________________
૧૪૯
શારદા દર્શન કરતું નથી. ભગવાને કહ્યું છે કે હે સાધક! તું જે આહાર પાણી લાવે તેમાં ખૂબ ઉપગ રાખજે, ખૂબ ચિકિત્સા કરીને લાવજે કે તારે માટે તે બનાવ્યું નથી ને? તારે માટે વેચાતું લાવ્યા નથીને ? જે એ આહાર હોય તે તને કલ્પ નથી. એવા સંદેષ આહાર પાણી લઈશ તે તારું ચારિત્ર લુંટાઈ જશે, હું તે તમને પણ વિનંતી કરું છું કે સાધુ સાધ્વીના ચારિત્રના રક્ષક બનજે પણ લુંટારું ના બનશે. શ્રાવક શ્રાવિકાને વિચાર થાય કે આજે ખૂબ વરસાદ પડે છે બંધ રહેતા નથી. આપણું ગુરૂ કે ગુરૂણી છે, તે લાવે, આપણે ટીફીન લઈને જઈએ, આવા રાગી ન બનશે સંતને સામે લાવેલે આહાર કલ્પ નથી.
છ અણગારો આવા અડગ હતાં. તેઓ અત્વરિતગતિથી, ચપળતા રહિત ઊંચનીચ અને મધ્યમકુળોમાં ભેદભાવ રહિત બનીને ગષણા કરતાં હતાં. શુદ્ધ ભાવનાથી ત્રણ સંઘાડામાં તેઓ નીકળ્યા છે. તેમને એક સંઘાડ કઈ પુણ્યવાન માતાના મહેલે પધારશે તેના ભાવ અવસરે.
ચરિત્ર - “દુઃખી માણસે અર્જુનને કહેલી વીતક કહાની” -દુખી માણસ અને પિતાના દુઃખની કહાની કહે છે.
હે અર્જુન વીરા ! વૈતાઢય પર્વતના દક્ષિણ ભાગમાં રતનપુર નામે નગર છે. તે નગરમાં મહાન પરાક્રમી, મહાબળવાન, શત્રુઓને હંફાવનાર, વિદ્યાધરોના ઈન્દ્ર સમાન, ચંદ્રાવતં સક નામે રાજા રાજ્ય કરતા હતા. રાજા ખૂબ ન્યાયી ને પ્રજાપ્રેમી હતા. નગરમાં અન્યાય, અનીતિ અને અધર્મનું નામ નિશાન ન હતું. રાજાને પ્રભાવ એટલે બધે પડતું હતું કે કેઈ શત્રુઓ તેમની સાથે બાથ બીડવાની હિંમત કરી શકતાં ન હતાં. નગરમાં ચોર લૂંટારાને ભય ન હતું. પ્રજાજને દરવાજા ખુલ્લા મૂકીને શાંતિથી ઊંઘી જતાં હતાં. આવા પ્રતાપી ચંદ્રાવતં સક રાજાને કનકસુંદરી નામે લક્ષમીદેવીના અવતાર સમાન પ્રતિવ્રતા રાણી હતી. રાણી ખૂબ દયાળુ હતી. એક કીડી મંકડાના પ્રાણ દુભવે તેવી ન હતી. તે રાણીને મણુંચૂડ નામનો એક પુત્ર હતું ને પ્રભાવંતી નામની પુત્રી હતી.
તે મણીચૂડ હું પોતે છું અને પ્રભાવતી મારી બહેન હતી. અમારા માતાપિતાએ બાળપણથી અમારામાં સંસ્કારોનું સિંચન કર્યું હતું. માતાએ અમને બંને ભાઈબહેનને ખૂબ લાડકોડથી ઉછેર્યા, ખૂબ ભણાવ્યા. મારી બહેન સ્ત્રીઓની ૬૪ કળામાં પ્રવીણ બની ગઈ. એ ખૂબ સૌંદર્યવાન હતી. હું યુવાન થયે ત્યારે એક સારા રાજાની પુત્રી ચંદ્રાનનાની સાથે ખૂબ ધામધુમથી મારા લગ્ન કરવામાં આવ્યા. અને મારી બહેન પ્રભાવતીને મગધ દેશના મહારાજા સાથે ખૂબ મહત્સવ કરીને પરણાવી હતી. અમે તે જાતિના વિદ્યાધર રહ્યા એટલે પરંપરાગત વિદ્યાએ અમને મળે છે,