________________
શારદા દર્શન
૧૯૧
મનમાં એવા વિચાર થયા કે આવા સાધુનો વેશ પહેરી લઉ તા સારું. રોજ આવા લાડુ ખાવા તેા મળે ને ઉપરથી બધા પગે લાગે ને રાજ ઉઠીને મજુરી કાવી તા મટી જાય. આવે વિચાર કરીને પેલા ભાંડે ગામ બહાર જઈને જૈન સાધુના વેશ પહેરી લીધા. આ તરફ વેશ્યાએ થાળ ભરીને લાડવા બનાવીને તૈયાર રાખ્યાં હતાં. અપાર થતાં સાધુની રાહ જોવા લાગી. પેલા વેશધારી સાધુ ગૌચરી લેવા માટે નીખ્યા. વેશ્યા વેશધારી બનાવટી સાધુને આવતા જોઈ ખૂબ આનંદ પામી અને પાતાના ઘેર વહોરવા પધારવાની વિનંતી કરી,
“જેવી ખાઈ તેવા સાધુ’:-સાધુને તે એટલું જ જોઈતુ હતુ. એટલે વેશ્યાના ઘરમાં ગા. આ તા ખનાવટી સાધુ હતા. એની ચાલમાં જતના કે ખેલવામાં ઉપયેાગ ન હતા. લાડવા ખાવાની લાલચે સાધુ ખન્યા હતા. ઉતાવળે ચાલીને વેશ્યાના ઘરમાં પેસતાં માટેથી કહે છે ધમ'લાભ' જેમ સાચા સંત ખેલ્યા હતાં તેમ આ પણુ મેલ્યા. આથી વેશ્યાએ સાધુ માનીને શ્રાવિકા શેઠાણીની જેમ કહ્યું પધારો....પધારા....મહારાજ ! આપનાં પુનીત પગલાં થતાં મારું આંગણું પાવન થયું. ખૂબ ભાવ બતાવ્યાં. ખંધુએ ! શેઠાણીનું ધ્યેય સુપાત્ર દાન દઈ કર પવિત્ર કરવાનું હતું. જ્યારે આ વેશ્યાના ધ્યેય તેા લાડવા વહોરાવીને સેાનૈયાની વૃષ્ટિ કરાવવાને છે. સાચા સંતના ધ્યેય લૂખાસૂકા ગમે તે આહાર મળે તેનાથી પેટને ભાડુ આપવાના હતા. જ્યારે ભાંડનેા ધ્યેય લાડવા ખાવાનો હતા. એટલે પરસ્પર અનૈના ભાવમાં માટું અંતર હતું,
“સાનૈયાની આશાએ આપેલુ દાન” :વેશ્યા વેશધારી સાધુને ખૂબ ભાવપૂવ ક રસેાડામાં લઈ ગઈ ને લાડુ વહેારાવવા લાગી. એણે પાંચ છ લાડુ વેશધારી સાધુના પાત્રમાં મૂકી દીધા. પાત્રમાં લાડવા મૂકતી જાય ને ઉંચે જોતી જાય, ધીમે ધીગ્ર કરતાં માદકને ભરેલા થાળ ખાલી થઈ ગા, પણ આકાશમાંથી એક સેનૈચે વરસ્યા નહિ, એના મનમાં ખેદ થવા લાગ્યું કે કાલે તે શેઠાણીએ ચાર પાંચ લાડવા વહોરાવ્યા ને સાનૈયાની વૃષ્ટિ થઈ હતી. પેલા મહારાજ તે વહોરતા ન હતાં. શેઠાણીએ પરાણે પાંચ લાડવા વહોરાવ્યા હતા ને અહીંતા આખા થાળ ખાલી થઇ ગયા. પણ આ મહારાજ ના કહેતાં નથી ને અહીં' સાનૈયા પણ વરસતા નથી. આજે મારા કમભાગ્ય લાગે છે. લાડવા તેા ખલાસ થઈ ગયા પણ ખીજી ઘણી ચીને ઘરમાં હતી તે વહોરાવી. વહોરાવતી જાય ને આકાશ તરફ મીટ માંડતી જાય છે કે હમણાં સાનૈયાનો વરસાદ વરસશે. બનાવટી સાધુ પાતરા ભરીને રવાના થાય છે, પણ વેશ્યાના મનમાં ખૂબ દુ:ખ થયુ કે મેં તે સેાનૈયાની આશામાં આટલે બધા ખર્ચો કર્યાં ને કઈ લાભ ન થયા,