SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ શારદા દર્શન ગયા ને તેના ફળ ભોગવવા નરકમાં ચાલ્યા ગયા. અતિલોભ એ પાપનું મૂળ છે. લેથી મનુષ્ય ધન મેળવવા માટે ભયંકર પાપ કરે છે ને એ પાપથી ભેગું કરેલું ધન પિતે સુખે ભેગવી શકતું નથી ને બીજાને પણ ભોગવવા દેતું નથી. સંપત્તિ ઘણને મળે છે. તેમાં કઈ સંપત્તિને સદુપયેાગ કરે છે ને કેઈ તિજોરીમાં ભરી રાખીને હરખાય છે કે હું કે ધનવાન છું! શાલીભદ્રને અને મમ્મણ શેઠને બંનેને સંપત્તિ મળી હતી. મમ્મણ શેઠને માટે તે કહેવાય છે કે એણે એની સંપત્તિથી હિરા અને કિંમતી રને જડિત એ બળદ બનાવ્યું હતું કે ખુદ શ્રેણીક મહારાજા એને ખરીદી શક્યા નહિ. આવી સંપત્તિ હોવા છતાં મમ્મણ મરીને કયાં ગયા તે જાણે છો ને? તે નરકગતિમાં દુઃખ ભોગવવા ચાલ્યા ગયે ને પાછળ ખાનારા ખાઈ ગયા. વિચાર કરો. જે દુર્ગતિમાં ન જવું હોય તે મોહ છે. બંધ કરી ધન મેળવ્યું, લાખ ઉપર ક્રોડ, મરણની વેળા માનવી, લીધે કંદેર છેડ, મૂરખ કહે ધન માહરે, ધેખે ધન ન ખાય, વસ્ત્ર વિના જઈ પઢવું, લખપતિ લાકડા માંય, લક્ષમી મળેલી તેને જ કહેવાય કે જેને સદુપયોગ થાય. નહિતર એ વૈભવ ભભવ રખડવે. ગમે તેટલી અખૂટ સંપત્તિ હશે તે પણ મૃત્યુ પછી તેના શરીર ઉપર કંઈ રાખશે નહિ. માટે મળેલી સંપત્તિથી તમે તમારા સ્વધર્મના આંસુ લછો. તમે કેઈના દુઃખ મટાડશે તે તમારા કઈ મટાડશે. આજે દુનિયામાં ઉપકારીને ઉપકાર ઘણા ભૂલી જાય છે પણ જેનામાં માનવતા છે તે પગમાંથી નાને કાંટે કાઢનારને પણ ઉપકાર ભૂલતા નથી. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. સુરેશ નામને એક વિદ્યાથી હતું. તેના માતા પિતા તેને નાની ઉંમરમાં મૂકીને ગુજરી ગયા હતા. આપ જાણે છે કે ગરીબના બેલી કેઈ નથી. તે રીતે આ છોકરાનું કુટુંબ ઘણું મોટું હોવા છતાં તેને બોલાવનાર કોઈ નથી. ઘણાં દુઃખ ભોગવતે તે માટે થાય છે. તેણે આત્મા સાથે નિર્ણય કર્યો કે મને ગમે તેવું દુઃખ પડે તે પણ ભણવું તે ખરું. આથી મહેનત મજુરી કરીને પેટનું પિષણ કરે છે ને સ્કુલમાં ભણે છે. એમ કરતાં તે મેટ્રીક પાસ થયે. ગામડું હોવાથી આગળ ભણવાની સગવડ ન હતી. એને વિચાર થયે કે મારે કેઈપણ હિસાબે આગળ ભણવું છે. તેથી તેણે ઘણાની પાસે એક હજાર રૂપિયાની મદદ માંગી, પણ દુનિયાની કહેવત અનુસાર “ભર્યામાં સૌ ભરે પણ ગરીબને બેલી કેઈ નથી. ઘણને કરગરે છે ને કહે છે કે મને ૧૦૦૦ રૂ. આપે. હું ભણુને જરૂર તમને વ્યાજ સહિત પાછા આપીશ. પણ તેને કઈ દાદ દેતું નથી. '
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy