SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૭. શારદા દર્શન આત્માની આઝાદી મેળવવા માટે છમસ્થાવસ્થામાં કેટલાક કષ્ટ વેઠયા? છતાં મનમાં હેજ પણ દુઃખ ન ધર્યું. શિયળ માટે ધારણું રાણીએ છેલા પ્રાણ” : જૈનશાસનમાં ચંદનબાળા નામના સાઠવીજીની વાત આવે છે, એ ચંદનબાળાએ કેટલા કષ્ટ વેઠવ્યા છે! ચંદનબાળા રાજકુમારી હતી પણ તેના કર્મોદયે પિતાજી યુધ્ધમાં મરાયા એટલે એની માતા શીયળ સાચવવા પોતાની પુત્રીને લઈને રથમાં બેસીને ભાગી છુટયા હતા. રસ્તામાં સારથીની બુધિ બગડતાં ધારણી માતાએ જીભ કરડીને જીવનનો અંત આણ. ચંદનબાળાની માતાએ શીયળનું રક્ષણ કરવા ખાતર મતને સ્વીકાર્યું. આ જોઈને સારથીનું મન પલ્ટાઈ ગયું, અને ચંદનબાળાને પિતાની બહેન ગણીને પિતાને ઘેર લાવ્યું. પણ સારથીની પત્નીના દિલમાં એના પ્રત્યે જુદો જ ભાવ આવે. એટલે સારથીએ ચંદનબાળાને ચૌટામાં લઈ જઈને ઉભી રાખી. જરા વિચાર કરો. આ કેવા ગાઢ કર્મને ઉદય કહેવાય! બજારમાં ગોળ-તેલ-ખાંડ, ઘી, કરિયાણું, અનાજ, કાપડ વિગેરે વસ્તુઓ વેચાય પણ કંઈ માણસ વેચાય? અહીં ચંદનબાળાને વેચવા માટે ઉભી રાખી. યુવાની અને રૂપ જોઈને એક વેશ્યાએ તેને ખરીદી. ચંદનાએ પૂછયું બહેન! તમારા ઘરના આચાર વિચાર કેવા છે? ત્યારે કહ્યું કે મારે ઘેર તે નિત્ય નવા શણગાર સજવાના ને નવા નવા પુરૂષને રીઝવવાના. આ મારા ઘરને આચાર છે. આ સાંભળી ચંદનબાળાને ખૂબ દુઃખ થયું. એણે હૃદયના તાર પ્રભુની સાથે જોડીને પ્રાર્થના કરી એટલે શીયળના રક્ષક દેવેનું આ સન ચલાયમાન થયું અને સતીની વહારે આવ્યા. વાંદરા અને વીંછીનું રૂપ લઈને વેશ્યાને વલૂરી નાંખી આથી વેશ્યા ત્રાસ પિકારી ગઈ, ને બજારમાં વેચવા તૈયાર થઈ. વેશ્યાને ઘેરથી ચંદના ધનાવાહ શેઠના ઘેર ઘેડી વારે ધનાવાહ શેઠ ચૌટામાં આવ્યા. તેમણે આ ચંદનાને વેચવા માટે ઉભેલી જોઈ. શેઠનું લેહી ઉછળ્યું જાણે પિતાની પુત્રી ન હોય તેવું વહાલ આવ્યું. એટલે તેને ખરીદવા વિચાર્યું. ચંદનાએ પૂછ્યું. પિતાજી! તમારા ઘરના આચાર વિચાર કેવા છે? ત્યારે શેઠે કહ્યું બેટા! મારે ઘેર રેજ સામયિક કરવી, સવાર-સાંજ પ્રતિક્રમણ કરવું, આઠમ પાખીના દિવસે ઉપવાસએકાસણું કરવું, સત્ય-નીતિ અને સદાચારથી ચાલવું એ મારા ઘરને આચાર છે. આ સાંભળીને ચંદનાને ખૂબ આનંદ થયો. શેઠ તેને ખરીદીને પોતાને ઘેર લઈ ગયા. પિતાની પુત્રીની માફક રાખવા લાગ્યા. ચંદના પણ આનંદથી ત્યાં રહીને ધર્મધ્યાન કરવા લાગી, પણ એનાં કર્મો એને કયાં શાંતિથી બેસવા દે તેમ હતા ! એક દિવસ શેઠ બહારથી આવ્યા એટલે પગ ધેવા પાણી માંગ્યું. ચંદનબાળા પાણીને લેટે લઈને આવી. જ્યાં પગ ધોવા જાય છે ત્યાં માથાના વાળની લટ નીચે પંડી. શેઠના મનમાં થયું કે દીકરીના વાળ બગડશે. એટલે તેમણે હાથ વડે તેને વાળની લટે ઉંચી નાંખી, આ દશ્ય મૂળા શા.૪૩
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy