________________
શારદા દેશન
४६७
સયમ અને તપ એ ત્રણ પ્રકારે ધમ ખતાન્યેા છે. મન, વચન અને કાયાથી કાંઈ પણ જીવની હિંસા કરવી નહીં, બીજા પાસે કરાવવી નહિ ને હિંસા કરનારને અનુમાદન આપવું નહિ તેનું નામ અહિંસા છે. દરેક જીવ પ્રત્યે કરૂણાભાવ આવે ત્યારે અહિં સા ધમ નુ પાલન કરી શકાય છે. મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહાદિ પાપાને પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરવા, પાંચ ઇન્દ્રિઓનેા સયમ, ચાર કષાયને ત્યાગ અને મન-વચન-કાયાથી અશુભ પ્રવૃત્તિઓને ત્યાગ એ સંયમ છે, અને તપ એટલે શુ? इच्छा निरोधस्तपः।” ઈ ચ્છાઓના નિરોધ કરવા એટલે દુષ્ટ ઈચ્છાઓને રોકવી તેનું નામ તપ છે. જેનાથી ઈન્દ્રિઓ કાબૂમાં રહે, મન સ્વસ્થ અને સ્વચ્છ બને તે સાચા તપ છે. તપ એ કર્મને ક્ષય કરવાનું સાધન છે. આવેા ઉત્તમ માનવ ભવ પામીને આત્મકલ્યાણ કરવા માટે આવા અહિંસા, સયમ અને તપ રૂપી ધર્મીમાં અનુરકત નવુ. જોઈએ.
66
જે ધર્મીના સ્વરૂપને સમજ્યાં છે તેવા દેવકીમાતા નેમનાથ ભગવાનનાં દર્શન કરીને આવ્યા, પછી વિચાર કરે છે કે “ ધળજો ખં તો અમ્માશો।” તે માતાઓને ધન્ય છે તે કૃતપુણ્ય છે, સુલક્ષણી છે કે પેાતાના બાળકને ખેાળામાં સૂવાડીને દૂધપાન કરાવે છે, દૂધપાન કરાવતાં બાળકને માથે વહાલભર્યાં હાથ ફેરવે છે. બાળક પણ કાલી ઘેલી ભાષા ખેલીને માતાને આકર્ષિત કરે છે કે મા! મને ભૂ પીવું છે. પછી માતા તેને પાણી પીવડાવે છે, પોતાના હાથે ખવડાવે છે, દૂધ પીવડાવે છે. ખાળક કહે કે મા! આ મને નથી ખાવું. ખીજું આપ, એટલે માતા ખિજાઈ જાય છે, ત્યારે તે તે!તડી ને મીઠી ભાષા ખાલીને માતાને ખુશ કરે છે. પછી માતા એને ઉંચકીને, ખેાળામાં બેસાડીને છાતી સાથે દખાવે છેને પેાતાના કમળ જેવા કેમળ હાથ ખળકના શરીરે ફેરવે છે. આ રીતે અનેક પ્રકારે પેાતાના સંતાનને બાલક્રીડા કરાવવાને લ્હાવા લે છે. “ ગઢાં બંધના પુના ’ હું અધન્ય છું, અપુણ્ય છું, મેં પુણ્ય કર્યુ” નથી તેથી હું મારા સાત સાત પુત્રામાંથી એક પણ પુત્રની બાલક્રીડાના આનંદને અનુભવ કરી શકી નથી. આ પ્રકારે દેવકીજી ખિન્ન હૃદયથી વિચાર કરતા ઉદાસ થઈને બેઠા હતા. ત્યાં શું બને છે? “તળ कण्हे वासुदेवे हाए जाव विभूलिए देवईए देवीए पायबंदए हव्वमागच्छइ । ” દેવકીમાતા સંતાપથી ઝુરતા ઉદાસ થઇને શય્યામાં બેઠા હતાં ત્યાં કૃષ્ણવાસુદેવ રનાનાદિ કરીને સારા વસ્ત્રાલ કારાથી શરીરને વિભૂષિત કરીને માતા દેવકીને પાવંદન કરવા માટે તેમના મહેલેથી નીકળ્યા.
39
મધુએ ! જરા વિચાર કરો. આ કૃષ્ણ વાસુદેવ જેવા તેવા પુરૂષ નથી. ત્રણ ખંડના સ્વામી હતા છતાં વિનય કેટલા! આજે તે ત્રણ ઓરડાના ધણીને ફાંકાનેા પાર નથી. જે જનેતાએ જન્મ દીધા અને જે પિતાએ પાલનપેાષણ કર્યું તેમને પગે લાગતાં શરમ આવે છે. કૃષ્ણવાસુદેવ જ્યારે દેવકીમાતાના મહેલે આવવાના હાય ત્યારે દેવકીજી પાતાના મહેલ શણગારતા, અને મહેલના દરવાજે રાહ જોઇને ઉભા રહેતાં કે હમણાં મારે લાલ