SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન કલ્પ સમુદ્રવિજય, કૃષ્ણ, બળદેવ બધા દ્વારિકા ગયા. આ સમયે દુર્યોધન આદિ કૌર પણ જવાની રજા માંગવા આવ્યા ત્યારે પાંડુરાજાએ કહ્યું કે તમે તે ઘરના દીકરા કહેવાઓ. આ પ્રસંગે પધાર્યા છે તે વધુ રોકાઓ ને આનંદ કરો. દુર્યોધન અને પાંડવો વચ્ચે વવાયેલા ઝેરનાં બીજ” :- પાંડુરાજાના કહેવાથી દુર્યોધન રોકાઈ ગયે પણ પાંડેની ઉન્નતિ તેનાથી સહન થતી નથી. અહા ! પાંડનું આટલું બધું માન? એમની આગળ તે હું કંઈ નથી. તે અંદર ઈર્ષ્યાથી બળતું હતું. ઉપરથી પાંડ સાથે પ્રેમભર્યું વર્તન કરતું હતું પણ હૈયામાં હલાહલ ઝેર ભર્યું હતું. નિવારે મહુતિદતિ તુ વિર દાદન કયારે પાંડવોને વિનાશ કરું. મનમાં એવું ચિંતવ્યા કરતો હતે. - હવે એક દિવસ મણીચૂડે બનાવેલા સભાગૃહમાં સી બેઠા હતાં. ત્યારે દુર્યોધને તેના પરિવાર સાથે સભામાં પ્રવેશ કર્યો. નવીન સ્ફટિકમય ફરસબંધ જમીનને પાણી સમજીને દુર્યોધને કપડાં ઉંચા લીધા. ત્યાં એવી રચના કરેલી હતી કે જયાં જમીન હેય ત્યાં પાણી દેખાય ને પાણી હેય ત્યાં જમીન દેખાય. જમીન હતી ત્યાં પાણી છે એમ સમજીને દુર્યોધને કપડા ઉંચા લીધા એટલે નોકર હસવા લાગ્યા, અને જયાં જમીન સમજીને ચાલ્યા ત્યાં પાણીમાં લપસી પડશે. તેના કપડા ભીંજાઈ ગયા. ત્યારે દુર્યોધને સરોવરમાં કમળ લેવા ગયે હોય તે દેખાવ કરવા લાગ્યા. આ જોઈને ભડવીર ભીમ ખડખડાટ હસી પડયા. ધર્મરાજા ગંભીર હતાં તે ન હસ્યાં. તેમણે નવા કપડા મંગાવીને દુર્યોધનને કપડા બદલવાનું કહ્યું. આ સમયે તેના હૈયામાં કોઈને દાવાનળ ભભૂકી ઉઠે છે. તે કપડા બદલીને આગળ ચાલ્યા ત્યાં ઉંચી જમીનને નીચી સમજીને પગ મૂક્યો એટલે પડી ગયે, ત્યારે અર્જુન હસવા લાગ્યા. ખુલ્લા દ્વારને રત્નનાં ચળકાટથી બંધ સમજીને દુર્યોધન પાછો ફર્યો ત્યારે નાના સહદેવ અને નકુળ ખડખડાટ હસી પડયા ને બેલ્યા, અરે, મોટાભાઈ! તમે જુઓ તે ખરા. આ દ્વાર બંધ નથી પણ ખુલ્લું છે. તમે કયાં પાછા ફર્યા! આ સમયે ઉપર ઝરૂખામાં બેઠેલી દ્રૌપદી મુખ મચકેડતી બેલી ઉઠી કે “આંધળાને દીકરા આંધળા જ હોય ને ” અામ તે દુર્યોધન અંદરથી બળી રહ્યો હતે, તેમાં તે પડી ગયો તેથી બધા હસ્યા એટલે તેના અંતરમાં ક્રોધની જવાળાઓ ભભૂકી ઉઠી. તેમાં અધૂરામાં પૂરું દ્રોપદી વિના વિચાર્યું આવા કવેણ બેલી. આ શબ્દોએ જેમ કે માણસ ઘા ઉપર મીઠું ભભરાવે તે કેવી બળતરા ઉઠે તેવી તેના દિલમાં બળતરા શરૂ થઈ. તેના મનમાં થયું કે આ નાના છોકરા જેવા સહદેવ નકુળે પણ મારી કેટલી મજાક ઉડાવી. ભીમ અને અર્જુન પણ કેટલા અભિમાની બની ગયા છે કે મેં સહેજ કપડા ઉંચા લીધા તેમાં હસવા લાગ્યા ને તેમની પત્ની દ્રૌપદીએ તે બેલવામાં બાકી રાખી
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy