SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન ૨૦૩ ભાઈ! હું તેા રાજ્ય છેાડીને વનવાસ વેઠવા નીકળ્યેા છું. મારાથી તારા રાજ્યમાં એસી રહેવાય નહિ. હવે હું વનમાં ચાલ્યે જઈશ. મને તમે જવાની રજા આપેા. મણીચૂડ કહે મારી તેા તમને જવા દેવાની બિલકુલ ઈચ્છા નથી પણ તમારી જવાની ઈચ્છા હોવાથી અનિચ્છાએ તમને રજા આપુ છું. ભલે, તમેજાએ પણુ આ તમારા દાસને કદી ભૂલશેા નહિ. ફરીને વહેલા વડેલા મારી નગરીમાં પધારજો. આટલુ' કહીને પુત્ર પિતાને ભેટી પડે તેમ ભેટી પડયા ને આંખમાં ચાધાર આંસુ વહેવા લાગ્યાં. હવે અર્જુનજી રતનપુરીથી વિદાય થશે ને પછી કયાં જશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૨૭ શ્રાવણુ સુદ ૧૫ ને શનીવાર તા. ૩૦-૭-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાએ ને બહેન ! અનંતજ્ઞાની, ત્રિલેાકીનાથ, કરૂણાસાગર ભગવત ભન્ય જીવાને ભવસાગર તરવાની પ્રેરણા આપતાં ક્રમાવે છે કે હૈ ભવ્ય જીવા ! માનવ જીવનની એકેક ક્ષણ બહુ મૂલ્યવાન છે. તેને તમે માજમઝામાં ને એશઆારામમાં દુરૂપયાગ ન કરશે. કારણ કે જે એકેક ક્ષણ જાય છે તે પાછી આવતી નથી. માટે મળેલા અમૂલ્ય સમયને ઓળખી તેના સદુપયાગ કરી લેા. અજ્ઞાની મનુષ્ય સોંપત્તિ ભેગી કરવામાં કિંમતી સમય ગુમાવે છે. કંઈક ભેાગવિલાસમાં સમય વીતાવે છે પણ આત્મસાધના કરતા નથી. સમય તેા જ્ઞાનીના જાય ને અજ્ઞાનીના પશુ જાય છે. કહ્યું છે કે ज्ञान ध्यान विनेादेन, कालो गच्छति धीमताम् । व्यसनेन हि मूर्खाणां, निद्रया कलहेन वा ॥ જ્ઞાની અને બુધ્ધિમાન પુરૂષાના સમય જ્ઞાન, ધ્યાન અને આત્માનંદની પ્રાપ્તિમાં વ્યતીત થાય છે, અને અજ્ઞાની મૂખ મનુષ્યના સમય વ્યસને માં, નિદ્રામાં, લડાઈઅઘડા અને પરિનંદામાં વ્યતીત થાય છે. એક જિજ્ઞાસુ માનવે ગુરૂને પૂછ્યુ કે આ મનુષ્ય જીવનમાં સમયના શુ ઉપયાગ કરવા? મનુષ્યનું જીવન ખહુ અલ્પ છે, ટૂંક સમયમાં ખૂબ ધન કમાઈ ભાગવિલાસના આનંદ માણવા એનુ નામ સમયને સદુપયોગ છે, જો અહીં આ બધું નહિ કરીએ તે કયાં કરીશું ? ત્યારે જ્ઞાની ગુરૂએ કહ્યું-અરે, માહમાં મૂંઝાયેલા માનવી ! જરા વિચાર તા કર. શુ' ધન કમાવુ, ખાવુંપીવું ને વિષયેામાં આનંદ માણવા એ માનવજીવનનું લક્ષ્ય છે ? શું એમાં તારા જીવનની સાર્થકતા છે? વિચાર કર. પામર માનવ! તારે શુ કરવા જેવુ છે ?
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy