SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ શારદા દર્શન આ મારા માતા પિતા છે ને તારા સાસુ સસરા છે. એ બિચારા કેટલા ભલા છે. એમને કેમ કાઢી મૂકાય ? ત્યારે કન્યા કહે એમને રાખવા હાય તા મારે તમારા ઘરમાં નથી રહેવુ. ખૂબ કકળાટ કર્યાં. છેવટે છેકરા માતા પિતાના ઉપકારને ભૂલ્યા. પત્ની આગળ પતિ પીગળી ગયા, અને મા બાપને ઘરમાંથી કાઢી મૂક્યા. છેવટે દુઃખિત હૃદયે માતા પિતા પરામાં નાનકડી રૂમ ભાડે લઈને રહ્યા. બાપ નોકરી કરવા લાગ્યા ને મા ઘરમાં બેસીને કોઈના પાપડ, વડી વિગેરે કરવા લાગી. કારણ કે પાસે કંઈ ન હતું. જે દાગીના વિગેરે થાડું ઘણું હતુ. તે દીકરાને ભણાવવામાં ખચી નાંખ્યું હતું. મા-બાપને આઘાત ભૂખ લાગ્યા. પણ સંસ્કારી હતાં એટલે શાંતિથી રહેવા લાગ્યા. પણ વૃધ્ધાવસ્થામાં માણસ કેટલુ' કરી શકે ? ઘડપણમાં પાપડ વણવાં એ કંઈ રહેલ વાત નથી. હાથ દુઃખી જાય ને હથેલી સૂઝી જાય પણ કર્યાં વિના છૂટકે નથી. અત્યાર સુધી એમ હતુ કે દીકરા કમાશે ને ઘર ભરાશે. પછી આપણને કંઈ દુ:ખ નથી. પણ એ આશા નરાશામાં ફેરવાઈ ગઈ એટલે એમને કામ કર્યા વિના છૂટકા ન હતા. બધુ ! આજે નજર સમક્ષ ઘણાં દાખલા જોવામાં આવે છે કે મા-બાપ દીકરાને વધુ ભણાવવા માટે અમેરિકા, જાપાન, જર્મન વિગેરે સ્થળે માકકે છે. પાસે પૈસા ન હાય તેા દાગીના વેચીને, દેવું કરીને માકલે છે. દીકરા પાંચ વર્ષ પરદેશ રહે એટલે મા-બાપ પત્ર લખે કે બેટા ! હવે તું ભણી રહ્યો હશે દેશમાં આવ તે તારા લગ્ન કરીએ. ત્યારે દીકરા જવાખમાં લખે છે કે પૂજ્ય પિતાશ્રી તથા માતુશ્રી ! મારી ચિંતા કરશે! નહિ. મે` પ્રભુતામાં પગલા માંડી દીધા છે ને ખાએ મઝામાં છે, (હસાહસ) મા-બાપ સંતાનેા માટે કેટલા મોટા આશાના મિનારા ચણે છે પણ સતાના ક્યાં જઇ રહ્યા છે ! આ તમારા સળગતા સંસાર. છતાં તમને ભાન થાય છે કે હુવે છેાડું. આ દીકરા-વહુ બાદશાહીથી મુંબઈમાં રહે છે ને મા-ખાપ કેટલુ કષ્ટ વેઠે છે ? દીકરાને તા ક્યારેક મા-ખાપ યાદ આવતા પણ પત્ની તેમની પાસે જવા દેતી નથી ને પૈસા પણ મેકલવા દેતી નથી. મા-બાપ માંડ માંડ પૂરું કરે છે. છતાં સ ંતાષથી રહે છે. ક્યારેક દુ:ખ થાય ત્યારે કમના દોષ કાઢતા, પોતાના દીકરા ખેલાવતા નથી કે કંઈ મદદ કરતા નથી છતાં એ સુખી છે એ જોઈને મા-બાપને આન થાય છે. સમય જતાં દીકરાને ઘેર દીકરા થયા. ખામે ચાર વર્ષના થયા. એકના એક ખામે હતા, એટલે ખૂબ લાડકાડથી ઉછેરતાં હતાં. એક વખત રિવવારના દિવસ હતા. ખાખાને લઈને પતિ-પત્ની કમલાપાક ફરવા ગયા. તમે જાણા છે ને કે રવિવાર એટલે ફરવાના દિવસ. કુવાના સ્થાને કીડીયારાની માફ્ક માણસા ઉભરાય,
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy