SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ શારદા દર્શન તે હું કદી નહિ ભૂલું. આમ વારંવાર ગુરૂને ઉપકાર માનતા હતા. આજે યુગ પટાય છે. આપણે ગૌચરીની વાત ચાલતી હતી. ગૌચરી લાવનાર સાધક વિવેકી હોય. ગૌચરી કેટલા પ્રમાણમાં લાવવી તે જે ન આવડે તે સંયમના સ્થાનમાં અસંયમનું પિષણ થઈ જાય છે. જે મર્યાદાથી અધિક આહાર લે તે ગૃહસ્થને તૂટે આવે એટલે ને આરંભ થઈ જાય. બીજી વાત એ છે કે પિતાને જેટલે આહાર જોઈ એ છે તેનાથી અધિક પ્રમાણમાં આહાર સાધુ લાવે નહિ, જે અધિક પ્રમાણમાં ગૌચરી આવી જાય તે પરાણે ખાવું પડે. વધુ ખાવાથી આળસ આવે, પ્રમાદ થાય, બેચેની થાય એટલે સ્વાધ્યાય, ધ્યાનમાં ચિત્ત લાગે નહિ. તબિયત બગડે એટલે જ્ઞાન-દર્શનચારિત્રની આરાધના સારી રીતે થઈ શકે નહિ. આટલા માટે સાધુને ગૌચરી લાવતાં ખૂબ ઉપગ રાખવું જોઈએ. - સાધુને સુધા વેદનીય શમાવવા માટે આહારની જરૂર છે, પણ રસેન્દ્રિયના સ્વાદ માટે નહિ. એંજિનને ચલાવવા માટે બેઈલરમાં કેલસા ભરવા પડે છે. પછી તે કેલસા બાવળના હાય, લીંબડાના હાય, આંબલી કે સાગના હોય તેની સાથે એંજિનને નિસ્બત નથી, તેમ આ દેહ રૂપી એંજિનને ચલાવવા માટે તેમાં આહાર રૂપી કેલસા ભરવા પડે છે, પછી આહાર સૂકે હોય કે સાત્વિક હોય કે સ્વાદિષ્ટ હોય તેની સાથે સાધુને નિસ્બત નથી. છ અણગારે નિર્દોષ અને સૂઝતા આહાર પાણીની ગવેષણ કરે છે. છએ સંતે પવિત્ર, નિષ્પરિગ્રહી અને પ્રજ્ઞાવંત હતાં. તેઓ બાર જોજન લાંબી ને નવ જોજન પહોળી દ્વારકા નગરીમાં ગૌચરી માટે ફરતાં હતાં. એ ત્રણ સંવાડામાંથી એક સંઘાડે ઊંચ-નીચ અને મધ્યમકુળોમાં ગૌચરી માટે ફરતાં ફરતાં ક્યાં આવ્યા? “વહુવા નો હેવીu fજ અણુવિદ્ ” પવિત્ર અને વિશાળ દ્વારિકા નગરીમાં જેમની આણ વર્તાય છે એવા ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવના પિતા વસુદેવ મહારાજા અને દેવકી મહારાણને મહેલ છે ત્યાં પધાર્યા. દેવકી રાણી કૃષ્ણ વાસુદેવની જન્મદાત્રી માતા છે. કૃષ્ણ વાસુદેવની હાડહાડ મીજામાં ધર્મને રંગ હતે. આવા પુણ્યવાન પુત્રને જન્મ દેનારી માતા પણ પવિત્ર હોય છે. પુણ્યવાન આત્માની માતા થવું એ પણ સામાન્ય વાત નથી. જમ્બર પુણ્યને ઉદય હોય તે પુણ્યવાન પુત્રની માતા બની શકે છે. ભક્તામર સ્તોત્રમાં તીર્થકર પ્રભુની માતાનું મહત્વ બતાવતાં માનતુંગાચાર્ય બોલ્યા છે. સ્ત્રીણ શતાનિ શત જયન્તિ યુવાન, નાન્યા સુતં ત્વપમ જનની પ્રસૂતા સર્વાદિશદધતિ ભાનિ સહસ્રરહિમ, પ્રાસ્થવ કુદિજનયતિ સરદમુજાલમ્ ર૨
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy