________________
૨૮
શારદા દર્શન
કુરૂવંશમાં ઉત્પન્ન થયેલા છું. હમણાં જ તને મારી ભુજાનું ખળ ખતાવું છું, પશુ કુરૂવ’શી કદાપિ પહેલાં શસ્ત્ર ઉપાડતા નથી ને કાઇને પહેલાં પ્રહાર કરતા નથી. તા હું વિદ્યાધર ! તું પ્રથમ શસ્ત્ર ઉગામીને પ્રહાર કર. એટલે વિદ્યાધર યુધ્ધ કરવા માટે તૈયાર થયા.
મેઘનાદની હાર અને અર્જુનના જય જયકાર” અર્જુનના વચન સાંભળીને ક્રોધિત થયેલા મેઘનાદે અર્જુન ઉપર પ્રહાર કર્યાં, પણુ અને તેનાં શસ્ત્રો અધવચ તાડી નાંખ્યા. પછી અર્જુને મેઘનાદ ઉપર શસ્રને એવા જોરથી પ્રહાર કર્યો કે મેઘનાદ ભૂમિ ઉપર પડી ગયા, ને બેભાન ખની ગયા. ત્યારે અર્જુનને તેની ખૂબ દયા આવી ગઈ. જુઓ, મહાનપુરૂષ કેવા દયાળુ હોય છે કે પેાતાનું અપમાન કરનાર શત્રુને પણ બચાવવા દોડે છે. અર્જુનને તેના ઉપર દ્વેષ ન હતા. એને મારી નાંખવાની ભાવના ન હતી પણ એની બુધ્ધિ સુધરાવવી હતી. એટલે ઉઠીને મેઘનાદની પાસે ગયા ને તેના મુખ ઉપર ઠંડુ પાણી છાંટયું. હવા નાંખીને શીતે પચાર કર્યાં તેથી ભાનમાં આા. તે ધીમેથી બેઠા થયા. ત્યારે અર્જુન કહે છે હું મેઘનાદ! તું કહેતા હતા ને કે તું તે કીડા જેવા છે. તે હવે તું ફરીને શસ્ત્ર હાથમાં પકડીને મારી સાથે યુધ્ધ કરવા તૈયાર થા, પણ અર્જુનના એક જ વખતના શસ્ત્રના પ્રહારથી તેના હાડકા ખાખરા થઈ ગયા. હવે અર્જુન સામે ઉભા રહેવાની તાકાત નથી. પહેલા અભિમાનથી ઉન્મ્યા. પણ હવે અર્જુનનું ખળ જોઈને તેનામાંથી અભિમાનની હવા નીકળી ગઈ, અને અર્જુનની સામે થરથર ધ્રુજવા લાગ્યા. જેમ સિંહને જોઈ ને બકરાના હાશકેાશ ઉડી જાય છે તેમ તેના હાશકેાશ ઊડી ગયા. હવે તે અર્જુનની પાસે શું ખેલશે તેના ભાવ અવસરે.
શ્રાવણ વદ ૮ ને રવિવાર
·
26 વ્યાખ્યાન ન ૩૫
संसारम्मि असारे, जाइ जरामरण विप्पगद्दियम्भि | जीवस्स नत्थि सोक्ख, तम्हा मोक्खो उवाओ ॥
તા. ૭-૮-૭૭
સČજ્ઞ, સદથી ત્રિલેાકીનાથ પરમિપતા ભગવાન મહાવીર સ્વામી જગતનાં જીવાને ખેષ આપતાં ક્માવે છે કે હે ભવ્ય જીવો ! જન્મ જરા અને મરણુથી ઘેરાયેલા આ અસાર સસ્પેંસારમાં જીવને સુખ નથી. આવું સમજી માક્ષના શાશ્વત સુખ મેળવવા માક્ષ માર્ગની આરાધના કરે. કારણ કે જ્ઞાનીઓએ સસારના સુખને સુખ કહ્યું નથી. સાચું સુખ તે તેને કહ્યું છે કે જ્યાં ચિંતા નહિ, સંતાપ નહિ,