SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ શારદા દર્શન છે. એ વાણી તે એવી મધુરી હોય છે કે તેના અમૃત ઘૂંટડા પીતાં માનવીનું પેટ ભરાતું નથી. ભગવાન વાણીની ધારા વહાવી રહ્યા છે ત્યાં દેવાનંદા દર્શન કરે છે. દર્શન કરતાં દેવાનંદાને એ અલૌકિક હર્ષ થયે કે હું આ શું જોઈ રહી છું? કેના દર્શન કરું છું? ભગવાનના દર્શન કરતાં એના હૈયામાં હર્ષ સમાયે નહિ. હૈયું હર્ષથી થનગની ઉઠયું. હર્ષમાં તેમની કંચુકી ખેંચાવા લાગી ને સ્તનમાંથી દૂધની ધારા છૂટી. તે પ્રભુના મુખ ઉપર છંટાઈ. આ જોઈને ગૌતમસ્વામીને ખૂબ આશ્ચર્ય થયું. અહે પ્રભુ! અત્યાર સુધીમાં કરે માતાઓ આપના દર્શન કરવા આવી છે પણ હજુ સુધી આવું આશ્ચર્ય મેં જોયું નથી તે આજે આ શું બન્યું? ભગવંત કહે છે હે ગૌતમ! આ છે માતૃપ્રેમ. આમાં તારે આશ્ચર્ય પામવા જેવું નથી. આજના સંતાનો ભણીગણીને તૈયાર થાય, પરણે અને બે પૈસા કમાતાં થાય એટલે માતાના ઉપકારને ભૂલી જાય છે. એને ખબર નથી હોતી કે આ માતાએ કેટલા કષ્ટ વેઠીને મને ઉછેર્યો છે અને માતાના હૃદયમાં સંતાનો પ્રત્યે કેટલું વાત્સલ્ય હોય છે. પોતે દુઃખમાં હોય તે પણ દીકરાના હિતની સદા ચિંતા કરે છે. એવું માતાનું વાત્સલ્ય હોય છે. માટે માતા પિતાનો ઉપકાર કદી ભૂલશે નહિ. ભગવાને ગૌતમસ્વામીને કહ્યું કે આ તે માતૃપ્રેમ છે. ત્યારે ગૌતમસ્વામીને વધુ આશ્ચર્ય થયું અહે પ્રભુ! આપને જન્મ દેનાર તે ત્રિશલા માતા છે કે આ વળી બીજી માતા કેણ? ભગવંત કહે છે અહે ગૌતમ ! હું દશમા દેવલથી ચવીને આવે ત્યારે આ માતાના ગર્ભમાં આવ્યું હતું. તેના ઉદરમાં ૮રા રાત્રિ રહી આવ્યો છું. એ માતાના હેતને ઉમળકે છે. તીર્થકર કદી બ્રાહ્મણ કુળમાં જન્મ નહિ એટલે હરણગમણી દેવે તેના ગર્ભમાંથી સાધારણ કરીને મને ત્રિશલામાતાના ગર્ભમાં મૂક્યો. એ ન બનવાનું બન્યું છે. તે દેવાનંદાના કર્મનો ઉદય હતે. દેવાનુપ્રિયે ! જેમ દેવાનંદા માતાને મહાવીર પ્રભુના દર્શન કરતાં હર્ષ થયે તે હર્ષ દેવકીરાણને સંતના દર્શન કરતાં થયે. સાત આઠ પગલાં સંતેના સામે ગઈને તિકખુત્તોનો પાઠ ભણીને વંદણ કરીને ખૂબ પ્રસન્ન થઈ. હર્ષનાં અતિરેકથી હૈયું ઉછળવા લાગ્યું અને ખૂબ પ્રેમથી કહ્યું પધારે..પધારે. પ્રભુ પાવન કરેને મુજ ઝંપલડી, સૂની પડી હૈયાની હાટલડી. ત્રિલોક તારક ત્રિભુવન સ્વામી, તારી ભકિતમાં નહિ રાખું ખામી, રડી રડી વિતાવું દિન રાતલડી.પ્રભુ.. હે પ્રભુ! આપ મારે ઘેર પધારી મારી ઝૂંપડી પાવન કરે. આજે મારી ઝુંપડીમાં સોનાનો સૂરજ ઉગ્યા. તમને થશે કે એ તે મોટા મહેલમાં રહેતા હતા. એમને ઝુંપડી ક્યાં હતી? ભાઈ! આત્માથી મનુષ્યોને ગમે તેટલા મોટા મહેલ હેય,
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy