SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ શાહા હાથમાં વીતરાગ વાણીના રસનો સ્વાદ ચાખ હેય તે તેના મુખેથી વીતરાગ વાણીનું સતત શ્રવણ કરે. એ પણ ચિત્તની એકાગ્રતા પૂર્વક અને અંતરના આદર પૂર્વક કરે. શ્રવણ કરીને આવ્યા પછી તેના પર વિચાર કરતાં શીખે. ચિંતન અને મનન કરતાં શીખે. જે આ પ્રમાણે કરશે તે શ્રવણને સાચે રસ પેદા થશે. શ્રવણ કર્યા પછી વિતરાગ પ્રભુની આજ્ઞાનુસાર આચરણ કરવાની તીવ્ર અભિલાષા જાગૃત થશે. વીતરાગ વચનમાં શ્રધ્ધા કરીને તેને ટકાવી રાખવા માટે શ્રવણ અને આચરણ આ બે પ્રકારની રૂચી કેળવવી પડશે. | નેમનાથ ભગવાન દેવકીજીને કહે છે હે દેવકી ! એ સુલશા ગાથાપની હરિણગમેષી દેવની ખૂબ રસપૂર્વક ભક્તિ કરતી. એની ભક્તિ કર્યા પહેલાં તે અન્ન પાણી લેતી ન હતી કે સંસાર વ્યવહારની કોઈ પણ ક્રિયા કરતી ન હતી. નાહી ધોઈ સ્વચ્છ બની સ્વચ્છ વસ્ત્ર પહેરીને હરિણગમેલી દેવની સેવાભક્તિનું કામ પૂર્ણ કર્યા પછી બધું કરતી હતી. આજે અમે તમને કહીએ કે તમે એટલે નિયમ કરે કે સવારમાં ઉઠીને એક સામાયિક કર્યા પહેલાં તમારે બીજું કંઈ કામ કરવું નહિ. ત્યારે તમે કહી દેશો કે અમારે તે ઉડતા વેંત ચા-દૂધ જોઈએ પછી બીજી બધી વાત. પણ હું તમને પૂછું છું કે તમે ખૂબ મૂંઝવણમાં આવી ગયા તે વખતે કોઈ સંતે કહે કે દેવાનુપ્રિયા ! ધર્મ કરે. ધર્મ કરવાથી શાંતિ થશે. પ્રતિજ્ઞા લે કે સામાયિક કર્યા વિના અન્નપાણી લેવા નહિ કે સંસારનું કઈ કામ કરવું નહિ અને રોજ નવકારશી અવશ્ય કરવી. બોલે, આ વખતે તમે શું કરો ? નિયમનું પાલન પ્રેમથી કરે ને ? કયાં ગઈ તમારી મુશ્કેલી? વિચાર, વીતરાગી સંતને આત્મા તરફનું લક્ષ હોય છે. કઠોર કમેને ખપાવવા માટે તેઓ ભયંકરમાં ભયંકર મુશ્કેલીઓ વેઠે છે. “સંત પુરૂષની આત્મ જાગૃતિ” – એક સંત ખૂબ આત્મલક્ષી હતા. મેક્ષમાં જતા આત્માને અટકાવનાર વિદને ટાળવા માટે તેમણે પ્રમાદને ત્યાગ કર્યો હતે, તે રાત-દિવસ આત્મા માટે જાગૃત રહેતા હતાં. રખેને કઈ રાગ, દ્વેષ, કોધ, માન, માયા, લેભરૂપી લૂંટારાઓ પ્રવેશી ન જાય તે માટે ખૂબ સાવધાન રહેતા. એક વખત એ સંતના મનમાં વિચાર આવ્યું કે સ્થાનકમાં રહીને સંયમનું પાલન કરું છું તેના કરતાં હવે જંગલમાં કે કઈ પહાડ ઉપર અગર ગુફામાં જઈને ધ્યાન કરું. કારણું કે પરિષહ આવે મારામાં ક્ષમાં રહે છે કે નહિ તે ખબર પડે. આવા વિચારથી સંત ગાઢ જંગલમાં એક વૃક્ષ નીચે ધ્યાન કરીને ઉભા રહ્યા. આ સમયે નજીકના શહેરના રાજાએ જંગલમાં શિકાર કરવા માટે આવ્યા છે. તેમણે સંતને જોયા. સંતને જોઈને તે મનમાં બેલી ઉઠયા કે આ સાધુડાએ તે નવરા છે. એમને કંઈ કામ ધંધે છે? મસ્તાના થઈને જંગલમાં રખડે છે ને પાછા એમ કહે છે કે અમે તે કેઈના ઉપર ક્રોધ ન કરીએ, કેઈને કટુ વચન ન કહીએ, તે લાવ આજ જેઉં એમની ક્ષમા,
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy