SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ શારદા દર્શન સ્વસ્થ બનાવીને કહ્યું કે હવે તું મારી સાથે યુદ્ધ કર, પણ મેઘનાદનું પાણી ઉતરી ગયું હતું એટલે નમ્રતાપૂર્વક કહે છે કે તીન લોકમેં પાંડવ સદશ, નહી થધા સુન પાયા, વિના વિચારે મેં ને તુમસે, નાહક યુદધ મચાયા હે...શ્રોતા હે અર્જુનછ ! પહેલાં હું માનતો હતું કે મારા જેવા કેઈ બળવાન નથી પણ હે નરવીર ! આપ મહાપરાક્રમી છે. આપ તે શત્રુની પણ દયા કરનાર છે, અને નિર્બળનું રક્ષણ કરનાર છે. મેં અત્યાર સુધીમાં આપના જે બળવાન પુરૂષ કે જે નથી. ચારના મુખેથી મેં આપના પરાક્રમની પ્રશંસા ખૂબ સાંભળી હતી, પણ આજે આ૫નું પરાક્રમ પ્રત્યક્ષ જોયું, સિંહની સામે હાથી ઉભું રહી શક્ત નથી તે મારા જેવા મૃગલાની શી તાકાત ! આપે તે મને ઘણું સમજાવ્યું પણ હું અભિમાની માન્ય નહિ ને આપની સામે યુદ્ધ કર્યું, ધર્મ, ન્યાય પરેપકાર સદાચાર આપના સહાયક છે ને હું તે હુશેન ભરે છું. છતાં કૃપા કરીને આપે મને નરકમાં જેતે અટકાવે છે. ખરેખર, આપ તે મારા માટે ભગવાન છે. દે પવિત્ર પુરૂષ! મેં આપને ઓળખ્યાં નહિ. આપના તે હું જેટલા ગુણ ગાઉં તેટલા ઓછા છે. એમ કહીને મેઘનાદ અર્જુનના ચરણમાં પડીને પિતાની ભૂલની માફી માંગવા લાગે. અજુનના સમાગમથી મેઘનાદને હૃદયપ - મેઘનાદ પિતાની ભૂલને પશ્ચાતાપ કરી અર્જુનના ચરણમાં પડયે. પશ્ચાતાપના આંસુથી અર્જુનના ચરણ પખાળી દીધા. અર્જુને તેને બેઠે કર્યો એટલે તેણે પ્રભાવતીને પિતાની બહેન કહી તેની પણ ખૂબ માફી માંગીને અર્જુનને સોંપી દીધી. અત્યાર સુધી તેની દષ્ટિ વિષમય હતી. હવે તેની દષ્ટિ અમૃતમય બની ગઈ. જે પ્રભાવતીને પટ્ટરાણી બનાવવા ઇચ્છતે હવે મને બહેન બનાવી દીધી, અને પિતાની પાસે જે આભૂષણે હતા તે કરિયાવર રૂપે પ્રભાવતીને આપી દીધા. મેઘનાદનું પરિવર્તન જોઈને અજુનને અપાર આનંદ થયે. હવે મેઘનાદ અર્જુનને કહે છે કે હે મહાભાગ ! તમે મારા રાજ્યમાં પધારે તે મારું નગર આપના પુનીત પગલા થવાથી પવિત્ર બને ને મને પણ ખૂબ આનંદ થાય, પણ અત્યારે હું તમને બહુ આગ્રહ નહિ કરું કારણ કે મેં હેમાંગર રાજાને મારવા માટે પ્રિયવચની નામની વિદ્યા મોકલી છે. તેના પ્રભાવથી એક બનાવટી પ્રભાવતી બનશે અને તેને સર્પદંશ થશે. પછી તે મરી જાય છે તેમ જોઈને રાજા તેની પાછળ આપઘાત કરશે. માટે તમે જહદી ત્યાં જાઓ ને એ બધાને મરતાં બચાવો. આ પાપી મેઘનાદ હવે કદી આપને કાળું મોટું નહિ બતાવે. એમ કહીને તે તેના માર્ગે ચાલ્યા ગયે, અને અમે પ્રભાવતીને લઈને તીવ્ર વેગે વિમાન
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy