SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ શાહ શેન ને પંદર દિવસ સુધી ઉગ્ર સાધના કરી. એમણે રાજમહેલ, વૈભવ, પત્ની વિગેરેના રાગને ત્યાગ કર્યો એટલું જ નહિ પણ શરીરના રાગને કેટલે ત્યાગ કર્યો! સંયમ લઈને શરીર સામું જોયું નથી, ચાર માસી, છ માસી, બે માસી વિગેરે ઉગ્ર તપની સાધના કરી. આવા તપમાં ભગવાનનાં પારણાના દિવસ કેટલા? બોલે મગનભાઈ! ત્રણસો ઓગણપચાસ દિવસ આટલા સમયમાં પણ કેટલા ઉપસર્ગો આવ્યા? સંગમદેવ સૂઝતા આહાર પણ હોય તે અસુઝતા કરી નાખે, માર્ગમાં ઢીંચણ પ્રમાણ રેતીના ઢગલા કરે, એટલે ચાલતાં પગ ભરાઈ જાય, માર્ગમાં કાંટા વેરે આવા ઘણું ઉપસર્ગો આપ્યા તે સમતા ભાવે સહન કર્યા. ભરવાડે કાનમાં ખીલા નાંખ્યા છતાં ચીસ પાડી નથી એક વખત ભગવાન ધ્યાનમાં ઉભેલા હતાં ત્યારે પૂર્વભવની વૈરી કટપૂતના દેવીએ વગર અનિએ શરીરની ચામડી બાળી નાખે તેવી હિમવર્ષા વરસાવી છતાં સમભાવે સહન કરી. સાડાબાર વર્ષને પંદર દિવસ સુધી ભૂખ-તરસ અને ઉજાગરા વેઠયા આ બધું કષ્ટ ભગવંતે શા. માટે સહન કર્યું તે સમજાય છે ને ? આવી અઘોર સાધના કરી જગતના જીવે ઉપર કરૂણાને ધોધ વહાવીને અનેક જીને બળતા દાવાનળ જેવા સંસારમાંથી બહાર કાઢયા. જે ભગવાન વૈભવના ઢગલા ઉપર બેસી રહ્યા હતા અને સત્તાના શિખરે બેસી હકુમત ચલાવી હત, સુંવાળી શામાં આળોટયા હતા તે જગત તેમને ઓળખત નહીં પણ ભગવાને સંસારને દુઃખને દાવાનળ માનીને ત્યાગ કર્યો તે આપણે તેમને ઓળખ્યા. તે હવે તમે સમજે. તમને હવે સંસારમાં દુઃખ દેખાય છે? જ્ઞાની પુરૂષ કહે છે કે સંસારમાં સુખ શેાધવું એટલે કાંકરા પીલીને તેલ કાઢવા જેવી મૂર્ખાઈ છે. કાંકરા પીલે તેલ મળે ખરું ? “ના”. તે ભૌતિક સાધનામાં તમે સુખ શોધો છો તે મળે ખરું ? સુખ ભૌતિક સાધનામાં કે સુંવાળા વિષય ભેગમાં નથી પણ સાચું સુખ તે આત્મામાં છે. જે સુખ પ્રાપ્ત થયા પછી સંસારના સુખની આશા (તૃણુ) રહેતી નથી. આત્મસુખ મળતાં ભવભ્રમણને અંત આવી જાય છે. આપણે મહાન પુરૂષોના જેવી કઠોર સાધના કરી શકતા નથી પણ મહાન પુરૂષોના જીવનને યાદ કરી તેમના સુકૃત્યની અનુમોદના અને આપણાં દુષ્કૃત્યની નિંદા કરીએ તે પણ આપણું જીવનમાં આરાધનાને નવો ઉત્સાહ જાગે. આ તે મેં તમને મહાવીર પ્રભુની વાત કરી પણ આગળના શ્રાવક પણ આરાધનામાં કેવા દઢ અને શ્રદ્ધાવાન રહ્યા છે. જો તમે શ્રધ્ધા મજબૂત રાખશે તે અવશ્ય તમારું કામ થશે. આત્માના માર્ગમાં શ્રદ્ધા વગર આગળ વધાતું નથી. સંસારના કાર્યમાં શ્રધ્ધા રાખે છે તે કાર્યમાં સફળ બને છે. અહીં એક દ્રષ્ટાંત યાદ આવે છે. એક શ્રીમંત શેઠને અનંગપાલ, મહીપાલ, ધનપાલ, અને જયપાલ નામના ચાર પુત્ર હતાં, સમય જતાં શેઠ વૃધ થયાં એટલે બધી મિલકત, ઘરબાર વિગેરે સરખે
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy