SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન નમસ્કાર કરીને છ અણગાર બન્યાં હતાં ત્યાં આવ્યાં ને તેમને વંદન કરીને ઉભા રહ્યા. તે અનિમેષ દથિી તમન્ના સામું જોઈ રહ્યા. દર્શન કરતાં તેમનું હૈયું હચમચી ગયું. સંતના દર્શન કર્યા પછી શું બન્યું? “વિતા સિત્તા સામા પugar पप्पु यले यणा वंचुय पडिविखतिया दरिय बल्य बाहा धाराहय कलंबपुप्फगं पिव, समृसिय रोमकूवा ते छप्पिय अणगारे अणिमिसाए दिट्टीए पेहभाणी सुचिरं निरिक्खइ।" દેવકીજી મુનિઓને વંદન કરીને તેમના સામે ઉભા રહ્યા. પુત્રના પ્રેમના કારણે તેમની આંખમાં હર્ષના આંસુ ભરાઈ ગયા. અત્યંત હર્ષ થવાથી શરીર કુલી ગયું. કંચુકીની કસે ખેંચાવા લાગી, અને હાથમાં પહેરેલાં ઘરેણાં, બંગડીઓ, પચી વિગેરે નાના પડવા લાગ્યા. જ્યારે વરસાદ વરસે છે ત્યારે કદંબનું ફૂલ વિકસિત થઈ જાય છે, તેમ દેવકીમાતાનાં શરીરનાં બધા રૂંવાડા પુલકિત થઈ ગયા. તે છ અણગારોને અનિમેષ દષ્ટિથી જોતાં ઘણી વાર સુધી નિરખવા લાગી. સંતેના સામે જોતાં તેની આંખડી ધરાતી નથી. માતાનું વાત્સલ્ય છે ને હૈયાનું હેત છે. એક લેહીની સગાઈ છે એટલે એવું હેત ઉછળ્યું કે કંચુકીની કસે તૂટી ગઈ અને સ્તનમાંથી દૂધ ઝરવા લાગ્યું. શું માતૃપ્રેમ! શું વાત્સલ્યનાં વહેણ! કેવું રહનું નિર્મળ ઝરણું ! દેવકી માતાને હર્ષને પાર નથી. અહો ! આજે મને ભગવાનના મુખેથી સાંભળવા મળ્યું કે હે દેવકી ! આવા પવિત્ર પુત્રને જન્મ દેનારી તુ ભાગ્યશાળી માતા છે. તેં જન્મ દીધું અને સુલશાને ત્યાં ખૂબ લાડકોડથી ઉછર્યા. અહાહા... આજે મને અપૂર્વ આનંદ છે, પણ હું એમને દીક્ષા મહોત્સવ ઉજવવા ભાગ્યશાળી ન બની! હું તેમનું લાલનપાલન ન કરી શકી! આ રીતે ઘણી વાર સુધી સંતના સામે અનિમેષ દૃષ્ટિથી જોઈ રહ્યા. દેવકી માતા મુનિઓને જોઈને જગતને ભૂલી ગયા છે. ઘણી વાર સુધી મુનિઓને નીરખ્યા પણ ઘેર જવાનું મન થતું નથી. હવે મુનિઓને વંદન કર્યા બાદ તેમનાથ ભગવાનના દર્શન કરી ઘેર જશે તેના ભાવ અવસરે. ચરિત્ર - “વિદુરજીની દુર્યોધનને હિત શિખામણ” :- ઉતરાષ્ટ્રના કહેવાથી વિદુરજી દુર્યોધન પાસે આવ્યા ને કહ્યું–હે દુર્યોધન! તું શું ધાંધલ માંડીને બેઠો છે? ઉચ્ચકુળના છોકરાને જુગાર રમવું શોભે? જુગાર નીચ લેકે રમે, રાજકુમાર નહિ. તું કુરૂવંશમાં અંગારે પામે છે. એક અંગારો વનનાં વન સાફ કરી નાખે છે તેમ તું જુગાર રમીને બંને કુટુંબનું નિકંદન કાઢવા ઉઠે છે. મને તે એ ભાસ થાય છે કે તું જુગાર રમીને સુખી નહિ થાય પણ તારા માથે કઈને કઈ વિઘ્ન આવશે. જુગાર રમનારા દુઃખી થાય છે તે શું તું નથી જાણતા ? મને તો કાંઈ સ્વાર્થ નથી. હું તે તારા એકાંત હિતને માટે કહું છું. જે તે સમજી જા તે સારું છે. હજુ મહેરબાની કરીને આ તારો દુષ્ટ વિચાર માંડી વાળ. વિશેષ તે શું કર્યું? જુગાર રમવાથી માણસનું ધન, કીર્તિ, પ્રેમ, મિત્રતા અને ઈજ્જતને નાશ થાય છે.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy