SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દેશન રા ખરેખર પાતાની માનવતા જગતની સામે ખતાવીને અનેકને સાચા માનવ બનાવ્યા. ઉપકારીના ઉપકાર નહિ ભૂલનાર એવા સુરેશે પેાતાનુ જીવન ગુલાબના પુષ્પની માફક મ્હેંકતું અનાવ્યું, અને શેઠે પણ કાઈ જાતની આશા વગર નિઃસ્વાર્થ ભાવે સુરેશને પૈસા આપ્યા હતા તે તે સમય આવ્યે બદલે આપવા તૈયાર થયા. તમે પણ પરિગ્રહની મમતા છે।ડીને જો કાઈ દુઃખીના આંસુ લૂછશે તે તમારા મૂંઝવણુના પ્રસગે શેઠની માફક તમારી મૂંઝવણુ દૂર થશે. હવે સમય થઈ ગયેા છે. મુખ્ય વાત આપણી એ હતી કે દેવકી માતાના દિલમાં એ વિચાર આવ્ચે કે મુનિના ખોલ કદી નિષ્ફળ ન જાય ને આમ કેમ બન્યું? હવે દેવકીજી શું વિચારશે તેના ભાવ અવસરે. ચરિત્ર ઃ- “મેઘનાદ સામે પ્રભાવતીએ કરેલા પડકાર' :– કેશર વિદ્યાધર હૈમાંગઢ રાજાને કહે છે કે હું મહારાજા! પ્રભાવતી રાણીને ઉઠાવી જનાર સામાન્ય માનવી ન હતા. તે મેઘનાદ નામે મોટા રાજા હતા. અમે ત્યાં પહોંચ્યા ત્યારે એ મેઘનાદ રાજા તેને પ્રàાલન આપીને પોતાની રાણી બનાવવા માટે સમજાવતા હતા. ત્યારે પ્રભાવતી તેને જે જવાબ દેતી હતી તે સાંભળવા જેવા છે. એના જવાબ ઉપરથી સમજાઈ જાય છે કે એ સાચી સતી શિરોમણિ છે. રાણીએ મેઘનાદને કહ્યું કે હૈ દુષ્ટ ! મારા પતિ આગળ મોટા ઈન્દ્ર પણ મારે મન તુચ્છ છે. તેા તુ શી વિસાતમાં! તને ખબર નહિ હોય કે હું કૈાની બહેન છું! મારો ભાઈ મણીચૂડ છે ને બીજો પાંડુપુત્ર અર્જુન પણ મારો ભાઈ છે. તુ એમને નથી ઓળખતા. એમને ખબર પડશે એટલે તરત આવશે ને તારા પૂરા હાલ થશે. માટે હજી પણ કહું છું... કે સમજી જા. ત્યારે ડબલ ઉછળીને કહે છે તારો ભાઈ મણીચૂડ અને અર્જુનની શી તાકાત છે! માટે તું એમનું નામ લઈશ નહિ ને મારુ' કહ્યું માની જા. ત્યારે પ્રભાવતી ગુસ્સે થઈને કહે છે કે કાં મુખસે તૂ ગૃહ નિકાલે, મૈં વછ તુઝ નાચ, કભી સિંહની ઘાસ ન ખાવે, જો લંઘન હૈ। જાય હો....શ્રોતા.... હૈ પાપી! હું તને ના કહું છું છતાં શરમ નથી આવતી ? તુ શું મુખમાંથી ચૂક ઉડાડયા કરે છે? તને ખબર નથી કે સિંહ અને સિ ́ણુને કદાચ શિકાર ન મળે તા લાંઘણુ ખેંચે પણ કદી ઘાસ ખાય નહિ તેમ કદાચ આ મારો દેહ પડી જશે તેા ખેર, પણ તને તેા નહિ જ ઈચ્છું, મને તેા તારા સામું જોવું પણ ગમતુ નથી. કદાચ તું મને એમ કહે ને કે મારા માઢા ઉપર થૂંકે તે મને તારા માઢા ઉપર થૂ કેવું પણ ગમતું નથી. તું કહે છે ને કે તારા પતિમાં શું પાણી છે તા સાંભળ. મારો પતિ કેવા પવિત્ર છે!
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy