SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન ૩૮૭ શૂરવીરતા ને ભુજબળથી શત્રુઓ પ્રભાવિત થયા, અને તેમને યશ ખૂબ વૃદ્ધિ પામે. પ્રજાજને ખૂબ આનંદથી રહેવા લાગ્યા. આ રીતે થેડે સમય રાજય ચલાવ્યા પછી યુધિષ્ઠિરને દિવિજય કરવાની ભાવના થઈ. એટલે તેમણે પિતાના પિતાજી પાંડુરાજાની પાસે તે ભાવના વ્યક્ત કરી. પાંડુરાજાએ આજ્ઞા આપી એટલે સૈન્ય તૈયાર કરી ધર્મરાજા દિવિજ્ય કરવા જવા તૈયાર થયા. ત્યારે ચારે ભાઈઓએ યુધિષ્ઠિરને પ્રણામ કરીને કહ્યું–મોટાભાઈ! જ્યાં કિરણોથી અંધકાર નાશ થતો હોય ત્યાં સૂર્યને જવાની જરૂર નથી, તેમ આપના નાના ભાઈ એ યુદ્ધમાં પ્રવિણ છે. કેઈથી ન છતાય તેવા અજેય દ્ધા છે. માટે આપને જવાની જરૂર નથી. આપ અહી ખુશીથી રહે. અમે યુદ્ધ કરવા માટે જઈએ છીએ. ભાઈએએ ખૂબ કહ્યું એટલે યુધિષ્ઠિરે રજા આપી અને ચારે દિશામાં ચાર ચાર ભાઈઓને મોકલ્યા. યુધિષ્ઠિરની આજ્ઞાથી ચારેય ભાઈઓ મેટા સૈન્ય સાથે માતા-પિતાના આશીર્વાદ લઈને ચાર દિશામાં ગયા. ભીમ પૂર્વ દિશામાં ગયે. તમે જાણે છે ને કે ભીમનું બળ કેટલું હતું? એ ચાલે તે ધરતી ધ્રુજતી હતી. તમે એક તણખલું ઉપાડે ને ભીમ મોટું ઝાડ ઉપાડે તે સરખું વજન લાગે. એવા ભડવીર ભીમે સૈન્ય લઈને પૂર્વ દિશામાં જઈને અંગબંગ, કલિંગ, પંચાલ, લાટ વિગેરે દેશને છતી વિજય દવજ ફરકાવ્યું. અને ગંગાસાગર સંગમ પર જયસ્થંભ રોપી બધા રાજાઓને પિતાને તાબે કરીને સેના સહિત ક્ષેમકુશળ ભીમ હસ્તિનાપુરમાં પહોંચી ગયે. અને દક્ષિણ દિશામાં ગયા હતા. અને ધનુર્વિદ્યામાં પ્રવિણ હતું. એટલે બાણથી પિતાની કીતિની વૃદ્ધિ કરતે આગળ વધતું હતું. તેણે મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગ, કેરલ, વિદર્ભ, દ્રાવિડ વગેરે દેશના રાજાઓ ઉપર વિજય મેળવ્યું, અને તબંધ રામેશ્વરમાં જ્યર્થંભ રોપીને લાટ, કોંકણ અને કુંતલ વિગેરે દેશ ઉપર વિર્ય મેળવી હસ્તિનાપુર પાછા આવી ગયા. નકુલને પશ્ચિમ દિશામાં મોકલ્યો હતો. પિતાના યશરૂપી પુપેની સુગંધથી પૃથ્વીને સુગંધિત બનાવતા નકુલ સેરઠ દેશ તરફ ગયા. ત્યાં દ્વારકા નગરીના પ્રજાજનેના મુખેથી. કૃષ્ણના ગુણગ્રામ સાંભળતે કરછ દેશ તરફ ગયે. કચ્છ, યવન, શક, પંજાબ, સિંધ વિગેરે દેશને જીતીને નકુલ હસ્તિનાપુર આવી ગયે. ઈન્દ્ર સમાન પરાક્રમી સહદેવ ઉત્તર દિશામાં ગયો હતો. ત્યાં તેણે લેકે પિતાના પરાક્રમથી કેબેજ, માલવ, કાશમીર, હૂણ વિગેરે દેશોને જીતી ત્યાં વિજ્યસ્થંભ રોપી હસ્તિનાપુર આવી ગયા. આ ચારે ભાઈએ જ્યાં જ્યાં ગયા ત્યાં તેમને સંગ્રામ ખેલવા પડયા નથી કે ખૂનખાર યુદ્ધ કરવા પડયા નથી. જયાં જઈને ઉભા રહે ત્યાં તેમનું તેજ જઈને સામેથી તે રાજાએ તેમને નમી તાબેદારી સ્વીકારી
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy