SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન ૩૦૩ પવન આવે તે તમને સહુને ગમે છે ને? પણ પવન પવનમાં ફેર છે. એક પવન કુલથી ખીલેલા બગીચાને સ્પશને આવે છે. બીજે પવન દુગધ મારતા ગટરના ગંદા પાણીને સ્પશીને આવે છે. આ બેમાં કયો પવન ગમે ? સુગંધવાળે તે રીતે એક પવન નદીને સ્પશીને આવે છે ને એક પવન વેરાન રણને સ્પર્શીને આવે છે. આ બેમાં જેમાં ઠંડક છે તે પવન ગમે છે પણ ગરમ નથી ગમતે, તેવી જ રીતે તમે વિચાર કરે કે જેના જીવનમાં સદ્ગુણની સૌરભ હશે, ક્ષમા, સેવા, વિનય નમ્રતા આદિ ગુણની શીતળતા હશે તે માનવી જગતને પ્રિય થશે. માનવજીવનની કિંમત સદાચારનો જન્મ સદ્ગુણોથી થાય છે. સદાચારને જન્મ સદ્દવિચારમાંથી થાય છે. સદ્દવિચારમાં સ્વાર્થ ત્યાગ, પરમાર્થ વિગેરે ગુણોનો સમાવેશ થાય છે. બીજાની પાસે કઈ પણ ચીજની માંગણી કરવાથી માનવી મહાન બની શકતું નથી પણ નાને બને છે. જ્યારે પિતાને મળેલી સંપત્તિ વિગેરેને સ્વેચ્છાથી ઉલાસપૂર્વક બીજાના હિત માટે ત્યાગ કરે છે તે માનવી હેજે મહાન બની જાય છે. એ તે એક ને એક બે જેવી વાત છે કે જે માણસ લક્ષમીને મોહ છોડી દાનમાં ઉપયોગ કરે તેને સૌ ઓળખે છે. તેની પ્રશંસા કરે છે ને તેને સૌ યાદ કરે છે, પણ જે પિતાના સુખમાં જ સંપત્તિને ઉપયોગ કરે છે તેને કેણ યાદ કરે ? સૂર્ય કેઈની પાસેથી કોઈ પણ જાતને બદલો લેવાની અપેક્ષા વિના જગતને પ્રકાશ આપે છે. ચંદ્ર શીતળતા આપે છે, વૃક્ષો ફળફૂલ આપે છે, સરોવર પાણી આપે છે તેથી જગતમાં તેની કિંમત અંકાય છે. કારણ કે તેઓ પરોપકારી છે. જ્યારે જ્યારે પોપકારની વાત આવે છે ત્યારે ત્યારે સૂર્ય, ચંદ્ર, વૃક્ષ, સરેવર વિગેરેને યાદ કરવામાં આવે છે. માનવજીવનની સફર સફળ બનાવવા માટે પણ ત્યાગ અને પરમાર્થ દષ્ટિ આ બે ગુણ કેળવવા અનિવાર્ય છે એટલે કે એ ગુણે અપનાવવા જોઈએ. માનવજીવનની બરબાદી થતી અટકાવવા માટે તેની ક્ષણે ક્ષણને સદુપયોગ કરે. જીવનમાંથી દુર્ગુણને દફનાવે ને સદ્ગુણને અપનાવે. આ સંસારમાં માનવીને જે કાંઈ સારું મળે છે તે પુણ્યના પ્રભાવથી મળે છે અને ખરાબ જે કાંઈ મળે છે તે પાપના કારણે મળે છે. સદાચાર વિના પુણ્ય બંધાતું નથી. માટે પુણ્યના ઉદયથી મળેલી સંપત્તિ ઉપર મમત્વની મહેર ન લગાવશે પણ જે તમને મળ્યું છે તેને બીજાના હિત માટે વાપરજે. જે માણસને બીજાને આપવું ગમતું નથી. કેવળ પોતાના સુખમાં રક્ત રહે છે તે માનવજીવન હારી જાય છે પિતાને મળેલી સંપત્તિ વડે અનેકની વિપત્તિ દૂર કરવામાં માનવજીવનની મહત્તા છે. ભાણે બેસીને મનગમતા ભજન જમતી વખતે તમારા દિલમાં ભૂખ્યાની યાદ આવવી જોઈએ કે હું તે ખાઉં છું પણ મારા સ્વધામ ગરીબ ભૂખ્યા બંધુઓનું શું થતું હશે ? કીડી, મંકોડા જેવા
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy