SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દેશન ૧૮૯ વૈદ્ય, ડૉકટર, આવ્યા છે ત્યાં દોડીને જાય છે ને કહે છે ગમે તેમ કરેા પણ મારા રોગ જલ્દી મટાડો. હું નથી કંટાળી ગયા છું. બરાબર ને ? તેમ મહાવીર પ્રભુના શાસનમાં દીક્ષિત બનેલા સંતનુ પણુ એક જ ધ્યેય હાય છે કે અનંતકાળથી મારા આત્માને ભયંકર ભવરેગ લાગુ પડયા છે. તેને જલ્દી કેમ અંત આવે? આ ભવરાગનો અંત લાવવા માટે જ્ઞાન-દન-ચારિત્રની શુઘ્ધ ક્રિયા છે. તેમાં મારે યત્નાપૂર્ણાંક જોડાઈ જવું જોઈ એ. આ ભવરાગ કમ ના કારણે ઉત્પન્ન થયા છે. વ્યાધિથી ઘેરાયેલા માણસને વ્યાધિ મટાડવા સિવાયની બીજી કેઈપણ ક્રિયામાં રસ હત નથી, તેમ વીતરાગના સતા પણ ત્રણ કરણ અને ત્રણ ચૈાગથી સ` સાવદ્ય વ્યાપારના ત્યાગ કરીને આરંભ-સમારભની સર્વ ક્રિયાઓનો ત્યાગ કરી ભવરાગનો અંત લાવવા માટે અહિંસા, સયમ અને તપમાં રત રહે છે. ખરેખર, ભવરાગનું નિદાન કરીને તેની સાચી ચિકિત્સા જો કાઈ કરનારા હાય તે સદ્ગુરૂ રૂપી સાચા વૈદે છે. સવિચાર અને સન એ રોગ મટાડવા માટેનું ભાવ ઔષધ છે. ગુરૂભગવંતની આજ્ઞાનું પાલન, સમ્યક્દન, જ્ઞાન, ચારિત્રમાં રમણુતા, ક્ષમા, સરળતા, અને સતેષ એ ભવરેગનુ ચાગ્ય પથ્ય છે. આ રીતે રત્નત્રયીરૂપ ઔષધનું સેવન કરવામાં આવે તે અવશ્યમેવ ભવરાગનો અંત આવે છે. ભવરાગનો અંત આવતાં અનંત સુખના ધામ માક્ષરૂપ ભાવ આરેાગ્યની પ્રાપ્તિ થાય છે. આ રીતે ભાવ-આરાજ્યની પ્રાપ્તિનો સાધુ ધ્યેય ન રાખે તે એકલેા વેશ પહેરવાથી શું લાભ ? આપણે જેમની વાત ચાલે છે છ અણુગારા ભાવગ્યાધિ-ભવરાગને મટાડવા માટે તૈયાર થયેલાં સાચા સાધુ હતા. આવા પવિત્ર સંતાને ખીજી વખત પેાતાના આંગણે આવતાં જોઇને દેવકીમાતાનું હૈયું હરખાઈ ગયું, અને એટલી ઉઠી પ્રભુ ! મારા અંતરમાં રહેજો. મારા અંતરમાંથી દૂર ના જશે! કારણ કે અત્યારે તા મારો જીવનરૂપી દિરયા શાંત છે, પણ કાણુ જાણે મેહમાયાનો વટાળ કયારે જાગશે ને મમતાના મેાજા ઉછળવા લાગશે. તેની કંઈ ખખર નથી. જ્યારે દરિયાના પાણી શાંત દેખાતાં હોય ત્યારે કાઈ માણુસ દરિયા કિનારે શાંતિથી સેાડ તાણીને સૂઈ શકે ખરો ? “ના. ,, કારણ કે દરિયામાં ક્યારે ભરતી આવશે ને પાણીની છેાળા ઉછળવા લાગશે તે કહી શકાતું નથી, તેમ દેવકીમાતા કહે છે કે મારા જીવનમાં અત્યારે શાંતિ દેખાય છે પણ કયારે મારા જીવનને સાગર ખળભળી ઉઠશે તે ખખર નથી. માટે મારા જીત્રનમાંથી સત્સંગનો રસ સૂકાઈ ન જાય તે માટે આપ મને સઢા સાવધાની રખાવજો. આમ વિચારતી ધ્રુવકીમાતા સામે ગઈ છું અણુગારે રૂપ, લાવણ્ય ને કાંતિમાં સરખા છે. એક વખત વહારીને ગયા તે
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy