SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન થાય છે. અડ્રેમ કરે તે કોડ વર્ષના અને ચાર તથા પાંચ ઉપવાસ કરે તે કોડાનકોડ વર્ષના નારકના પાપનો નાશ થાય છે. તે સિવાય બીજી રીતે વિચારીએ તે પણ તમાં કેટલું લાભ થાય છે ! એક ઉપવાસ કરે તે એકજ ઉપવાસને લાભ થાય છે. એકી સાથે બે ઉપવાસના પ્રત્યાખ્યાન લે તે પાંચ ઉપવાસને નફ, એકી સાથે અઠ્ઠમના પચ્ચખાણ કરે તે ૨૫ ઉપવાસનો, ચાર ઉપવાસના પ્રત્યાખ્યાન લે તે ૧૨૫ ઉપવાસને, પાંચ કરે તે ૬૨૫ ઉપવાસને લાભ થાય છે. એવી રીતે એક એક ઉપવાસમાં આગળ વધતાં પાંચ પાંચ ગણે નફે થાય છે. તમને બધાને નફાને વહેપાર ગમે છે. પેટને ધંધે ગમતું નથી. તે આ તપમાં મહાન લાભ રહેલો છે. અત્યારે કંઈક આત્માઓ એકી સાથે અઠ્ઠાઈના પ્રત્યાખ્યાન લઈ લે છે. બંધુઓ તપમાં તે કેટલી શક્તિ છે! કપાયન ઋષિએ ક્રોધમાં આવીને દ્વારકા નગરીને નાશ કરવાનું નિવાણું કર્યું હતું. તે મરીને દેવ થયે અને દ્વારકાને નાશ કરવા માટે ઝઝૂમીને રહ્યો હતો પણ જ્યાં સુધી દ્વારકા નગરીમાં તપ સાધના ચાલી અને ઓછામાં ઓછું એક પણ ત૫ રહ્યું ત્યાં સુધી દ્વારકાને પ્રજવલિત કરી ન શકો. બાર બાર વર્ષો વીતતાં એક દિવસ એ ગોઝારો આવી ગયો કે તે દિવસે દ્વારકામાં કઈ પણ પ્રકારનું તપ ન હતું, તેથી આંખના પલકારામાં દેવે દ્વારકાને ભડકે બળતી કરી મૂકી. (અહીં પૂ. મહાસતીજીએ કપાયન ઋષિએ કેવી રીતે નિયાણું કર્યું, દ્વારકા કેવી રીતે નાશ કરી અને દ્વારકાની પરિસ્થિતિ કેવી સજણ તે બધી વાત કરૂણરસથી પિણ કલાક સુધી રજુ કરી હતી. જે સાંભળતા દરેક શ્રોતાઓની આંખે અશ્રુભીની બની હતી, અને છેવટમાં પૂ. મહાસતીજીએ એ ટકોર કરી હતી કે તપમાં કેવી શક્તિ છે. જ્યાં સુધી દ્વારકામાં તપ રહ્યો ત્યાં સુધી કે પાયમાન થયેલા દેવનું પણ કંઈ ચાલી શક્યું નહિ. માટે દરેક ઘરમાં અવશ્ય થડે પણ તપ હવે જોઈએ, તપ વગર પુરાણ કમેને નાશ થતો નથી. એ રીતે તપનું સુંદર મહાભ્ય સમજાવ્યું હતું. તેમજ આજના પ્રસંગે બા. બ્ર. શેભનાબાઈ મહા. ઉપવાસને સિદ્ધિતપ, અને બા. બ્ર. હર્ષિદાબાઈ મહા. મા ખમણ જેવી ઉગ્ર સાધના કરી રહ્યા છે ને બા. બ્રચંદનબાઈ મહા. માસખમણને ભાવથી આગળ વધી રહ્યા છે. તે ત્રણે મહાસતીજીને આશીર્વાદ આપતાં ફરમાવ્યું હતું કે આ૫ તપમાં ખૂબ આગળ વધે, જ્ઞાન, ધ્યાન, ચારિત્ર સહિત તપની સાધના કરી કર્મની નિર્જરા કરે ને તમારી આત્મસાધનામાં સ્થિર બને) છ શાંતિ. હવે થોડીવાર પાંડવ ચરિત્ર કહું છું. ચરિત્ર - નળરાજા અને દમયંતી રાણું વનવગડાની વિષમ વાટે ચાલ્યા જાય છે. ક્યારેક દમયંતી ખૂબ થાકી જાય અને તરસથી આકુળ વ્યાકુળ થતી ત્યારે નળરાજા તેને કઈ વૃક્ષ નીચે બેસાડી દૂર દૂર પાણી લેવા માટે જતા ને પાંદડાનો પડો બનાવી તેને માટે પાણી લઈ આવતાં. પાણી પીને થાક ઉતારી આગળ ચાલતાં અને રાત પડતાં
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy