________________
૪૧૮
સારા દર્શન
બા. બ્ર. હર્ષિદાબાઈને આજે ૨૬ ઉપવાસ છે. અને બા. બ્ર. ચંદનબાઈને ૧૨ ઉપવાસ છે. તપસ્વીઓના તપ સાથે આપ તપમાં જોડાવ. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૫૩ હિ. શ્રાવણ વદ ૩ ને બુધવાર
તા. ૩૧-૮-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! અનંતજ્ઞાની મહાન પુરૂષોએ ઉગ્ર સાધના કરી, કર્મના કડાકા બેલાવી કેવળજ્ઞાનની જાતિ ઝળકાવ્યા પછી દ્વાદશાંગી સૂત્રની રચના કરી. તેમાં આઠમું અંગ અંતગડ સૂત્રને ગજસુકુમાલને અધિકાર ચાલે છે. હાલ તે દેવકી માતા નેમનાથ પ્રભુની પાસે શંકાનું સમાધાન કરવા માટે આવ્યા છે તે વાત ચાલે છે. અહીં તે ખુદ સર્વજ્ઞ ભગવંત બિરાજે છે, પણ ભગવાનનાં સામાન્ય સંત સમાગમ મનુષ્ય કરે તે પણ તેનું જીવન સુધરી જાય છે. આપણુમાં કહેવત છે ને કે “સંગ તેવો રંગ” અને “સબત તેવી અસર” જે માણસ જેવા માણસોના સંગમાં રહે છે તેની તેને અસર થયા વિના રહેતી નથી. સારા માણસના સંગમાં રહે તે સારી અસર થાય ને ખરાબ માણસના સંગમાં રહે તે ખરાબ અસર થાય છે. જડ વસ્તુને પણ સારી કે નરસી સેબતની અસર થાય છે. તે માણસને સોબતની અસર થાય તેમાં શું નવાઈ? પાણીની કઈ કિંમત બેસતી કે ઉપજતી નથી પણ પાણીને જે દૂધ સાથે ભેળવી દેવામાં આવે છે તે દૂધના ભાવે વેચાય છે. ધી કરતાં તેલની કિંમત ઘણી ઓછી છે છતાં ટેપરાનું તેલ જે ઘીમાં ભળી જાય ત્યારે તે ઘીના ભાવે વેચાય છે. કાંકરાની કંઈ કિંમત ઉપજતી નથી પણ જે તે કાંકરા ઘઉંમાં ભળી જાય છે તો તે ઘઉંના ભાવ તળાય છે, તેવી રીતે કપાસમાં ઝાકળનું પાણી, માખણમાં મેંદે વિગેરે હલકી કિંમતની વસ્તુઓ કિંમતી વસ્તુઓ સાથે ભળે છે ત્યારે તે ઉંચા ભાવે વેચાય છે, આ શેનો પ્રભાવ છે? સારી સોબતના કારણે એની કિંમત વધી જાય છે, પણ જે તે ખરાબ વસ્તુ સાથે ભળે તો કિંમતમાં ઘટાડો થાય છે. આવી જડ વસ્તુઓને જ્યારે સેબતની અસર થાય છે ત્યારે માનવીને તે થાય જ ને ! પશુ પક્ષીને પણ સંબતની અસર થાય છે. જુઓ, એક ન્યાય આપું.
એક વાઘરી જંગલમાંથી એક જ પિટના બે બચ્ચાને પકડી લાવ્યા. એક બચ્ચું સજજનને ત્યાં અને બીજું બચ્ચું દુર્જનને ત્યાં વેચ્યું. સજજનને ત્યાં ગયું તેને સારા સંસ્કાર પડયા, અને દુર્જનને ત્યાં ગયું તેને ખરાબ સંસ્કાર પડયા. એક વખત પેલા વાઘરીને વિચાર થયે કે પિપટના બનને બચ્ચા હવે મોટા થયાં હશે તે લાવ એક વખત હું તેને જોઈ આવું. પહેલું બન્યું જેને ત્યાં વેચ્યું હતું ત્યાં