક ઘટાદાર સુંદર આંબાના વૃક્ષ ઉપર ફળ લેવા માટે ચઢી. ત્યાં એક હાથીએ આવીને તે આંબાના ઝાડને ઉખાડી નાંખ્યું ને પિતે ઝાડ ઉપરથી નીચે પડી ગઈ. સ્વપ્ન પૂરું થતાં તેણે જાગીને જોયું તો તેના પતિ નળરાજાને જોયાં નહિ એટલે ભયથી વિહ્વળ બનીને ચારે તરફ પતિને શોધવા લાગી. નળરાજા કયાંય ન મળ્યા. ત્યારે ખૂબ રડવા લાગી ને બોલવા લાગી નાથ ! આપે મને એકલી મૂકી તે મૂકી પણ આવા સર્પથી ભરેલા ગાઢ જંગલમાં મૂકી દીધી! વળી પાછો એના મનમાં વિચાર આવ્યું કે મારા નાથ મારા માટે પાણી લેવા ગયા હશે, અગર કઈ વનદેવી કે વિદ્યાધરીએ તેમનું હરણ કર્યું હશે ! બાકી મારા પતિ મને એકલી મૂકીને જાય નહિ. એમ વિચાર કરીને ખૂબ શોધ કરી પણ પતિ મળ્યા નહિ, ત્યારે જંગલમાં બેસી એકલી કરૂણ સ્વરે વિલાપ કરવા લાગી. એના વિલાપથી જંગલી પશુઓ તેની સાથે રડવા લાગ્યા. ખૂબ રડયા પછી હૈયું હળવું થયું. તેને મનમાં વિચાર આવ્યો કે મારા પાપકર્મનો ઉદય થયું છે. આજે મને જે સ્વપ્ન આવ્યું છે તે ઉપરથી લાગે છે કે મને મારા પતિનું મિલન નહિ થાય. મારા પતિએ મને જંગલમાં નિરાધાર મૂકીને જે કાર્ય કર્યું છે તેવું કાર્ય કઈ પણ વિવેકી આત્મા નહિ કરે પણ એમને કેઈ દેષ નથી, દેષ મારા કર્મો છે. નહિતર તેમને એવી બુધ્ધિ સુઝે નહિ. કર્મને દેશ આપતી દમયંતી આગળ ચાલી જાય છે પણ એક દુઃખ થયું કે મારા પતિ મને છોડીને ગયા તે શું મારે કેઈ અપરાધ હશે! કે મારા ઉપરથી તેમને પ્રેમ ઉતરી ગયો હશે આમ વિચાર કરતી હતી ત્યાં એના વસ્ત્રના છેડે પતિદેવે લખેલા અક્ષરો યા. એણે વાંચ્યા, વાંચીને ખૂબ આનંદ થયે. અહે ! મારા નાથે એમને મુશ્કેલી ન પડે તે માટે મને છેડી છે. બાકી મારા પ્રત્યે એમને પ્રેમ છે. એમણે પોતાના હાથે લખ્યું છે કે વડના ઝાડની જમણી બાજુએ જઈશ તે તારા પિયરને રસ્તે આવશે, ને કેશુડાના ઝાડથી દક્ષિણ તરફના રસ્તે કેશલાપુરી આવશે. તારે જ્યાં જવું હોય ત્યાં જજે, એમની કેટલી કરૂણાદષ્ટિ છે! એણે વિચાર કર્યો કે પતિ વિના સાસરે જવું તે સતી સ્ત્રીઓને માટે મુશ્કેલી ભરેલું છે, અને આવી સ્થિતિમાં પિયર જવું તે પણ બરાબર નથી. છતાં અત્યારે મારા માટે પિયર જવું તે જ શ્રેયકારી છે. એમ વિચારીને દમયંતી પિયરના રસ્તે ચાલી મેલા ને ફાટેલા વ છે, માથાના વાળ છૂટા છે, પતિના વિરહથી દુખી, બનેલી દમયંતી ભયથી ઉતાવળી ઉતાવળી ચાલી જતી હતી. સિંહને જોઈને હાથી શા.-૬૦
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy