SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન દેવકી મે ના નેમનાથ પ્રભુની વાણી સાંભળીને હદયમાં ઝીલી રહ્યા છે. ભગવાન કહે છે કે હે દેવકી દેવી! હરિણગમેષ દેવ સુલશાની ભક્તિથી તેના ઉપર પ્રસન્ન થઈને તમને બંનેને જે બાળક જન્મતાં હતાં તેની અદલાબદલી કરતો હતે. તું જે સુકુમાલ અને નલકુબેર સમાન તેજસ્વી પુત્રને જન્મ આપતી હતી તેને કોઈ જાતની ઈજા ન થાય તે રીતે સાચવીને સુલશા પાસે મૂકી દેતે હતા, અને તેને મરેલા બાળક જન્મતાં હતાં તે તારી પાસે લાવીને મૂકી દેતે હતે. “ તે તવ જેવા છે તેવા gu પુત્ત પુરના નવાળg” તેથી હે દેવકી ! તારે ઘેર જે છ અણગારે ગીચરી આવ્યા હતાં તેમને જોઈને તને શંકા થઈ હતી કે શું અતિમુકત મુનિના વચન અસત્ય થયા? તો અતિમુકત અણગારનાં વચન સત્ય છે. આ છ અણગારે તારા પિતાના જ પુત્ર છે સુલશાના નથી, પણ આ તે બધી દેવની માયા હતી એટલે સુલશા તે જન્મ આપીને આ પુત્રોને જ જોતી હતી. એટલે તે પિતાના પુત્ર માનતી હતી, અને બાળકોએ પણ સુલશાને જ માતા તરીકે જોઈ છે. તેમને પણ આ વાતની ખબર ન હતી એટલે તેમણે તને એમ કહ્યું કે અમે ભદલપુરી નગરીમાં વસતા નાગ ગાથા પતિ અને સુલશા માતાના પુત્ર છીએ. સુલશાએ એ તારા છએ પુત્રને ખૂબ લાડકેડથી ઉછેર્યા, ભણવ્યા, ગણાવ્યા ને પરણાવ્યા. એકેક પુત્રને શ્રીમંત સુખી ઘરની બત્રીસ બત્રીસ કન્યાઓ પરણવી, અને એકેક બત્રીસ બત્રીસ પ્રકારને દાય લાવી હતી. આવું સુખ છેડીને એક જ વખત ધર્મને ઉપદેશ સાંભળીને વૈરાગ્ય પામી દીક્ષા લીધી. એ મુનિએ તારા પિતાના જ પુત્ર છે. 'तए ण सा देवई देवी अरहओ अरिह अरिष्ठ नेमिस्त अतिए क्षयमटुं सोच्चा fપાનમ દ તુ ગાવ હિથયાં હું રિટ્ટનેમિ ” ત્યાર પછી દેવકી દેવીએ અરહિંત ભગવાન અરિષ્ટનેમિના મુખેથી આ વૃતાંત સાંભળીને તે વાત પિતાના હૃદયમાં અવધારિત કરી. નેમનાથ પ્રભુના મુખેથી આ વાત સાંભળીને દેવકીમાતાનું હૈયું હરખાઈ ગયું. એના સાડાત્રણ કોડ રૂંવાડા ખીલી ઉઠયા. એને હર્ષ અવર્ણનીય હતે. એ તે અનુભવે તેને જ ખબર પડે. દેવકીમાતાનું હૃદય હર્ષથી પુલકિત બની ગયું છે. છ અણગારોના દર્શન કરવા મન તલસી રહ્યું છે, હવે તે છ અણગારોનાં દર્શન કરવા જશે ને ત્યાં શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર - પાંડેને વિનાશ કરવાની વિચારણું – દુર્યોધન પાંડવોની ત્રાધિ જોઈને જતી રહે છે. તેણે તેની વરાળ તેના પિતા તરાષ્ટ્ર રાજા પાસે કાઢી. દુર્યોધનની વાત સાંભળીને ધૃતરાષ્ટ્રનું લેહી ઉકળી ગયું. કારણ કે તેમને પાંડવે પ્રત્યે ખૂબ પ્રેમ અને માન હતું. ધૃતરાષ્ટ્ર કે સહન હુઆ નહીં, વહ બોલા ઉસવાર, રે કુપાત્ર! તેરે વિચારકે, વારંવાર ધિક્કાર શ્રોતા
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy