________________
શારદા દર્શન
૩૭ કાઢવા માટે જીવ પુરૂષાર્થ નથી કરતે, પણ હવે તે તેને કાઢે છૂટકે છે. જ્યારે જીવને કષાયના પરિણામને ખ્યાલ આવશે ત્યારે જરૂર તેને દૂર કરશે. વધુ શું કહું ! કષાય ભયંકર ચેર, ડાકુ, અને લૂંટારુ કરતાં પણ વધુ દુષ્ટ છે. ભાઈ-ભાઈમાં વિરોધ કરાવનાર કષાય છે. ટૂંકમાં આડશીપાડેશી સાથે, નેહી સંબંધી સાથે કલેશ કરાવનાર કષાય છે. કષાય ચંડાળથી પણ વધુ ભયંકર છે. અરે, શાસ્ત્રકાર તે આપણને ત્યાં સુધી સમજાવે છે કે હે જીવાત્મા! તમે સમજો.
અગીયારમાં ઉપશાંત મહ ગુણઠાણે ચઢેલા, જેને વીતરાગી ગુણસ્થાનક કહેવાય છે એ ગુણઠાણે પહોંચેલા મહાન આત્માને પણ કષાય ઠેઠ નીચે પ્રથમ ગુણસ્થાનકે ગબડાવી મૂકે છે. માણસ શિખર પર આરોહણ કરતાં યા પહાડ કે નીસરણી પર ચઢતાં જે ખ્યાલ ન રાખે તો તેની શી દશા થાય છે ? હાડકા ખોખરા થાય છે, ખેપરી રંગાય છે ને લોહીલુહાણ થાય છે. જયારે એક નાના સરખા ચઢાવ પર ચઢતા પણ જે ધ્યાન રાખવામાં ન આવે તે કેવી ભયંકર પરિસ્થિતિમાં મૂકાવું પડે છે! ત્યારે આ તે આત્માનું ચઢાણ છે, મહાચઢાણ છે. માટે જ્ઞાનીઓ કહે છે કે ચઢવું એ દુષ્કર છે. પડનારા તે ઘણાં છે. છતાં જે પાછળથી સમજશે તે પડનારા પણ એક દિવસ ચઢશે, પણ જેણે ચઢવા પ્રયત્ન સરખો કર્યો નથી એ જ્યારે પણ ચઢી શકવાને નથી. જેણે ચઢવાને પ્રયત્ન કર્યો છે તેમાં કેઈ ચઢતાં ચઢતાં કદાચ કર્મવશે પડી જાય, ગબડી જાય તે પણ એક દિવસ એ ચઢશે. પાણીને ઉપર ચઢાવવા માટે પંપ, યંત્ર વિગેરે સાધનની જરૂર પડે છે પણ ઉતારવા માટે નહીં. એવી સ્થિતિ આત્મા માટે છે. ચઢવા માટે તે મહાન પ્રયત્નની જરૂર રહે છે. એવરેસ્ટના શિખરે આરહણ કરનાર તેનસિંગ, શેરપા જેવા એવરેટ વિજેતા ગણાયા અને દુનિયાની દષ્ટિએ અભિનંદનને પાત્ર બન્યા. આત્માના ચઢાણ આગળ આ ચઢાણ સાવ સામાન્ય છે. આત્માના શિખરે અથવા આત્માની પરમેચ્ચ દશાએ પહોંચવું તે સાચે વિજ્ય છે. ભલભલા મલેને ભોંય ભેગા કરનાર, રણ સંગ્રામમાં સામી છાતીએ ઝઝુમનાર, શેરને શિકાર કરનાર અને મમ્મત હાથીને ગંડસ્થળને ભેદનારા અનેક બહાદુરો મળી આવશે પણ વિષય કષાયને જીતનારા વિરલ મળશે. આપણે વિષય કક્ષાના વિજેતા બનવાનું છે.
બંધુઓ ! મહાન જિનશાસન મળવું અત્યંત દુર્લભ છે. માટે વિચાર કરે, જાગો ને આત્માને ઓળખો. શ્રી જિનવાણી રૂપી પાણીથી અંતરને અજવાળી, પાપને પખાળી કર્મોને બાળે. અનાદિની કુટેવોને ટાળી, આત્માની શૈભવશાળી દશાને પ્રાપ્ત કરવા આત્માના ખૂણે ખાંચરે ભરાઈ રહેલા કાર્યોને દૂર કરી ક્ષમાનું સ્વાગત કરે ને વૈરનું વિસર્જન કરે. કારણ કે ખરેખર કષાષના આવેશમાં માણસ ભાન ભૂલી જાય છે. ભૂત જે બની જાય છે, ધમાલ મચાવી મૂકે છે તેથી મગજની ડીગ્રીને પારો વધી જાય છે ને