SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ શારદા દર્શન પર છે. જ્યાં સુધી જીવનમાં ધર્મ જીવતે ને જાગતે છે ત્યાં સુધી જીવન સજીવન રહેશે અને ધર્મ સૂકાઈ જતાં જીવન કરમાઈ જશે. ધર્મ જ એક એવું તત્ત્વ છે કે જે સંયોગ અને વિયોગ, હર્ષ અને શોક, સંપત્તિ-વિપત્તિ, સુખ-દુઃખ વિગેરેના સમયમાં આત્માને સમભાવમાં રાખી શકે છે. માટે જીવનમાં ધર્મને જીવંત રાખજો. ધર્મ એટલે શું? અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પંચશીલનું પાલન કરવું તે ધર્મ છે. આ પંચશીલ જેના જીવનમાં તાણાવાણાની જેમ વણાઈ જાય છે, તેમની વૃત્તિઓ નિર્મળ બને છે. વૃત્તિઓ નિર્મળ થાય એટલે સંગ્રહ ભારરૂપ લાગે ને પરિગ્રહ પાપરૂપ લાગે. જેને ભાર લાગે તે ઉતાર્યા વિના રહે ખરા! જુઓ, તમારા માથે અધિક વાળ વધે તે ગમે છે? હા, આજે તે યુવાને વાળ વધારે છે. તે એક ફેશન છે. બાકી પુરૂષે વાળ વધી જાય તે પૈસા આપીને કપાવી નાંખે છે. નખ વધે તે પણ કાપી નાંખે છે. કારણ કે નખ વધે તે તેમાં મેલ ભરાય, મેલ પેટમાં જાય. નખ કપડામાં ભરાય તે કપડા ફાડી નાખે ને વાગે પણ ખરા. કેટલું નુકશાન થાય! તેમ અતિ પરિગ્રહ પણ વધેલા વાળ અને નખ જે સમજે. તે તમને સંગ્રહ કરવાનું મન નહિ થાય, પણ ભાર હળવો કરવા માટે દાન દેવાનું મન થશે. * તમે સંસારમાં બેઠા છે એટલે વ્યવહાર નિભાવવા માટે તમારે ધનની જરૂરિયાત છે તે વાત બરાબર છે પણ તેની મર્યાદા હેવી જોઈએ. આપણા જૈન શાસ્ત્રમાં પરિગ્રહ પરિમાણ વ્રત બતાવ્યું છે. તમે પ્રતિક્રમણમાં આ વ્રત બેલે છે ને? હા. તે પરિગ્રહની મર્યાદા બાંધવી જોઈએ. ગ્રહ તે નવ છે પણ એ નવ ગ્રહ કરતાં વિલક્ષણ કેટને દશમે ગ્રહ હોય તે પરિગ્રહ છે. શનિની પનોતીમાંથી સાડા સાત વર્ષે છૂટાય પણ પરિગ્રહની પનોતી એવી ભયંકર છે કે તેમાંથી છૂટવું મહામુશ્કેલ છે. માટે તેની મમતા ઘટાડો ને મર્યાદા કરે. દરેક વસ્તુ મર્યાદિત હોય તે સારી છે. અમર્યાદિત નુકશાનકારી છે. તમારા પગમાં પહેરવાના બૂટ કે ચંપલ જે માપથી નાના હશે તે ડંખશે, પગમાં ચાંદી પડશે, લોહી નીકળશે ને બળતરા થશે. અને જે મોટા હશે તે ચાલતા ગબડાવી દેશે, પણ જે માપસર હશે તે ડંખવાની કે પડી જવાની ચિંતા નહિ રહે તેમ તમારી પાસે જે મર્યાદિત ધન હશે તે ભેગ વિલાસમાં ગબડી નહિ પડે પણ વધારે હશે તે ભોગ વિલાસ, એશઆરામ, ફેશન અને વ્યસને વધશે ને જીવન પતનના પંથે ચાલ્યું જશે. પરિગ્રહની મમતા ઓછી હશે તે ધર્મ કરવાનું મન થશે અને જીવનમાં ધર્મ હશે તે દાન કરવાનું પણ મન થશે. - એક શહેરમાં એક શેઠ-શેઠાણી રહેતાં હતા. તેમના પહેરવેશ અને રહેણી કરણીથી સાદા દેખાતાં હતા પણ હૃદય ઉદાર હતું, તે ગામમાં સ્કૂલ ખૂબ જીર્ણ થઈ ગઈ હતી. તેથી ફરીને બંધાવવી હતી એટલે ગામનું મહાજન ભેગું થઈને શ્રીમંતને ઘેર ટીપ કરવા માટે ગયું. શેઠને દાંથી સારી રકમ મળશે એવી આશાથી આવ્યા હતા. આ સમયે
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy