SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૯ રન શારદા કેળવીને માક્ષના સુખને મેળવી શકે છે. આઠમુ અંતગઢ સૂત્ર એ વીતરાગ પ્રભુની વાણી છે. એમાં અલૌકિક ભાવા ભરેલાં છે. વીતરાગ વાણી રે પાવનકારી....હાં રે એ તો પાપીને પુનીત કરનારી રે... વીતરાગ પ્રભુની વાણી પાપીમાં પાપી ક્રૂર મનુષ્યેાના 'હૃદયનું પરિવર્તન કરે છે. પથ્થર જેવા કઠોર હૃદયના માનવીને પણ પીગળાવી નાંખે છે. આપણે જે અધિકાર ચાલે છે તેમાં દેવકીરાણી તેમનાથ ભગવાનની વાણી એક ચિત્તે સાંભળી રહ્યાં છે. તેમનાથ ભગવાન કહે છે કે હે દેવકી! એ નાગ ગાથાપતિની પત્ની સુલશા જ્યારે કુવારી હતી ત્યારે તેને માટે જ્યાતિષીએ ભાખેલું કે આ દીકરી મરેલા પુત્રને જન્મ આપશે. આ સાંભળીને તેને દુઃખ થયું અને તેનુ નિવારણ કરવા માટે તેણે રણુગમેષી દેવની પ્રતિમા બનાવીને તેના ઘરમાં સ્થાપના કરી. તે દરરેાજ વહેલા ઉઠીને પહેલાં સ્નાન કરતી હતી. સ્નાન કરીને શુદ્ધ મનતી હતી ત્યારબાદ ૩જી પહેસરિયા મહાદ પુ ષળ જીરૂ, રિલ્લાનાજીપાચનક્રિયા પળમ ક્ ત પછા સાત્ત્વિક્ યા નિહારેડ્ થા ।” પશુ પક્ષી આદિ પ્રાણીઓને માટે અન્ન વગેરે ભાગ જુદો કાઢવા રૂપ ખલીક કરતી તથા દુઃસ્વપ્ના આદિ દોષ નિવારક મષી તિલકાદિ રૂપ કૌતક મંગલ કૃત્ય કરતી. પછી ભીની સાડી પહેરીને રિગમેષી દેવનું પૂજન, અર્ચન વિધી કરીને પ્રણામ કરતી. પૂજાપાઠ કરીને દેવને પ્રાર્થીના કરતી હતી કે હૈ દેવ! આપ તે અવધિજ્ઞાની છે. મારા લગ્ન પછી મને કેવું કષ્ટ આવવાનુ છે તે આપ જાણેા છે. મને મરેલા સતાનાનેા જન્મ થશે તેા લેાકેા મને એમ કહેશે કે આ મૃતવધ્યા છે તે હે દેવ ! મારું એ કષ્ટ તમે દૂર કરો. એમ ભીની સાડી પહેરીને એક ચિત્તે પ્રાના કરતી હતી, ત્યાર પછી તે આહાર નિહારાદિ ક્રિયાઓ કરતી. દેવને પ્રાના કર્યાં પહેલાં તે સંસારનું કોઈ કાર્ય કરતી ન હતી. દેવાનુપ્રિયા ! જુએ, સુલશા સ'સારના સુખ માટે કેટલુ કરે છે! દરેક સ`સારી જીને સંસારનું સુખ પ્રિય હોય છે. સંસારનું સુખ મેળવવા અને દુઃખનું નિવારણું કરવા માટે તપ, જપ, નિયમ, ભક્તિ વિગેરે થાય તેટલાં વાના કરે છે, પશુ એટલુ જો આત્મકલ્યાણ માટે કરે તેા એનું દુઃખ ટળી જાય; વિઘ્ન ટળે ને સુખ મળે, એવા ધમાં ચમત્કાર છે, પશુ ધર્માં કેને ગમે છે? ધાવહૂણા છત્ર સંસારમાં દુઃખથી આકુળ વ્યાકુળ થાય છે ને સુખ શોધવા જતાં ને ત્યાં ફાફાં મારતા હેય છે. છતાં તેને સુખ મળતુ નથી ને દુઃખ ટળતું નથી, દુઃખથી અકળાયેલા 'માનવી સંતેાની પાસે આવીને એના હૈયાની વરાળ કાઢે છે, ત્યારે સંતે તેને સાચે રાહ બતાવે છે. સતના સમાગમ કરવાથી ધર્માં વહેંણા માનવીનું જીવન ક્ષગુવારમાં પલ્ટાઈ જાય છે. કોઇ એક ગામમાં એક શેઠ ખૂબ ધનવાન હતાં. શૈભવ વિલાસનાં સાધના અને સપત્તિના પાર ન હતા. ગામમાં તેમની આમરૂ ઘણી હતી. કુટુ ખ પરિવાર વિશાળ
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy