SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ શારદા દર્શન એને ગમે તે કારણે કેઈ અહીં મૂકી ગયું છે, પણ મારું તે કામ થઈ ગયું. હર્ષભેર બાળકને ઉંચકી લીધો ને પ્રેમથી રમાડવા લાગ્યો. પેલા ચંડાળના મનમાં થયું કે હવે તેનું રક્ષણ થશે. તે આનંદ પામતે ત્યાંથી ચાલ્યા ગયે. માળી બાળકને ઘેર લઈ ગયે ને પિતાની પત્નીને સોં. એને સંતાન ન હતું. એટલે આ પુણ્યવંતા બાળકને જોઈને રાજી રાજી થઈ ગઈ, અને તેને ખૂબ લાલનપાલનથી ઉછેરવા લાગ્યા. આ બધી બેઠવણ કરનાર તેનું પુણ્ય છે. જેનું પુણ્ય સલામત તેનું સુખ પણ સલામત અને ધર્મ સલામત તે પુણ્ય સલામત. અહીં તમને ધર્મ કરવાની તક મળી છે તેને ઝડપી લઈને ધર્મની ખૂબ આરાધના કરીને તમારા પુણ્યને સલામત બનાવે. જે જે, સંસારી સુખ મેળવવાનું પુણ્ય સમજતા નહિ. આત્માની ઉન્નતિ માટેના પુણ્યની વાત છે. પુણ્યોદયે બાળકને રક્ષણ મળી ગયું” :- રૂપરૂપના અંબાર જેવા બાળકને જોઈને માળી અને માલણ ખુશ ખુશ થઈ ગયા. તે આનંદથી બાળકને ઉછેરે છે. બાબા એક વર્ષને થયે એક દિવસ માલણ રાજદરબારમાં ફલ આપવા માટે જવા તૈયાર થઈ. ત્યારે બાળકે હઠ કરી કે હું તારી સાથે આવું. એટલે માલણે તેને સાથે લઈ ગઈ. આ માલણના છોકરા ઉપર રાજપુરોહિતની દૃષ્ટિ પડી ને પુરોહિતનું દિલ નાચી ઉઠયું. ત્યારે રાજાએ પૂછયું. પુરેડિતજી ! કેમ એકલા એકલા હસે છે? ત્યારે પુરેહિતે કહ્યું. મહારાજા! આ માલણને છોકરો રાજા થાય તેવા તેનાં લક્ષણ દેખાય છે. ત્યાં રાજા ચોંકી ઉઠયા. હું શું કહો છો? આ છેકરે રાજા થશે? એના સામું ધારી ધારીને જોતાં રાજાને લાગ્યું કે નકકી આ દાસીને છેક હોય તેમ લાગે છે. શું ચંડાળાએ મારી નાંખે નહિ હોય! ભલે, કદાચ તેમણે ન માર્યો હોય પણ હું તેને મારીશ. તે જીવત રહે તે મારું રાજ્ય લે ને ? શું આવે હલકે છોકરે મારા રાજ્યનો વારસદાર થાય? જુઓ. રાજાની કેવી અધમ વિચારણા છે! શું આ માનવજીવન આવા અધમ કાર્યો કરવા મળ્યું છે? ના...ના પિતાના સ્વાર્થ માટે બીજાને ખતમ કરી નાંખવા તે કેટલું ઘોર પાપ છે ! ગિરાળી બિલાડી જેવા પ્રાણીઓ પોતાના શિકારની પાછળ તાયા કરે છે ને લાગ મળતાં તેને ખતમ કરીને પિતાનું પેટ ભરવાની તક શોધે છે તેમ રાજા પણ કરીને મારી નાખવાની તક શેાધે છે, પણ વિચાર નથી કરતા કે આવા પાપ કરીને હું ક્યાં જઈશ? અહીં ખાસ વિચાર કરવા જેવું છે કે આપણે બીજાને જીવાડી શકવા સમર્થ નથી તે મારી નાખવાને શું અધિકાર છે? ધર્મથી અજાણ મહદશાથી ઘેરાયેલા રાજા વિચારે છે કે હું એને મારી નાંખું તે રાજા થવા ન આવે પણ એને ખબર
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy