SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ શારદામ ક૭૫ - ધર્મરાજાને રાજ્યભિષેક કરવા માટે પાડુંરાજાએ પિતાના કુટુંબ પરિવારને ભેગે કર્યો અને કૃષ્ણ વાસુદેવ વિગેરે મહારાજાઓને આમંત્રણ આપીને તેડાવ્યા. કારણ કે હવે રાજય ઉપરથી પિતાની સત્તા ઉડાવી યુધિષ્ઠરને સોંપવી છે. પાડુંરાજાના આમંત્રણને સ્વીકાર કરીને ઘણાં રાજાઓ આવી ગયા. પાંડુરાજાએ તેમને સત્કાર સન્માન કર્યો ને જુદા જુદા મહેલમાં ઉતાર આપ્યો. હસ્તિનાપુરની ચારે તરફ રાજાઓના નિવાસસ્થાને ભવા લાગ્યા. આખું નગર તેરણ અને દવજાપતાકાથી શણગારવામાં આવ્યું. જાણે અલ્કાપુરી ન હોય તેમ નગરી શોભવા લાગી. ચારે તરફ સુંદર ઝરીના તંબુ તાણવામાં આવ્યા છે. મંગલ વાજિંત્રે વાગી રહ્યા છે. ગેરડીએ. મંગલ ગીતડા ગાય છે ને પાંડુરાજા યાચકને છૂટે હાથે દાન આપે છે. ધર્મરાજાનાં રાજ્યાભિષેક માટે પાંડુરાજાએ બહારથી કારીગરોને બોલાવીને સુંદર નાન મંડપ બનાવ્યા છે. તેમાં વિવિધ પ્રકારની સુંદર રચના કરવામાં આવી. એ નાનમંડપની વચ્ચે સેનાનાં રતનજડિત બાજોઠ મૂકાવ્યું છે. સ્નાનમંડપની શોભા એટલી સરસ હતી કે જેઈને ભલભલાનાં મન લેભાયા. હવે યુધિષ્ઠરનો રાજ્યાભિષેક કેવી રીતે થશે તે ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૪૭. દ્વિ. શ્રાવણ સુદ ૧૦ ને મંગળવાર તા-૨૩-૮-૭૭ અનંત કરૂણાનિધી, વાત્સલ્ય વારિધિ, જ્ઞાનના પ્રણિધિ વીતરાગ ભગવંતોએ જગતના જીવોના ઉદધાર માટે આગમ વાણી પ્રકાશી. તેમાં અંતગડ સૂત્રના આઠમાં અધ્યયનને અધિકાર ચાલી રહ્યો છે. દેવકીરાણી તેમના અંતરમાં ઉભેલી શંકાનું સમાધાન કરવા માટે તેમનાથ પ્રભુની પાસે આવ્યા છે. ભગવંતે કહ્યું કે “હે દેવકીદેવી! તમારા મનમાં આવા પ્રકારની શંકા થઈ છે ને?” દેવકીએ કહ્યું, “હા, ભગવંત ભગવંતના મુખમાંથી ઝરતા વચનરૂપી પુને પિતાના હૃદયમાં ધારણ કરી દેવકીજી શ્રધા સહિત વિનયપૂર્વક નમ્રતાથી હાથ જોડીને ઉભા છે. બંધુઓ ! દેવકી રાણી વસુદેવ રાજાની પત્ની અને ત્રિખંડ અધિપતિ એવા કૃષ્ણવાસુદેવની માતા છે. આવા રાજાની રાણી અને રાજમાતા હોવા છતાં તેનામાં કેટલે વિનય છે! આજે તે વિનયની બહુ બેટ પડી છે, કહ્યું છે કે "विणओ सव्व गुणाण मूल, सन्नाणंदसणाइण । मोक्खस्स य ते मूलं, तेण विणोओ इह पसत्था ।" .
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy