SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ જાદા દર્શન સમજી લેજો. માનવી ખધા ગુણાને એક ઝપાટે હાંકીને કાઢી મૂકે છે પશુ અંદર બેઠેલા અહુને કાઢી શકતા નથી. ઘણીવાર તમે અનુભવ્યુ હશે કે અહંકારથી અક્કડ બનેલા માનવીને કાઈ સાચી હિતશિખામણ આપે તે પણ રૂચતી નથી. એના જીવનમાં રહેલા સદ્ગુણેા અહંકારના તાપથી પહાડમાંથી પડતાં ઝરણાંની જેમ સૂકાઈ જાય છે. પહાડમાંથી પડતું ઝરણું હમેશા ઉંચેથી પડાતુ નીચે આવે છે અને તાપમાં તપતુ' વરાળ થઇને ઉડી જાય છે, તેમ અહંકારનો સ્પ થતાં જીવનમાં રહેલા વિનયાદિ સદ્ગુણેા નીચે ગબડતાં જાય છે અને તે અહંકારના તાપથી ખળીને ખાખ થઇ જાય છે. પેલા શેઠના વિનયવંત દીકરાના દિલમાં પણ અહુકારનો સ્પર્શ થયા. પિતાની હિતશિખામણ તેને કટ કટ જેવી લાગી. રાજ પિતાના ભેગા જમતા હતા પણ પિતા સાથે સ્હેજ ઝઘડા થતાં કહે છે કે આજે હું તમારા ભેગા જમવા બેસવાનો નથી. ખાપ તેા સાગર જેવા ગભીર અને સ્યાદ્વાદને સમજનારા હતા. એટલે એમ વિચાર કર્યાં મારા પાપકર્મનો ઉદય થયેા છે. જમવાનો સમય થતાં અને દુકાનેથી ઘેર આવ્યા. દીકરે ખાપથી જુદી બેઠો ત્યારે ખાપે વિચાર કર્યો કે એ ભલે, અભિમાનના માંચડે ચઢયા પણ મારે એના જેવુ થવુ' નથી. ખાપ થાળી, વાટકા, પાટલેા ખધુ' લઇને દીકરાની પાસે ગયા. જઈ ને કહે છે બેટા ! તારે મારા ભેગા જમવા ન એસવુ હોય તે કાંઈ નહિ પણ મારે તારા ભેગા જમવા બેસવુ' છે. ખાપ સામેથી દીકરાના ભેગા જમવા બેઠા. આપની સરળતા જોઇને દીકરાનેા અહુ એગળી ગયા ને હતા તેવા વિનયવાન બની ગયેા. ખીજાને સુધારવા હોય તે પહેલાં આપણે સુધરવુ પડે છે. આજે સધમાં, સમાજમાં, ને રાષ્ટ્રમાં જ્યાં જુએ ત્યાં એક બીજા ઝઘડતા હોય છે. તેનું કારણુ અંદર રહેલા અહે‘ભાવતુ પાષણ છે. જો બેમાંથી એક વ્યક્તિ નમતુ મૂકી દે તા કદી ઝઘડા આગળ વધે નહિ. જેમ વલેણુ કરનાર ખાઇ એક ખેંચે તેા ખીજી ઢીલી મૂકે છે તે! માખણ મેળવે છે તેમ ક્રોધીની સામે નમતું મૂકીએ તે ક્ષમાનુ' અમૃત મેળવી શકાય. ભતુર પણ કહે છે કે यदा किंचिज्झोsहं द्विप इव मदान्धः समभवम्, तदा सर्वज्ञोऽस्मीत्य भवद लिप्तं मम मनः । यदा किंचित्किचिद् बुधजनः सकाशादवगतं, तदा मूर्खोऽस्मोति ज्वर इव मदो मे व्ययगतः ॥ જ્યારે હું કઈક જાણતા હતા ત્યારે મારું અહંકારી મન એમ કહેતું હતું કે હું બધુ‘ જાણુ છું. હું જ સČજ્ઞ છું. આ અહંભાવે મારે જ્ઞાન દીપક ખૂઝવી નાંખ્યો ને અધ કારમાં શા.-૪૯
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy