SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વાસ અને શ્રધ્ધાથી ભાવના પૂર્વક કરેલા કાર્યમાં અશ્ય સફળતા મળે છે. મહાવિદુષી, પ્રખર વ્યાખ્યાતા બા.બ્ર. પૂ. શારદબાઈ મહાસતીજીએ આશ્વાસન આપ્યું કે આ વખતે બોરીવલી માટે જરૂર વિચાર કરશું, અને કહેતા હર્ષ થાય છે કે પૂ. મહાસતીજીની કૃપાથી, ખંભાત સંઘના પ્રમુખશ્રી મૂળચંદભાઈ પૂજલાલભાઈ પટેલ તથા માજી પ્રમુખશ્રી ચીમનલાલ છોટાલાલ શાહ તથા ખંભાત સંઘના સહકારથી સં. ૨૦૧૩ના ચાતુર્માસને લાભ અમને મળતાં અમારા શ્રી સંઘની પંદર પંદર વર્ષની ભાવના ફળી. જયારે ચાતુર્માસની સ્વીકૃતિ મળી ત્યારે મને મન નક્કી કર્યું કે પૂ. મહાસતીજીના બેરીવલીના વ્યાખ્યાને ગ્રંથસ્થ કરવા. શ્રી સંઘની કાર્યવાહક સમિતિમાં ચાતું માસ સ્વીકૃતિની વાત મૂકતા વ્યાખ્યાન સંગ્રહની બાબત પણ તરત મંજુર થઈ. વાત તે મંજુર થઈ પણ અમારા નાનકડા સંધ માટે આ મોટી જવાબદારી હતી, પણ અગાઉ કહ્યું તેમ શ્રદ્ધાના બળે કાર્ય હાથ ધર્યું. જે સફળ થતાં આ૫ના કરકમલમાં “શારદા દર્શન” મૂકવા ભાગ્યશાળી બન્યા છીએ. અમારા નાનકડા સંઘની મોટી જવાબદારી માટે દાનવીર સાળા બનેવીની જોડી શેઠ શ્રી મણીલાલ શામજીભાઈ વીરાણી અને શેઠ શ્રી ગીરજાશંકર ખીમચંદ શેઠ તથા છગનલાલ શામજીભાઈ વીરાણીના સુપુત્રો સચિંત હતા. તેઓશ્રી સહકુટુંબ દર રવિવારે બેરીવલી પૂ. મહાસતીજીના દર્શનાર્થે અને વ્યાખ્યાન શ્રવણ કરવા આવતા અને પ્રેમથી અમને પૂછતાં કે તમે “વ્યાખ્યાન સંગ્રહ પ્રસિદધ કરવાને નિર્ણય તે કર્યો છે પરંતુ શું વ્યવસ્થા છે ? આ પ્રેરણામાં બંધુ બેલડી વાંકાનેરવાળા શેઠ શ્રી હિંમતલાલ ન્યાલચંદ દોશી અને શેઠ શ્રી રસીકલાલ ખ્યાલચંદ દેશી તથા શેઠશ્રી પ્રીતમલાલ મેહનલાલ દસ્તરી જોડાયા અને યોજનાના સહકારના કળશરૂપે ઘાટકોપરના ઉદાર દિલ સજજન શેઠશ્રી મનસુખલાલ છગનલાલ દેસાઈ સામેલ થયા. આવું સધ્ધર પીઠબળ મળતાં અમારું કાર્ય સરળ થયું. | મુરબ્બી શ્રી મણીલાલ શામજીભાઈ વીરાણીએ તથા શેઠ હીંમતલાલ ન્યાલચંદ દોશીએ તેમની ઓફીસમાં સામેથી અમને બેલાવીને કમ આપી છે અને માતબર રકમ આપવા છતાં પ્રકાશકનું નામ લેવાનું અમારા માટે ખુલ્લું રાખ્યું હતું. આ લખવામાં જરાય અતિશયોકિત નથી. શેઠ શ્રી મનસુખલાલ છગનલાલ દેસાઈને અમારે પરિચય ન હોવા છતાં તેઓશ્રીએ પ્રથમ પરિચયે પાંચ જ મિનિટમાં રૂ. ૧૫૦૦૦ (પંદર હજાર) જેવી માતબર રકમ પ્રકાશકના નામ માટે આપી. આવા સહૃદયી ઉદાર દિલ દાતાઓથી જૈન સમાજ ઉજળે છે અને સમાજના અનેક કાર્યો સરળતાથી પાર પડી રહ્યા છે. આ ઉપરાંત બીજા દાતાઓએ પણ સારી રકમ આપી છે જેની યાદી આ પુસ્તકમાં આપવામાં આવી છે. આ સર્વે દાતાઓને અમે અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. આ થઈ પુસ્તક પ્રકાશનની વાત. હવે પ્રખર પ્રવચનકારની વાત. ખંભાત સંપ્રદાયના સ્વ, આચાર્ય દેવ, સિદધાંત મહોદધિ, વ્યાખ્યાન વાચસ્પતિ બા.બ્ર. પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy