SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ર શારદા દર્શન એક કિનારે કરડે માણસોનું સૈન્ય દેરડું પકડીને ઉભું હોય ને સામે કિનારે ચકવતિ એકલે હેય તે પહેજ દેરડું ખેચે તે આખું સિન્ય નદીમાં પડી જાય અને જ્યારે તે કરોડો માણસ દેરડું ખેંચે તે ચક્રવતિની આંગળી પણ હલાવી શકે નહિ. આવા શરીરમાં પણ એક રાત્રીમાં કેટલા રોગ ઉત્પન્ન થઈ ગયા ? બાલે, આ કાયાને ગર્વ કરવા જેવો ખરો? કાલને શું વિશ્વાસ છે ! હાથમાં આવેલ સમય ઓળખી લે. અહીં ક્ષણની કિંમત સમજનારા છ અણગારો મહાન રિદ્ધિ-સિદ્ધિ અને સંપત્તિને ત્યાગ કરીને નીકળી ગયાં છે. એમનું શરીર એવું કેમળ હતું કે સહેજ ગરમી કે ઠંડી સહન કરી શકતાં ન હતાં અને મખમલની કેમળ શયામાં સૂનાર હતાં, પણ આત્માને સમજાઈ ગયું કે આ તન અને ધન બધું નશ્વર છે. તેને ગર્વ કરવા જેવો નથી ને આ અસાર સંસારમાં કંઈ સાર નથી. તે શા માટે તેને વળગી રહેવું? આ વિચાર થતાં અઢળક સંપત્તિને ત્યાગ કરીને દીક્ષા લીધી. તમારે તે પૈસા કમાવા કેટલા પાપ કરવા પડે છે! એમને એવા પાપ કરવાં પડતાં ન હતાં. આજે સંપત્તિ વધી જાય તે તમને સરકારને કેટલે ભય લાગે છે? રખે ને રેડ પડે તો? ફફડાટને પાર નહિ. જ્યારે આગળના વખતમાં નગરજનો ગમે તેટલું ધન કમાય ને ઉડાવે તેમાં રાજાઓની રૂકાવટ ન હતી. આજે તે માણસ એના પુણ્યથી ગમે તેટલું કમાય પણ સરકાર સુખે ગવવા દેતી નથી. - શાલીભદ્રને ઘેર કેટલી લખલૂટ સંપત્તિ હતી! શ્રેણીક રાજા કરતાં તે વધુ સુખી હતા. જ્યારે ભદ્રામાતાએ નકાંબળી ખરીદીને એની પુત્રવધુઓએ સવારમાં દિલ લુછીને ફેંકી દીધી. તેની રાજાને ખબર પડી ત્યારે રાજાને ખૂબ આશ્ચર્ય થયું કે અહે શું! મારા રાજયમાં આટલા સુખી શ્રીમતે વસે છે. હું મહા પુણ્યવાન છું. આવી પ્રજાથી મારી શેભા છે પણ એવી ઈર્ષ્યા ન કરી કે મારા કરતાં તે વધુ સુખી છે તે હું તેનું ધન લઈ પ્રજાના રક્ષણ માટે ભંડારમાં ભરી દઉ. આ વિચાર ન કર્યો છે. પણ આનંદ પામ્યા ને શાલીભદ્રની દિધ જેવા મગધ દેશના માલિક ખુદ શ્રેણક મહારાજા હાલી ચાલીને તેને ઘેર આવ્યા. શાલીભદ્રના મહેલના આંગણામાં એક ફ જે. કૂવામાં જોયું તે પાણી ન હતું પણ હીરા, મોતી અને સેનાના કિંમતી દાગીના હતા. આ જોઈને રાજાએ પૂછયું કે આ કૂવામાં આટલા બધા દાગીના શા માટે નાંખ્યા છે? ત્યારે એના માણસોએ કહ્યું–મહારાજા ! અમારા શાલીભદ્રજીને બત્રીસ પનીઓ છે. તે રેજ સવારે નવા દાગીના પહેરે છે. આજના દાગીના કાલે પહેરતા નથી. તે બધા કૂવામાં નાંખી દેવામાં આવે છે, અને કઈ ગરીબ દુઃખી આવે તે તેને એમાંથી કાઢીને દાગીના આપવામાં આવે છે. આ સાંભળીને મહારાજા શ્રેણીક
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy