SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ન. ૪૮ દ્વિ, આવણુ સુદ ૧૧ને બુધવાર તા. ૨૪-૮-૭૦ સુજ્ઞ બંધુએ, સુશીલ માતા ને બહેના ! અનંત જ્ઞાની, ક્ષમાના સાગર, મહાન પુરૂષા ફરમાવે છે કે હું જીવે ! જો તમને દુઃખ નથી ગમતું તે। દુઃખના કારણેાના ત્યાગ કરો. દુ:ખ કયાંથી આવે છે તે જાણા છે ? જ્ઞાની પુરૂષા કહે છે કે “ દુઃસું પાપાત્ર સુવું ધર્માં ” પાપકર્મનું આચરણ કરવાથી દુઃખ મળે છે ને ધર્મનું આચરણ કરવાથી સુખ મળે છે. જો સુખ જોઇતું હોય તે પાપકર્મનું આચરણ અંધ કરે. જે મનુષ્યા ધના સ્વરૂપને સમજે છે તે પાપ કરતાં અટકે છે. ધમીષ્ટ જીવેને સ'સારના સુખમાં આનદ આવતા નથી. કદાચ આ સુખ ચાલ્યુ' જાય તે તે રડતાં નથી કે ગભરાતા નથી. આવી જેમની સ્થિતિ હાય છે તેવા જીવા ધના સ્વરૂપને સમજ્યા ગણાય. ધર્મના સ્વરૂપને સમજેલા જીવા સુખમાં લીન ન અને ને દુઃખમાં દીન ન બને. દુઃખ એ આપણી પેાતાની ભૂલનું ફળ છે. સુખના રાગ વિના છત્ર પાપ કરતા નથી. આત્માના સુખ આગળ સ`સારના સુખ તુચ્છ છે. એમ સમજાઈ ગયા પછી કદાચ સ'સારનુ' સુખ ભાગાવલી ક્રમના ઉદયથી ભે!ગવવું પડે તે ભાગવે પણ તેમાં આનંદ ન હેાય. અન!સકત ભાવ હાય તેનું નામ વિરાગ છે. તમારે વીતરાગ મનવુ છે ને ? જો વીતરાગ ખનવુ હોય તેા અંતરમાં વિરાગને ચિરાગ પ્રગટાવવા પડશે. અ'તગડ સૂત્રના અધિકાર ચાલે છે. ભગવાન નેમનાથ દેવકીજીની શંકાનું સમાધાન કરતાં કહી રહ્યા છે કે નાગ ગાથાપતિની પત્ની સુલશા જ્યારે કુવારી હતી ત્યારે જયાતિષીએ એના લક્ષણ જોઈને કહ્યું કે આ કરીને પરણ્યા પછી જે સતાન થશે તે મરેલાં જન્મશે. આ સાંભળીને સુલશાના મનમાં ખૂબ દુઃખ થયું. અહો ! મને મરેલા પુત્રા જન્મશે? હું છતે સંતાને મૃતવંધ્યા કહેવાઇશ ? આવું દુઃખ મારાથી સહન નહિ થાય. હું પહેલેથી એ દુઃખને! નાશ કરવાને ઉપાય શેાધી લઉં ! હજી તેના લગ્ન થવા નથી, કુંવારી છે છતાં સ ́સાર સુખને કેટલા મે!હ છે! જીવતા સ ́તાનેાની માતા બનવાના એને કેટલા બધા કેડ છે! એ દુઃખનુ' નિવારણ કરવા માટે એક ઉપાય શેયા. તે કયા ઉપાય શેાધ્યા તે સાંભળે. “ तए णं सा सुलसा बालप्प મતિ દળનમેલી ટ્રેલ મત્તા વિવસ્થા ।” ત્યારપછી તે સુલશા ખાલપણથી હિરણગમેષી દેવની ભકત બની ગઈ એટલે કે તે હરિણગમેષી દેવની ભક્તિ કરવા લાગી. 'એ ! સ`સારના સુખને માટે માણસ કેટલી ભક્તિ કરે છે! પણ આત્મા માટે આટલી ભકિત કરતા નથી. આત્મકલ્યાણ માટે જો આરાધના કરે તેા તેના ખેડા પાર થઈ જાય. તે સંસાર સાગરથી તરી જાય. આજે તમને ધર્મારાધના કરવાનુ કહેવામાં આવે તે કહેા છે કે મને ટાઈમ નથી, પણ જયારે અંતરથી સાચી જિજ્ઞાસા જાગશે કે મારે સંસાર સાગરથી તરવું છે તે માટે મારે ધર્મારાધના અને ભગવાનની
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy