SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ શારદા દર્શન સીતાજીના શીલની સંસ્કૃતિના નાશ કરી નાંખે અને વહેપારીઓ ધન કમાવવાના લાભને ખાતર દાનવીર જગડુશાહના આદર્શોને ખતમ કરી નાંખે તે કેટલી શેાચનીય વાત છે! દાનવીર જગડુશાહ કેવા કામ કરીને માનવતાની મ્હેક પ્રસરાવી ગયા તે તમે જાણેા છે ને ? એમના જીવનના એક પ્રસંગ સાંભળે. દાનવીર જગડુશાહે જૈનાચાય પરમદેવસૂરિજીના પરમ ભકત હતા. કેઈ વિશાળ જ્યાતિષીનું જ્ઞાન ધરાવતા જ્યાતિષી પાસેથી તેમને જાણવા મળ્યું કે વિક્રમ સંવત ૧૩૧૩, ૧૩૧૪, ૧૩૧૫ આ ત્રણ સાલમાં ભયંકર દુષ્કાળ પડશે તે માટે જે ચેાગ્ય લાગે તે તૈયારી અત્યારથી કરી લેવી આ વાત જાણીને જગડુશાહે ઠેરઠેરથી ખૂબ અનાજ ભરી લીધું એના કાઠારા અનાજથી છલકાઈ ગયા. સમય જતાં કપરા દુષ્કાળ પડયા. લેાકેા અન્ન વિના તરવા લાગ્યા ત્યારે જગડુશાહે કઈ જાતના ભેદભાવ વિના પોતાના ભંડાર ખુલ્લા મૂકી દીધા. મેટા મેટા રાજાએ પાતાની પ્રજાનું રક્ષણ કરવા માટે જગડૂશાહ પાસે અન્ન લેવા માટે આવવા લાગ્યા ત્યારે જગ′શાહે કહી દીધું કે યહુ અનાજ ઉસકે લિયે હૈ જો શામકે અન્ન ખિના મરજાને વાલા હૈ ! આ અનાજ ગરીખ પ્રજાના મુખમાં જવુ' જોઇએ કાઈ ને કાઠારમાં ભરવા માટે નથી. આ પ્રમાણે શરત કરીને જગડુશાહે રાજાઓને પુષ્કળ અનાજ આપ્યુ. તે સિવાય પાતે ૧૧૨ દાનશાળાએ ખુલ્લી મૂકી દીધી તેમણે બધું મળીને આઠ અખજને સાડા છ ક્રોડ મણુ અનાજનું કોઇ પણ જાતના મૂલ્ય વિના દાન કર્યું.... જ્યારે જગડુશાહ મૃત્યુ પામ્યા ત્યારે તેના માનમાં દિલ્હીના ખાદશાહે માથેથી મુગટ ઉતારી નાંખ્યા હતા. સિ ંધપતિએ એ દિવસ સુધી અન્નનેા ત્યાગ કર્યાં હતા. આવા પુરૂષો જગતમાં જન્મીને કેવી મ્હેંક પ્રસરાવી ગયા ! તેમના જીવનના પ્રસંગા આપણી સમક્ષ આર્ય સંસ્કૃતિના આદર્શ રજુ કરે છે. માનવ જીવનની વિશેષતા સર્દૂગુણેાથી માનવતાની મ્હેંક પ્રસરાવી જાય ત્યારે આ માનવ જીવન મહાન કિ`મતી છે. તેના સદુપયેાગ કરવા જોઈએ, લાખ રૂપિયાના હીરો હોય તેનાથી બંગલા, ગાડી, મેટર, બૈભવ વિગેરે મેળવી શકાય પણ કાઈ ચણા મમરા ખરીદે તે કેવા કહેશેા ? (શ્રેાતામાંથી અવાજ :- મૂખ) ખરાખર ખેલે છે ને ? અહી મહાન પુરૂષા સમજાવે છે કે આ માનવભવ એવા કિંમતી છે કે જેનાથી સદ્ગતિ, ઉંચા ત્યાગ, ભૈરાગ્ય, સંયમ અને તત્ત્વજ્ઞાન મેળવી શકાય એવા અમૂલ્ય માનવભવથી તુચ્છ અને વિષમિશ્રિત ચણા મમરા જેવા વિષયાને ભિખારી બનીને ભૌતિક સુખની લાલસામાં જીવન હામી દેનાર માનવ મૂખ છે, અને પરીણામે ક્રુતિઓમાં ભયંકર દુઃખના ભાકતા બની તે ઝૂરીઝૂરીને મરે છે. આવી પરીસ્થિતિ સર્જાતા પહેલાં માનવભવના ઉંચા મૂલ્ય આંકે ને સાધનામાં પ્રબળ વેગવાન અનેા.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy