________________
શારદા દર્શીન
૩૪૫
લાભ આપેા. ત્યારે મુનિએ કહ્યું ભાઈ ! જૈનના મુનિઓને નિર્દોષ આહારપાણી કલ્પે છે. નયસારે કહ્યું, મહારાજ! અમે આપના માટે કેાઇ ચીજ બનાવેલી નથી. આહાર અમારે જમવા બનાવેલું છે ને પાણી બધાને સ્નાન કરવા માટે અનાવેલુ છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ જોઈ ને મુનિ ત્યાં ગયા ને નયસારના હાથે નિર્દોષ આહાર પાણી ગ્રહણ કર્યા. સંત આહાર પાણી કરીને નિવૃત્ત થયાં એટલે નયસારે પૂંછ્યુ, ભગવંત! આપ આવી ભયંકર અટવીમાં એકલા કયાંથી આવી ચઢયા ? ત્યારે મુનિએ પેાતે શાથી એકલા પડી ગયા તે બધી વાત કરી. ગરમી આછી થતાં સંત વિહાર કરવા તૈયાર થયા ત્યારે નયસારે કહ્યુ કે મહારાજ! આપ આ માના અજાણ્યાં છે ને હું જાણકાર છું. ચાલા, હું આપને માર્ગ ખતાવુ. નયસાર જાતે સતને માર્ગ બતાવવા ચાયા.
ખંધુએ ! તમારા ગામમાં કઈ અજાણ્યા સત આવે ને બજારમાંથી નીકળે ત્યારે તમે તમારી દુકાનમાં બેઠા હો ને સંત તમને પૂછે કે ભાઈ ! ઉપાશ્રયે કયાં થઇને જવાય ? તે વખતે તમે ઉભા થઈને તમારી જાતે માગ ખતાવવા જાઓ કે પછી એમ કહી દે કે અહીંથી સીધા જા પછી જમણા હાથે વળી જજો. ત્યાં એક ગલીમાં ઉપાશ્રય આવી જશે. (હસાહસ) તમે આવું ન કહેશેા, પણ ઉઠીને જાતે રસ્તા ખતાવવા જજો. સંતને માર્ગ બતાવવામાં પણ મહાન લાભ છે. જુએ, આ નયસાર શ્રાવક ન હતા છતાં વિવેક કેટલા ખધા છે! નયસાર અને મુનિ ને આગળ ચાલ્યા. એક ટેકરી ઉતર્યો ત્યાં ગામ નજીક દેખાયું. ગામ નજીક જોઈને સતે કહ્યું ભાઈ! હવે આ ગામ નજીક દેખાય છે. હું ચાલ્યેા જઈશ. નયસાર કહે ના, મહારાજ. હું આપને આપના સમુદાયમાં ભેગા કરીને જઈશ. નયસારે સંતને સમુદાય ભેગા કરી દીધા, પછી દશન કરીને પાછા ફરે છે ત્યારે મુનિ કહે છે હું નયસાર! અટવીમાં ભૂલા પડેલા એવા મને તે દ્રવ્ય મા ખતાબ્યા પણ હું તને સંસારરૂપ અટવીમાંથી બહાર નીકળવાના ભાવ માર્ગ બતાવુ. ત્યાં મુનિએ નયસારને એધ આપ્યા. સંતના આધ સાંભળીને નયસારને અલૌકિક આનદ થયા. અને જૈનધમ માં એ શ્રધાવાન બન્યા અને સમ્યક્ત્વ પામ્યા.
સંતને! સમાગમ કેટલેા લાભદાયી છે! આ સસારમાં મા-ખાપ, દીકરા, દીકરી, ભાઇ, બહેન, રાજપાટ, બંગલા ખધુ' મળવુ' સ્પેલ છે પણ આ જીવને સંતસમાગમ મળવા મહામુશ્કેલ છે.
“ટ્ઠિ સત્સંગ મહાદુલભ ભી પાતા, હા, કભી પ્રાણી, તો ઉસસે અતિ દુર્લભ મિલના, શાંતિદાયક જિનવાણી ! ઉસકા સુનકર બેાધિ જ્ઞાનકા, પાના કઠીન મહા ગમે, જિસસે સમક્તિ દૃષ્ટિ પ્રાપ્ત હા‚ લગતા જીવ મેક્ષ મઝુમે u’’
શા.-૪૪