SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ શાહ કથન તેણે રાજાને પૂછ્યું, પિતાજી ! આપ આટલા બધા ઉદાસ કેમ રહે છે ! ત્યારે રાજાએ હીરાની વાત કરી. કુમાર કહે છે પિતાજી! ચિંતા ન કરે. હું ગમે તેમ કરીને હીરે શેધી આપીશ. કુમારે શેઠના ચારેય પુત્રને કહ્યું કે હું દશ દિવસમાં તમારે હીરે મેળવી આપીશ, પણ તમારે દશ દિવસ હું કહું ત્યાં જુદા જુદા સ્થાને રહેવું પડશે. શેઠના પુત્રોએ કહ્યું. ભલે, તમે જેમ કહેશે તેમ અમે કરીશું. રાજકુમારે ચારે ભાઈઓને જુદા જુદા ઉતારા આપ્યા. છ દિવસ તે વીતી ગયા. કુમાર હિરાની શોધમાં” – સાતમે દિવસે કુમારે રાજપૂતને વેશ પહેર્યો ને પાણીદાર ઘોડા ઉપર બેસીને ઘણે દૂરથી કોઈ અજાણ્યા મુસાફર આવતો હોય તે દેખાવ કર્યો, અને સૌથી મોટા અનંગપાલને ઉતારો હતે ત્યાં તે આવ્યા. ત્યાંના પટાવાળાને રાજકુમારે પહેલેથી કહી રાખ્યું હતું એટલે અંદર જવા દીધે. આ ઉતારામાં અનંગપાલ અને અજાણ્યા મુસાફર તરીકે રાજકુમાર એ બે જ હતાં. રાજકુમારે અજાણ્યા મુસાફર તરીકેનો ડેળ કરતાં કહ્યું –ભાઈ! આજે તે ખૂબ થાકી ગયો છું, પણ તમે અહીં છે તે સારું છે અને કંપની મળશે. બાકી હું ઘણીવાર આવું છું પણ એકલા રાત લાંબી થઈ પડે છે. આમ અલકમલકની વાત કરીને તેની સાથે બેસવા ચાલવાને પરિચય વધાર્યો, ને કહ્યું ચાલે, આપણે બંને છીએ તે ચેપાટ રમીએ. શેઠને પુત્ર કહે છે ચાલે, ત્યારે આજે મને પણ આનંદ આવશે. છ દિવસથી હું એકલે પડી ગયે છું. કામધંધા વિના મારો ટાઈમ પસાર થતું નથી. આમ કહી બંને ચોપાટ રમવા બેઠા. રમવાને બરાબર રંગ જામ્યો હતો. ત્યાં કુંવરના પગની લાત વાગતાં કેડીયું પડી ગયું ને દી બુઝાઈ ગયો. રંગમાં ભંગ પડે. ઉતારાને રખેવાળ કુમારની ચેતવણી મુજબ બહાર ચાલ્યો ગયો હતો. આ બંને જણ સૂઈ ગયા ને સવાર પડતાં રાજકુમાર રવાના થઈ ગયે. આઠમે દિવસે બીજા નંબરના અને નવમા દિવસે ત્રીજા નંબરના ભાઈના ઉતારે રાજકુમાર ગયો ને પહેલાની જેમ અજાણ્યો થઈને ગયે ને ચેપાટ રમે પણ હીરાને પત્તો લાગે નહિ. કુમારની યુક્તિથી પકડાયેલે સાચે ચેર - છેવટે દશમે દિવસે ચેથા ભાઈના ઉતારે આવ્યા ને ત્યાં રોપાટ રમવા બેઠો. બરાબર રંગ જામ્યો એટલે કુમારને પગ અડતાં કેડીયું પડી ગયું ને દી બુઝાઈ ગયો. આ કુંવર જાણીને કરતે હતું. દીવે ઓલવાઈ જતાં રખેવાળને બૂમ મારી પણ આવ્યો નહિ. એટલે કુમાર બેલી ઉઠે કે આ ઉતારાને રખેવાળ કયાંક ચાલ્યા જાય છે. રાજાએ બે રખેવાળ રાખવા જોઈએ. આપણી રમતને રંગ જામ્ય ને આ ભંગ પડી ગયે. હવે શું કરીશું? ત્યારે શેઠના પુત્રે કહ્યું-મિત્ર ! તમે તેની ચિંતા ન કરો. હું હમણાં અંધકાર દૂર કરું છું. એમ કહીને તેણે કેડે કપડામાં લપેટીને બાંધેલે હીરો છેડીને બહાર કાઢો, ને જમીન ઉપર મૂક એટલે પ્રકાશ, પ્રકાશ પથરાઈ ગયે. રાજકુમારે હીરાના વખાણ
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy