SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ શારદા દર્શક यदा बि मेति संसारात् , मोक्ष प्राप्ति च काक्षसि।। तदिन्द्रिय जयं कर्तुं, स्फारय स्फार पौरुषम् ॥ જ્યારે જીવ સંસારથી ભય પામે છે અને મોક્ષની ઈચ્છા કરે છે ત્યારે સર્વપ્રથમ ઈન્દ્રિયને વિજેતા બને છે. શત્રુ ઉપર વિજય મેળવે રહેલો છે પણ ઈન્દ્રિો ઉપર વિજય મેળવવું મુશ્કેલ છે. જે મોક્ષ પ્રાપ્તિની ઈરછા હોય તે ઈન્દ્રિય પર વિજ્ય મેળવે. કર્મની જઈને તેડવા માટે આપણા ભગવાને તેમજ શ્રેણીક રાજાની કાલીઆદિ દશ રાણુઓ એ કે અઘોર તપ કર્યો હતે ! અને ઈન્દ્રો ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતે, તેમ મારે અને તમારે પણ ઈન્દ્રિ ઉપર વિજય મેળવવાની જરૂર છે. આજે આપણું મહાન ભાગ્યોદયે બેરીવલી સંઘના આંગણે ત૫ મહોત્સવને અર્પવ અવસર આવ્યું છે. દિનપ્રતિદિન અવિરત ધારાથી પૂ. મહાસતીજીના મુખેથી વહેતી પવિત્ર વાણીના અમૃત ઘૂંટડા પી રહ્યા છે. જેના પ્રભાવે રીવલી સંઘમાં કદી પણ નહિથયેલા ચૌદ ચૌદ માસખમણની ઉગ્ર તપશ્ચર્યા થઈ છે. તેના કળશ રૂપે આપણે આંગણે ત્રિપુટી મહાસતીજીઓની તપ સરિતા વહી રહી છે. આજે બા. બ્ર. પૂ. શોભનાબાઈ મહાસતીજીને સિદિધતપની અને બા.બ્ર. પૂ. હર્ષિદાબાઈ મહાસતીજીને મા ખમણની ઉગ્ર સાધના પરિપૂર્ણ થઈ છે. હર્ષિદાબાઈ મહા. એ આ અગાઉ પાંચ પાંચ માસખમણ કરેલાં છે. આજે છઠું માસખમણ પૂર્ણ થયું છે, અને બા. બ્ર. પૂ. ચંદનબાઈ મહાસતીજીને આજે ૧૭મે ઉપવાસ છે. તેમને આગળ વધવાના ભાવ છે. કુમારી બહેન વર્ષાને આજે કામો ઉપવાસ છે. તેને પણ આગળ વધવાના ભાવ છે, આવા ઉગ્ર તપવઓને આપણા હજારો ધનવાદ છે. જેને મેક્ષમાં જવાની લગની લાગી છે તે આવી કઠીન સાધના કરી શકે છે. આટલા માટે કહ્યું છે કે “ક્ષહિત્રિય જ્ઞાતું” ઈન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરે. ઈન્દ્રિો ઉપર વિજય મેળવવા માટે ભગીરથ પુરૂષાર્થની જરૂર છે. લકુ ભી ખાના ઔર મેક્ષ ભી જાના” તેમ નહિ બની શકે. આપણી વાત તે એવી છે કે લાડવા ખાતાં ખાતાં મોક્ષ મળે તે લે છે. તેમ નહિ મળે. મોક્ષ મેળવવા માટે પ્રચંડ પુરુષાર્થ કરે પડશે. ઉંચા પહાડ ઉપર રહેલા મેટા પથ્થરને તેડવા માટે દારૂગેળાની જરૂર પડે છે, તેમ કર્મરૂપી પહાડને ભેદવા માટે તપ ત્યાગ રૂપી દારૂગોળાની જરૂર છે. મેક્ષ મંઝીલે જલદી પ્રયાણ કરવા માટે અમારા ત્રણ ત્રણ મહાસતીજી કર્મની ભેખડે તેડવા આવી ઉગ્ર સાધના કરી રહ્યા છે. એ તપસ્વીઓ આથી પણ વધુ ઉગ્ર તપની સાધના કરી, કર્મના કચરા બાળી, આત્માને વધુ તેજસ્વી બનાવે, આવી સાધના કરવાનું બળ તેમને મળે તેવી શાસનદેવને પ્રાર્થના. વિશેષ ભાવ પૂ. મહાસતીજી ફરમાવશે. બને મહાસતીજીના તપમહોત્સવ પ્રસંગે બા. બ્ર. પૂ. વસુમતિબાઈ મહાસતીજીનું પ્રવચન
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy