________________
શારદા દર્શન પત્ર આપને મોકલે છે તે વાંચે. તેમાં લખ્યું હતું કે પાંડમાં મધ્યમ એવા અર્જુનનો (તમને થશે કે મધ્યમ કેમ લખ્યું? તે યુધિષ્ઠિર અને ભીમ પછી ત્રીજે નંબર અનજીનો હતો. એમના પછી સહદેવ અને નકુળ નાના હતાં. એટલે એમને મધ્યમ લખ્યું.) સંદેશ એ છે કે તમે મારા મિત્ર ચંદ્રાવતંસક રાજાના પુત્ર મણીચૂડને કપટ કરીને હરાવ્યા છે ને તેનું રાજય પડાવીને બેસી ગયાં છે. તમે જે જીવવા ઈચ્છતા હો તે મણીચૂડને રાજ્ય પાછું આપી દે તે આપણે ભાઈ-ભાઈ જેવા પ્રેમ વધશે અને જે એ રીતે રાજ્ય ન આપવું હોય તે યુદ્ધ કરવા તૈયાર થાઓ. યુધ્ધ કરતાં પહેલાં ખૂબ વિચાર કરજે. અને તમને છોડશે નહિ. સમજી. લેજો કે જે રાજીખુશીથી રાજ્ય પાછું નહિ આપે તે મારા ધનુષ્યથી પહેલાં તારું માથું કાપી નાંખીશ ને પછી મારા મિત્રનું રાજ્ય મેળવીશ.
અર્જુનને પત્ર વાંચે ને વિદ્યુતવેગના હૈયામાં ઝાળ લાગી. તે ક્રોધથી ધમધમતે છે. અરે, અર્જુન વળી કેણ છે? આ જમીન પર રહેવાવાળો અર્જુન નામનો કોઈ કીડો હશે ! અગર તે અર્જુન નામનું કેઈ ઝાડ હોવું જોઈએ. જે કદાચ તે આવ્યું હશે તે તેને મારવા માટે આ મારી તલવાર તૈયાર છે. અને મણીચૂડને બાળીને ભસ્મ કરવાની ઈચ્છાવાળી મારી શૂરવીરતા રૂ૫ અગ્નિમાં પ્રથમ કાષ્ટ અર્જુનને બનાવીશ. ત્યારે દૂત કહે છે તે રાજા ! જરા વિચારીને એલજે. અન કંઈ કીડો, ઝાડ કે લાકડુ નથી. એ મહાન પરાક્રમી છે. તમે એનું પરાક્રમ જોયું નથી. એ લડશે ત્યારે તમારા હાંજા ગગડી જશે. તેનાં કરતાં રાજ્ય આપી દે. ત્યારે વધુ ગુસ્સે થઈને રાજાએ કહ્યું કે મારે તારી કેઈ વાત સાંભળવી નથી. હું લડાઈ કરવા તૈયાર છું. તું તારા રાજાને કહેજે કે જલદી યુધ્ધ ભૂમિ પર આવી જાય. હવે બંનેના સૈન્ય રણમેદાનમાં આવશે ને કેવી લડાઈ થશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૨૬ શ્રાવણ સુદ ૧૪ને શુક્રવાર
તા. ર૯-૭-૭૭ અનંત કરૂણાનીધિ ભગવાન મહાવીરસ્વામીએ ભવ્ય છના કલ્યાણનો દિવ્ય માર્ગ બતાવતાં કહ્યું કે હે ભવ્ય છે ! તમે અનંતકાળથી પરિભ્રમણ કરી રહ્યાં છે. તે પરિભ્રમણને હવે જે તમને થાક લાગ્યો હોય અને તમારે શાશ્વત શાંતિ જોઈતી હોય તે વિભાવ છોડીને સ્વભાવમાં સ્થિર બને. સમ્યગુ દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યક્રચારિત્ર એ મોક્ષ માર્ગ પ્રાપ્ત કરવા માટે અવશ્ય જરૂરી છે. તમારે સંસારમાં મુસાફરી કરવા માટે પણ ત્રણ વસ્તુની જરૂર પડે છે ને? એ ત્રણ વસ્તુ