SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ४४९ શારદા દર્શન એણે નળરાજાના શરીર ઉપર જે વસ્ત્રો હતા તે પણ એક મર્યાદા પૂરતું વસા રાખીને ઉતારી લીધા. નળરાજા ચાલવા લાગ્યા. પ્રજાજનેને નળરાજા ઉપર ખૂબ પ્રેમ હતા. નળરાજાની આ દશા જોઈ પ્રજામાં હાહાકાર મચી ગયો. પ્રજાજનો ધારા આંસુએ રડવા લાગ્યા. દમયંતી રાણી પણ નળરાજાની પાછળ જવા માટે તૈયાર થઈ, ત્યારે કુબેરે કહ્યું હે દમયંતી ! મેં તને જુગારમાં જીતી લીધી છે. તું એની સાથે નહિ જઈ શકે, ત્યારે પ્રજાજનોએ પડકાર કરીને કહ્યું-આપ મહારાણીને રાજા સાથે જતાં કેમ અટકાવે છે? આ મહારાણી દમયંતી સાચી સિંહણ છે. સિંહણના પતિ બનવું હોય તે સિંહ બનવું પડશે. તમારા જેવો મૃગલે સિંહણને પતિ બનવાની ઈચ્છા રાખતે હોય તે તમારું મોત થઈ જશે. જો તમારે જીવતા રહેવું હોય તે સતી દમયંતીને પ્રણામ કરે ને તેને રથમાં બેસાડીને નળરાજા સાથે વનમાં મોકલે. નળ અને દમયંતી વનની વાટે જતાં જનતાને કરૂણ વિલાપ” :કુબેરે જાણ્યું કે પ્રજા વિફરી છે. એ મને જીવતે નહિ મૂકે, એટલે તેણે દમયંતીને પ્રણામ કર્યા ને બેસવા માટે રથ આગે. ત્યારે નળરાજાએ કહ્યું કે જેણે મારા અંગ ઉપરથી વસ્ત્રો ઉતારી લીધા છે. તેવા ક્રર કુબેરના રથની મારે શી જરૂર છે? નળરાજાઓના પાડી એટલે રથને પાછો મેકલી દીધે. નળરાજા અને દમયંતી રાણી વનની વાટે જવા રાજમહેલમાંથી નીકળ્યા ત્યારે તેમના નેકર-ચાકર, દાસ-દાસીઓ કરૂણ સ્વરે રડવા લાગ્યા. એના બગીચામાં રમતા હંસલા, મૃગલા, મેના, પોપટ, કબૂતર વિગેરે પક્ષીઓ રડવા લાગ્યા, ત્યારે દમયંતી કહે છે તે નિર્દોષ મૃગલાઓ ! નાચતાં મેરલાઓ ! ક્રીડા કરતી મેનાઓ મારા આંગણામાં રમતા કબૂતરો ! એ મારા પિપટો ! વાવડીના હંસલાઓ ! મને મારા પતિની સાથે જવાની આજ્ઞા આપે. દમયંતીના આવા કરૂણ શબ્દો સાંભળીને નગરની સ્ત્રીઓનાં હૃદય ભેદાઈ ગયા ને કરૂણ સ્વરે કલ્પાંત કરવા લાગી. પ્રજાને કુબેર પ્રત્યે તિરસ્કાર” :- નગરના સ્ત્રી પુરૂષે રડતાં રડતાં કહે છે કે અમારા પવિત્ર મહારાજાની આ દશા કરનાર કૃર વિધાતા! તને ધિક્કાર છે. હે વિધાતા! જે તારે આવું કરવું હતું તે પછી તે નળરાજાને ભરતાર્ધપતિ બનાવીને શા માટે આવા સુખ આપ્યા? જેમણે કદી ઉગતા કિરણેને સ્પર્શ કર્યો નથી તેવા કમળ નળરાજા અને દમયંતી રાણી વનવગડામાં સૂર્યના પ્રચંડ તાપ કેવી રીતે સહન કરશે? રાજા કુબેરને તે હજારો વાર ધિક્કાર છે. આવા પવિત્ર આત્માઓને કષ્ટ આપીને પિતાની સંપત્તિ કયાં સુધી સ્થિર રાખી શકવાનો છે? જેમણે કુબેરને પિતાના પુત્રથી અધિક સાચવ્યા છે તે પોતાના માતા-પિતા સમાન ભાઈ ભાભીને જંગલમાં કાઢી મૂકે છે તે તે કયાંથી સુખી થવાનું છે? આ પ્રમાણે નગરજને બોલવા લાગ્યા. નળ અને દમયંતી સાથે પ્રજા” : નળ અને દમયંતી રાજભવનને ત્યાગ કરી નગર બહાર આવ્યા. આ વખતે ગરજને, પ્રધાને, મંત્રીઓને આખા નગરની
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy