SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ શા દર્શન એમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી. જે છે તે જ છે. નવું કંઈ નથી. ત્યાં સુધી સાચા સૌંદર્યની પિછાણ ન હતી ત્યાં સુધી દેહને સૌંદર્યનું સાધન માનતે હતે. ચર્મચક્ષુ ચામડીના સૌંદર્યને ચાહે છે જ્યારે જ્ઞાનચક્ષુ આત્માના સૌંદર્યને ચાહે છે. સૌંદર્યનું સત્ય સ્વરૂપ સમજાયું એટલે દેહ પ્રત્યેને રાગ, મમત્વ અને તેના પર આનંદ આપમેળે છૂટી ગયો ને આત્માનુરાગ પ્રગટ થયો. કેશાને પણ મુનિના આત્મસ્પર્શી રહસ્યભરી વાતને સાર સમજાતાં કેશા વેશ્યા મટી સતી બની. મુનિના સત્સંગથી કેશા વેશ્યાએ સતીત્વને શણગાર સજે ને સાચી શ્રાવિકા બની. આ છે ચારિત્રને પ્રભાવ. ચતુર્ગતિની અંદર આત્મા અનંતકાળથી રખડી, વિષને આધીન બની તેણે સંસારને વધાર્યો છે. જેનો આત્મા પવિત્ર બન્યા હેય ને અંતરાત્મા રણકાર કરતે હોય તેવા આત્મા બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરવા તત્પર બને છે. સર્વ પર્વતેમાં મેરૂ પર્વત સર્વ નદીઓમાં ગંગા-સિંધુ નદી, સર્વ પ્રાણીઓમાં બળવાન સિંહ, સર્વ વૃક્ષમાં કલ્પવૃક્ષ શ્રેષ્ઠ છે તેમ સર્વ વ્રતમાં બ્રહ્મચર્ય એ સર્વ શ્રેષ્ઠ છે. બ્રહ્માર્ચયમાં એ તાકાત છે કે બ્રહ્મચારી આત્માને જોતાં કામીના કામ વિકાર પણ પીગળી જાય છે. ખાનદાન પ્રતિષ્ઠિત, લક્ષાધિપતિ શેઠને દીકરે ઈલાચી કુમાર નટડીની પાછળ ગાંડે બને ને તેની સાથે લગ્ન કરવા તૈયાર થશે. નટ કહે તમે અમારી નટ કન્યાને કયારે પરણી શકે કે નટ બનીને નાચે, રાજાને રીઝવીને પૈસા મેળવે ને અમારી વાત જમાડે પછી અમે નટકન્યાને પરણાવીએ. એક નટકન્યાને પરણવા દૂધ ચેખાને ખાના, છત્ર પલંગમાં પિઢનારે ઈલાચી વહાલા માતા પિતાને અને સર્વ સુખોને ત્યાગ કરી ઘર છોડી ચાલી નીકળે. આટલે ત્યાગ જે તેણે આત્મા માટે કર્યો હોત તે તેનું કલ્યાણ થાત, અને માતા પિતાની આબરૂ વધારત, પણ મોહદશા ભયંકર છે. ઈલાચી નાચવાની કળા શીખી ગયે. હવે રાજાને રીઝવીને ઈનામ લઈને નટકન્યા પરણવી છે. આ નટ કન્યા ઉપર રાજા મોહિત થાય છે. ઈલાચી દેર ઉપર ચઢ છે. નર ઈચ્છે છે રાજાનું ધન અને રાજા ઈચ્છે છે નટકન્યા, ઈલાચી દેર ઉપર નાચી રહ્યો છે. ત્રણ વાર ચઢ ને ઉતર્યો પણ ઈનામ મળતું નથી. ત્યાં શું બન્યું? સામા ઘરમાં પંચ મહાવ્રતધારી ત્યાગી મુનિને ગૌચરી કરતાં જોયા. સૌંદર્યવંતી ને રૂપવંતી કન્યા મુનિને ગૌચરી વહેરાવી રહી છે. છતાં મુનિ તેના સામું દષ્ટિ પણ કરતાં નથી. આ દશ્ય દેર પર નાચતાં ઈલાચીએ જોયું, અને મનમાં વિચાર કરવા લાગ્યા કે જ્યાં આ મુનિ ! અને કયાં મારી દશા ! હું કયાં ભૂલ્યો? ત્યાગી આત્માના સમાગમથી, તેમના દર્શનથી પણ વિષયેના વિષ ઉતરી જાય છે. જેમ સર્પ અને નોળિયે સામસામા લડે છે ને ડંખે છે ત્યારે લડતાં લડતાં નોળીયે એક કળા વાપરીને જ્યાં નોરવેલનું ઝાડ છે ત્યાં પહોંચી જાય ને નેવેલ સુંઘી લે. નોરવેલ સુંઘવાથી સર્પના ઝેર ઉતરી
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy